Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોલડીમાં બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટનો ગ્રામજનોનો વિરોધ:કલેક્ટરને આવેદનપત્ર સુપરત; મંજૂરી મળશે તો ભૂખ હડતાળની ચીમકી

    12 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામમાં પ્રસ્તાવિત બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટ સામે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે. સોલડી ગ્રામ પંચાયત અને આસપાસના 22 ગામોના લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પ્લાન્ટને મંજૂરી ન આપવા રજૂઆત કરી છે. જો મંજૂરી અપાશે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન અને ભૂખ હડતાળ પર ઉતરવાની ગામના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે. આવેદનપત્ર અનુસાર, સોલડી ગામના સર્વે નંબર 575માં દેવયોગી હેલ્થકેર એલએલપી (Devyogi Healthcare LLP) દ્વારા બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટ સ્થાપવાનો પ્રસ્તાવ છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે અગાઉ યોજાયેલી લોકસુનાવણી દરમિયાન હજારો લોકોએ પ્લાન્ટનો સખત વિરોધ કર્યો હતો. તેમ છતાં, કંપનીને મંજૂરી આપવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. ગ્રામજનોનું કહેવું છે કે આ પ્લાન્ટથી પર્યાવરણ અને જાહેર આરોગ્ય પર ગંભીર અસરો પડી શકે છે. આથી, સોલડી સહિત આસપાસના ગામોના રહેવાસીઓએ કલેક્ટરને રજૂઆત કરી મંજૂરી રદ કરવા અને ગામજનોની લાગણીઓને ધ્યાનમાં લેવા માંગ કરી છે. ગ્રામ પંચાયતના આગેવાનો અને સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું છે કે ગામના વિકાસ અને પર્યાવરણના હિતમાં આ પ્લાન્ટનો વિરોધ ચાલુ રહેશે અને જરૂર પડ્યે વધુ આંદોલનાત્મક કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં 98 ઉપવાસીઓએ 2.51 લાખ મંત્ર જાપ કર્યા:ગોકુલેશ્વર મહાદેવ મંદિરે પુરુષોત્તમ કમલા એકાદશીએ ભક્તિભાવથી ઉજવણી
    Next Article
    અમદાવાદના સામાજિક કાર્યકરના સમર્થનમાં કલેક્ટરને આવેદનપત્ર:​રાકેશ મહેરિયા વિરૂદ્ધ તડીપારની નોટિસનો અનૂસુચિત જાતિ સમાજે વિરોધ કર્યો, કાર્યવાહી ન અટકે તો આંદોલનની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment