Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢ મનપા એક્શન મોડમાં:17.28 કરોડના ખર્ચે શાપુરમાં નવી ગટર લાઇન, ખામધ્રોળને મળશે અદ્યતન શહેરી હેલ્થ સેન્ટર; 13 જૂનથી ભવ્ય જન કલ્યાણ શિબિરો

    10 hours ago

    જૂનાગઢ શહેરના નાગરિકોની સુખાકારી અને આંતરમાળખાકીય સુવિધાઓમાં વધારો કરવા માટે રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા દ્વારા કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. શહેરમાં આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારવાથી લઈને વર્ષો જૂની ગટર વ્યવસ્થાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપી દેવામાં આવી છે. આ સાથે જ વહીવટી પ્રક્રિયાને સરળ બનાવવા જન કલ્યાણ શિબિરો અને શહેરને સુંદર બનાવવા મેગા ક્લીનનેસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. ખામધ્રોળને મળશે નવું શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં સ્થાનિક પરિવારોને ઘરઆંગણે જ ગુણવત્તાયુક્ત તબીબી સારવાર મળી રહે તે માટે ખામધ્રોળ વિસ્તારમાં નવું શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (UHC) મંજૂર કરવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ 2026-27ના અંદાજપત્રની જોગવાઈ અનુસાર લેવાયેલા આ નિર્ણયથી શહેરમાં અત્યાર સુધી કાર્યરત 7 આરોગ્ય કેન્દ્રોની સંખ્યા વધીને હવે કુલ 8 થશે. આ નવા કેન્દ્રના સુચારુ સંચાલન માટે મેડિકલ ઓફિસર, લેબ ટેકનિશિયન, જુનિયર ફાર્માસિસ્ટ, ફીમેલ અને મેલ હેલ્થ વર્કર સહિત વિવિધ સંવર્ગની કુલ 14 નવી જગ્યાઓ પણ મંજૂર કરવામાં આવી છે. કેન્દ્રમાં અનેક આરોગ્ય સેવાઓ વિનામૂલ્યે મળી રહેશે મહાનગરપાલિકાના કમિશનર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, ખામધ્રોળ એ નવો ડેવલોપિંગ વિસ્તાર છે અને ત્યાંના શહેરીજનોને ઉત્તમ સુવિધાઓ આપવા તંત્ર કટિબદ્ધ છે. નવી મંજૂર થયેલી આ હોસ્પિટલને ટૂંક સમયમાં જ ટેમ્પરરી ધોરણે ભાડાના મકાનમાં સ્ટાફની નિમણૂક કરીને કાર્યરત કરી દેવામાં આવશે અને ત્યારબાદ આગામી સમયમાં નવું સરસ મજાનું અદ્યતન મકાન અપાશે. આ કેન્દ્ર શરૂ થવાથી ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને સામાન્ય બીમારીઓની પ્રાથમિક સારવાર, સગર્ભા બહેનો અને બાળકોનું રસીકરણ, હડકવા વિરોધી રસી, આયુષ્માન કાર્ડ તેમજ બીપી, ડાયાબિટીસ અને ટીબી જેવા રોગોનું નિદાન અને લેબોરેટરી તપાસ સહિતની તમામ સેવાઓ તદ્દન વિનામૂલ્યે ઉપલબ્ધ બનશે. શાપુર વિસ્તારની વર્ષો જૂની ગટર સમસ્યાનો રૂ. 17.28 કરોડના ખર્ચે આવશે અંત બીજા એક મોટા વિકાસલક્ષી પ્રોજેક્ટ અંતર્ગત જૂનાગઢના શાપુર નગર રચના યોજના નંબર 10 (ટીપી-10) વિસ્તાર માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 17 કરોડ 28 લાખના ખર્ચે નવી ગટર લાઇન પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. ‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ હેઠળ મંજૂર કરાયેલી આ માતબર રકમનો પ્રોજેક્ટ સંપૂર્ણપણે જૂનાગઢ મહાનગરપાલિકા હસ્તક રહેશે. જુડા (JUDA) પાસે ઉપલબ્ધ ગ્રાન્ટ મહાનગરપાલિકાને તબદીલ કરાશે અને ખૂટતી વધારાની રકમ ગુજરાત શહેરી વિકાસ મિશન કચેરી દ્વારા ફાળવવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ શાપુર વિસ્તારમાં સુદ્રઢ સિવરેજ નેટવર્ક, ઘર વપરાશના કનેક્શન, સિવરેજ પમ્પિંગ સ્ટેશન અને રાઈઝિંગ મેઈન પાઈપ લાઈન વગેરે જેવા તમામ સિવિલ અને ઇલેક્ટ્રોમિકેનિકલ કામો હાથ ધરાશે. શાપુર વિસ્તારના રહીશો માટે આ એક ખૂબ જ મોટી અને લાંબા સમયની સમસ્યા હતી, જેમાંથી હવે કાયમી મુક્તિ મળશે. કામગીરીની ઉચ્ચ ગુણવત્તા જળવાઈ રહે તે હેતુથી મહાનગરપાલિકા દ્વારા નિયમોનુસાર તાકીદે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરીને ફરજિયાતપણે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન (Third Party Inspection) પણ કરાવવામાં આવશે. એક જ છત નીચે સરકારી સેવાઓ આપવા જૂનાગઢમાં યોજાશે ‘જન કલ્યાણ શિબિર’ શહેરીજનોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ એક જ સ્થળેથી ખૂબ જ સરળતાથી મળી રહે તે માટે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં ભવ્ય જન કલ્યાણ શિબિરોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. કમિશનરે આ અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આ તમામ સંમેલનો સવારે 9:00 વાગ્યાથી સાંજના 5:00 વાગ્યા સુધી સતત કાર્યરત રહેશે, જેમાં અલગ-અલગ કુલ સાતેક જેટલા સરકારી ડિપાર્ટમેન્ટની સેવાઓ એક જ છત નીચે ઉપલબ્ધ કરાવવામાં આવશે. જન કલ્યાણ શિબિરનું સમયપત્રક અને સ્થળ: આ શિબિર દરમિયાન નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ આપવા માટે સરકારી ઓળખપત્રોની સેવાઓ, આયુષ્માન ભારત કાર્ડ, વય વંદના યોજના, પીએમ સ્વનિધિ યોજના તેમજ સખી મંડળના લાભો મેળવવાની ઉત્તમ તક મળશે. આ ઉપરાંત નાગરિકોને જરૂરી એવા આવકના દાખલા અને જાતિના દાખલા પણ સ્થળ પર જ કાઢી આપવામાં આવશે. કમિશનર પ્રભવ જોશીએ તમામ જૂનાગઢવાસીઓને આ જન કલ્યાણ શિબિરમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા ખાસ આમંત્રણ આપ્યું છે. ‘પ્લાસ્ટિક ફ્રી ગુજરાત’ ઝુંબેશ અંતર્ગત 368 કિલો કચરાનો નિકાલ વડાપ્રધાનના "સ્વચ્છ ભારત - વિકસિત ભારત” ના સંકલ્પને સાકાર કરવાના ભાગરૂપે સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા સમગ્ર રાજ્યમાં "સ્વચ્છ ગુજરાત, પ્લાસ્ટિક ફ્રી ગુજરાત" ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ વિશેષ ઝુંબેશ અંતર્ગત 8 જૂન 2026 થી 14 જૂન 2026 દરમિયાન પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન માટે સઘન મેગા સફાઈ અભિયાન હાથ ધરાયું છે. જૂનાગઢ મહાનગરપાલિકાની સેનિટેશન શાખા દ્વારા આ અંતર્ગત પ્રશંસનીય કામગીરી કરીને શહેરી વિસ્તારોમાંથી કુલ 368.8 કિલોગ્રામ પ્લાસ્ટિક કચરાનો સફળતાપૂર્વક વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જાહેર આરોગ્યને નુકસાન કરતા પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે કડક ઝુંબેશ ચલાવીને 237.6 કિલોગ્રામ જેટલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ તથા નાગરિકો પાસેથી કુલ રૂપિયા 81,600 નો મસમોટો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. શહેરને પ્લાસ્ટિક મુક્ત, સ્વચ્છ અને સુંદર રાખવા નગરજનોને અપીલ કમિશનરે તમામ નગરજનોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા કચરાના યોગ્ય વર્ગીકરણ માટે અમલમાં મૂકવામાં આવેલી 'ફોર-બિન' (ચાર અલગ-અલગ ડસ્ટબીન) ની પદ્ધતિનું સૌ નાગરિકો ચુસ્તપણે પાલન કરે. જૂનાગઢ શહેરને પ્લાસ્ટિક મુક્ત, સ્વચ્છ અને સુંદર રાખવા માટે દરેક નાગરિક જન ભાગીદારી નોંધાવે તે અત્યંત જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    Rs 370 biryani row: Maharashtra police register case against Pranit More, Himanshu Jangra
    Next Article
    પ્લેન ક્રેશની પ્રથમ વરસીએ ફેડરેશન ઓફ પાઈલોટ એસો.ના સવાલ:કહ્યું- એન્જિન હેલ્થ ડેટાને બોઈંગ કંપની ડિકોડ કરે, દિલ્હીમાં વ્યવસ્થા છતા બ્લેક બોક્સ બે વખત અમેરિકા શા માટે મોકલાયું?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment