Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટંકારા ડબલ મર્ડર કેસમાં બે આરોપીની ધરપકડ:જમીન માપણી વિવાદમાં મેઘપર ઝાલા ગામમાં ભાજપ ઉપપ્રમુખ અને ભત્રીજાની હત્યા કરી હતી

    9 hours ago

    ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે થયેલા ડબલ મર્ડર કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. જમીન માપણીના વિવાદમાં તાલુકા ભાજપના ઉપપ્રમુખ જયપાલસિંહ ઝાલા અને તેમના ભત્રીજા હર્ષવર્ધનસિંહ ઝાલાની હત્યા કરવામાં આવી હતી. પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના મેઘપર ઝાલા ગામે દિગ્વિજયસિંહ પ્રતાપસિંહ ઝાલાની વાડી પાસે બની હતી. તેમની વાડીની બાજુમાં મહેન્દ્રસિંહ શિવુભા ઝાલાની વાડી આવેલી છે. જમીન માપણી માટે કર્મચારીઓ આવ્યા હતા અને માપણી પૂરી થયા બાદ આરોપીઓ મહાવીરસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને તેજપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલાને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. તેઓ હથિયારો સાથે આવ્યા હતા અને જમીન માપણી બાબતે બોલાચાલી શરૂ કરી હતી. આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આરોપીઓએ ફરિયાદીના ભાઈ જયપાલસિંહ પ્રતાપસિંહ ઝાલા (ઉંમર 40) અને તેમના ભત્રીજા હર્ષવર્ધનસિંહ દિગ્વિજયસિંહ ઝાલા (ઉંમર 22) પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓ થતાં બંનેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ટંકારાની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મૃતક હર્ષવર્ધનસિંહના પિતા દિગ્વિજયસિંહ પ્રતાપસિંહ ઝાલાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં મહાવીરસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને તેજપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી. ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.ડી. ઝાલા અને તેમની ટીમે તપાસ હાથ ધરીને બંને આરોપીઓની ધરપકડ કરી છે. ગુનામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારો અને બાઈક જપ્ત કરવાની કાર્યવાહી ચાલી રહી છે. આ માહિતી પત્રકાર પરિષદમાં સમીર સારડા દ્વારા આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, મૃતક જયપાલસિંહ ઝાલા ટંકારા તાલુકા ભાજપના ઉપપ્રમુખ હતા. આ ડબલ મર્ડરની ઘટનાને પગલે ગામમાં તંગ વાતાવરણ સર્જાયું હતું. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટંકારા પોલીસે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
    Click here to Read More
    Previous Article
    બાઈકચાલકો પર કાર ચડાવી હત્યાનો પ્રયાસ, CCTV:એક યુવક ભાણી સાથે વાત કરતો હોવાથી નારાજ મામાએ ખતરનાક પ્લાન ઘડ્યો, જૂનાગઢના માંગરોળનો બનાવ
    Next Article
    Kutch Road Accident | ભુજમાં ટ્રકની અડફેટે આવતા 15 વર્ષિય યુવકનું મોત |Fatal Accident |Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment