Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કરોડોના ખર્ચે બનેલા નવનિર્મિત ‘સાંઢિયા પુલ’ની તમામ ખામીઓ દૂર:હજારો વાહન ચાલકોની ટ્રાફિક સમસ્યાનો અંત આવશે, લોકાર્પણની તારીખ આજે જાહેર થશે

    4 days ago

    રાજકોટ શહેર અને જામનગર તરફથી આવતા-જતા વાહનચાલકો માટે લાંબા સમયના પ્રતીક્ષાના અંતે ખૂબ જ સારા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા બે વર્ષથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે નવનિર્મિત ફોરલેન સાંઢીયા પુલની મોટાભાગની ક્ષતિઓ દૂર કરવામાં આવી છે. આજે આ કામગીરીની મુલાકાતે મેયર સહિતના પદાધિકારીઓ અને મ્યુ. કમિશનર સહિત તમામ અધિકારીઓ આવી પહોંચ્યા હતા. આ મુલાકાત બાદ મેયરે તમામ કામગીરી પૂર્ણ થઈ હોવાનું જાહેર કર્યું હતું તેમજ આજના દિવસમાં જ લોકાર્પણની તારીખ જાહેર કરવાની ખાતરી આપી છે. ખામીઓ જોઈને મેયર ભારે નારાજ થયા હતા પ્રાપ્ત વિગત મુજબ ગત 29 મેનાં રોજ મેયર સહિતના પદાધિકારીઓએ સાંઢીયા પુલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન નવનિર્મિત બ્રિજની કામગીરીમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા નહીં હોવા સહિતની કેટલીક ગંભીર ખામીઓ સામે આવી હતી. કરોડોના ખર્ચે બનેલા આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાં ટેકનિકલ - ફિનિશિંગ સ્તરની ખામીઓ જોઈને મેયર ભારે નારાજ થયા હતા અને ઘટનાસ્થળે જવાબદાર અધિકારીઓની સાથે સાથે કોન્ટ્રાક્ટરનો કડક શબ્દોમાં ઉધડો લીધો હતો. એટલું જ નહીં વાહનચાલકોની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ થાય નહીં તે હેતુથી તમામ ખામીઓને તાત્કાલિક ધોરણે દૂર કરવા માટે કડક આદેશો આપ્યા હતા. કમિશનર સહિતના અધિકારી દ્વારા ઓવરબ્રિજનું ફરી નિરીક્ષણ કરવામાં આવ્યું અધિકારીઓએ પદાધિકારીઓના આદેશને પગલે તમામ ખામીઓ સુધારી લીધી હોવાનો અહેવાલ આપતા આજે ફરી એકવાર મેયર સહિતના પદાધિકારીઓ અને કમિશનર સહિતના અધિકારી દ્વારા ઓવરબ્રિજનું ફરી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મેયર અને મ્યુ. કમિશ્નર સહિતના તમામે ઓવરબ્રીજ ઉપર પગપાળા ચાલીને ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. ખાસ પાણીના નિકાલની વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આ તકે હવે પછીના પ્રોજેકટમાં પાણી નિકાલ માટે વધારે મોટી સાઈઝનાં પાઇપ લગાવવા માટે સૂચના પણ મેયરે અધિકારીઓને આપી હતી. નાની-મોટી ત્રુટીઓ દેખાતી હતી તે તાત્કાલિક દૂર કરવા સૂચના આપી આખા બ્રિજનું પગપાળા નિરીક્ષણ કર્યા બાદ મેયર ડો. નેહલ શુક્લએ જણાવ્યું કે, અમે પદભાર સંભાળ્યાના બીજા જ દિવસે આ બ્રિજની મુલાકાત લીધી હતી અને જે નાની-મોટી ત્રુટીઓ દેખાતી હતી તે તાત્કાલિક દૂર કરવા સૂચના આપી હતી. ગઈકાલે જ તંત્ર દ્વારા અમને તમામ સૂચનો મુજબ કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાની માહિતી મળતા આજે અમે ફરી RMC કમિશનર અને અન્ય પદાધિકારીઓ સાથે અહીં આવ્યા છીએ. અત્યારે મોટાભાગની કામગીરી સંતોષકારક જણાઈ રહી છે, તેથી હવે અમે તાત્કાલિક આ બ્રિજના લોકાર્પણની દિશામાં આગળ વધી રહ્યા છીએ. લોકાર્પણની ચોક્કસ તારીખની જાહેરાત પણ આજના દિવસમાં જ કરવાની ખાતરી તેમણે આપી છે. પુલની ટેકનિકલ વિગતો નવો સાંઢિયા ફોર લેન બ્રિજ અત્યાધુનિક ડિઝાઈન અને ટેકનોલોજીથી બનશે. તેની ઊંચાઈ 6.25 મીટર અને પહોળાઈ 16.40 મીટર (ફોર લેન) હશે, જે ભવિષ્યની વાહનવ્યવહારની જરૂરિયાતોને ધ્યાને લઈ બનાવવામાં આવી રહ્યો છે. માધાપર ચોકડી તરફ તેની લંબાઈ 298 મીટર અને હોસ્પિટલ ચોક તરફ પણ 298 મીટર છે. રેલવે ટ્રેક ઉપરનો સ્પાન 36 મીટરનો છે, જે રેલવેના માર્ગદર્શન મુજબ ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ ફોર લેન બ્રિજનું લોકરોણ થવાથી હવે રાજકોટના લાખો વાહનચાલકોને ટ્રાફિકની ગંભીર સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે. આ પુલ રાજકોટ-જામનગર રોડ પર ટ્રાફિકની અવરજવરને સરળ બનાવશે અને પ્રવાસનો સમય ઘટાડશે. સાંઢિયા પુલમાં તમામ 120 ગર્ડર સફળતાપૂર્વક મુકાઈ ગયા આ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે 18 મહિનાનો સમયગાળો નિર્ધારિત કરવામાં આવ્યો હતો. રાજકોટ મનપા દ્વારા કામગીરી નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવા માટે પહેલાથી જ પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. આ માટે ભોમેશ્વર પાસેથી ડાઈવર્ઝન કાઢવામાં આવ્યું હતું. ત્યાંથી ચાલતા વાહનવ્યવહારમાં લોકોને ખૂબ મુશ્કેલીઓ પડતી હતી. જોકે સાંઢિયા પુલમાં તમામ 120 ગર્ડર સફળતાપૂર્વક મુકાઈ ગયા છે. ઉપરાંત, પુલ પર અન્ય સ્લેબ ભરવાની પ્રક્રિયા તેમજ સર્વિસ રોડ સહિતની તમામ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. આજે પદાધિકારીઓ દ્વારા ફાઇનલ વિઝીટ પણ કરી લેવામાં આવી છે. અને આજે નવનિર્મિત બ્રિજના લોકાર્પણની તારીખની પણ જાહેરાત કરવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકા દ્વારા જામનગર રોડ પર ભોમેશ્વર પાસે આવેલા 40 વર્ષથી વધુ જૂના સાંઢિયા પુલના સ્થાને 74.32 કરોડ રૂપિયાના ખર્ચે ફોર લેન ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. પ્રોજેક્ટમાં સૌથી મહત્વનો પડકાર રેલવે ટ્રેક પરના ભાગને તોડવાનો હતો કારણ કે, આ કામગીરી દરમિયાન રેલવે વ્યવહારને નુકસાન ન થાય અને સલામતી જળવાઈ રહે તે અત્યંત જરૂરી હતું. મનપા દ્વારા ત્રણ મહિનાની સઘન મથામણ અને વિવિધ ટેકનિકલ પ્રસ્તાવો રજૂ કર્યા બાદ રેલવેની મંજૂરી મળી હતી. અને રેલવે ટ્રેક પરનો ભાગ તોડવા માટે 'ડાયમંડ કટિંગ ટેકનોલોજી'નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    જૂની અદાવતમાં બાઇક સવારોને કારે ટક્કર મારી હત્યાનો પ્રયાસ.:માંગરોળમાં જૂની અદાવતમાં કાર વડે બાઇક સવારને કચડી હત્યાની કોશિશ, અકસ્માત સર્જી મોતને ઘાટ ઉતારવાનો ખતરનાક ખેલ CCTVમાં કેદ
    Next Article
    More Trouble For Abhishek Banerjee, Tripura Court Summons Him In 2021 Case

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment