Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફૂટબોલ વર્લ્ડ કપ આજ રાતથી શરૂ થશે:મેક્સિકો અને સાઉથ આફ્રિકા વચ્ચે ઓપનિંગ મેચ; સાઉથ કોરિયા અને ચેક રિપબ્લિક વચ્ચે બીજી મેચ

    18 hours ago

    ફૂટબોલની સૌથી મોટા ઇવેન્ટ FIFA વર્લ્ડ કપ 2026ની શરૂઆત શુક્રવાર રાતથી થવા જઈ રહી છે. પહેલા દિવસે બે મેચ રમાશે. ટુર્નામેન્ટની પહેલી મેચ યજમાન મેક્સિકો અને સાઉથ આફ્રિકા વચ્ચે મેક્સિકો સિટી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 12:30 વાગ્યે શરૂ થશે. દિવસની બીજી મેચ સાઉથ કોરિયા અને ચેક રિપબ્લિક વચ્ચે ગ્વાડલાહારા સ્ટેડિયમમાં રમાશે. આ મેચ 12 જૂને સવારે 7:30 વાગ્યે રમાશે. પહેલા દિવસે રમતી ચારેય ટીમ ગ્રુપ-Aમાં હાજર છે. મેચ-1: મેક્સિકોનું પલડું ભારે, વર્લ્ડ કપમાં બરાબરી બંને ટીમ વચ્ચે અત્યાર સુધી કુલ 4 મેચ રમાઈ છે. જેમાંથી 2 મેચ મેક્સિકોએ જીતી છે, જ્યારે સાઉથ આફ્રિકા 1 મેચ જીતવામાં સફળ રહ્યું. જ્યારે 1 મેચ ડ્રો રહી છે. ફિફા વર્લ્ડ કપમાં બંને ટીમનો માત્ર 1 વાર 2010માં સામનો થયો હતો. તે મેચ 1-1ની બરાબરી પર સમાપ્ત થઈ હતી. ફૂટબોલ રેન્કિંગની દ્રષ્ટિએ યજમાન મેક્સિકોની સ્થિતિ ખૂબ જ મજબૂત છે. મેક્સિકો હાલમાં વિશ્વની 15મા નંબરની ટીમ છે. તેનાથી વિપરીત, સાઉથ આફ્રિકાની ટીમ રેન્કિંગમાં 60મા સ્થાને છે. મેક્સિકોને કેપ્ટન એડસન અલ્વારેઝ અને અનુભવી સ્ટ્રાઈકર રાઉલ હિમેનેઝ પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રહેશે. જ્યારે સાઉથ આફ્રિકા તરફથી કેપ્ટન રોનવેન વિલિયમ્સ અને સ્ટ્રાઈકર લાઈલ ફોસ્ટર અને ઓસ્વિન એપોલિસની જોડી પર નજર રહેશે. બન્ને ટીમની સંભવિત સ્ટાર્ટિંગ-11 મેક્સિકો: ઓચોઆ, સાંચેઝ, મોન્ટેસ, અલ્વારેઝ, ગાલ્યાર્ડો, ગુતિએરેઝ, ફિડાલ્ગો, પિનેડા, અલ્વારાડો, હિમેનેઝ, ક્વિનોનેસ. દક્ષિણ આફ્રિકા: વિલિયમ્સ, મુદાઉ, મ્બોકાજી, ઓકોન, મોડિબા, મ્બાથા, સિથોલે, મોકોએના, એપોલિસ, ફોસ્ટર, મોરેમી. મેચ 2: FIFAમાં પહેલીવાર સાઉથ કોરિયા અને ચેક રિપબ્લિકની ટક્કર સાઉથ કોરિયા અને ચેક રિપબ્લિક વચ્ચે અત્યાર સુધી કુલ 4 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. બંને ટીમ 1-1 મેચ જીતીને બરાબરી પર રહી છે. 2 મેચ ડ્રો રહી છે. FIFA વર્લ્ડ કપના ઇતિહાસમાં બંને ટીમ પ્રથમ વખત એકબીજા સામે ટકરાશે. વર્લ્ડ ફૂટબોલ રેન્કિંગમાં સાઉથ કોરિયા 25મા સ્થાને છે. જ્યારે ચેક રિપબ્લિકની ટીમ 41મા સ્થાને છે. રેન્કિંગમાં મોટો તફાવત હોવા છતાં, હેડ-ટુ-હેડ રેકોર્ડને જોતા રોમાંચક મેચની અપેક્ષા રાખવામાં આવી રહી છે. સાઉથ કોરિયા તરફથી સ્ટ્રાઈકર હ્યુંગ-મિન પર નજર રહેશે. જ્યારે ચેક રિપબ્લિકનો આધાર અનુભવી મિડફિલ્ડર તોમસ સૂચેક પર રહેશે. બન્ને ટીમની સંભવિત સ્ટાર્ટિંગ-11 સાઉથ કોરિયા: સ્યુંગ-ગ્યુ, મિન-જે, હાન-બોમ, કી-હ્યુક, યંગ-વૂ, તે-સોક, ઇન-બોમ, સ્યુંગ-હો, કાંગ-ઇન, જે-સુંગ, હ્યુંગ-મિન. ચેક રિપબ્લિક: કોવાર, કૂફાલ, ડૂડેરા, હોલેશ, ક્રેજચી, જેલેની, સૂચેક, સાદિલેક, હ્લોજેક, શુલ્ત્સ, શિક. ટુર્નામેન્ટ ક્યાં જોઈ શકાશે? FIFA વર્લ્ડ કપ 2026નું પ્રસારણ ભારતમાં ઝી એન્ટરટેઈનમેન્ટના નવા લોન્ચ કરાયેલા યુનાઈટ8 સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે. જ્યારે, ટુર્નામેન્ટનું લાઇવ સ્ટ્રીમિંગ ઝી5 એપ અને તેની વેબસાઇટ પર ઉપલબ્ધ થશે. તમે દિવ્ય ભાસ્કર એપ પર પણ મેચના રિપોર્ટ્સ, મોમેન્ટ્સ, રેકોર્ડ્સ જોઈ શકો છો. --------------------------------------- ફૂટબોલ વર્લ્ડ કપ સંબંધિત આ સમાચાર પણ વાંચો… પહેલીવાર ત્રણ દેશો FIFA વર્લ્ડ કપનું આયોજન કરશે, ટુર્નામેન્ટ વિશે બધું જાણો 23મો FIFA મેન્સ વર્લ્ડ કપ 11 જૂનથી 20 જુલાઈ સુધી અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં રમાશે. 96 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ત્રણ દેશ વર્લ્ડ કપની યજમાની કરી રહ્યા છે. સંપૂર્ણ સમાચાર વાંચો…
    Click here to Read More
    Previous Article
    અફઘાનિસ્તાન-Aએ ઈન્ડિયા-Aને DLS નિયમ મુજબ 4 રનથી હરાવ્યું:ઇમરાન-બહીરની જોરદાર ફિફ્ટી, અબ્દુલ્લાહ અહમદઝઈએ 5 વિકેટ ઝડપી
    Next Article
    મણિપુરના કામજોંગમાં ગોળીબાર, 2નાં મોત:ઘણા ઘરોને આગ લગાડવામાં આવી; એક દિવસ પહેલા 6 લોકોના મૃતદેહ મળ્યા હતા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment