Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રૂવાવી ગામમાં કાયમી તલાટી નિમણૂક માટે રજૂઆત:ઇન્ચાર્જ તલાટીથી વહીવટી કામો ખોરવાતા ડેલીગેટની માંગ

    1 day ago

    પાટણ તાલુકાના રૂવાવી ગામમાં કાયમી તલાટી-કમ-મંત્રીની નિમણૂક કરવા માટે જિલ્લા પંચાયત પ્રમુખ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. ઇન્ચાર્જ તલાટીના કારણે વહીવટી કામોમાં વિલંબ થતો હોવાથી ગ્રામજનોને મુશ્કેલી પડી રહી છે. રૂવાવી ગામમાં લાંબા સમયથી કાયમી તલાટીની જગ્યા ખાલી છે. હાલમાં ઇન્ચાર્જ તલાટીને વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. તેઓ અન્ય ગામોનો પણ હવાલો સંભાળતા હોવાથી અઠવાડિયામાં માત્ર એક કે બે દિવસ જ રૂવાવી ગામની મુલાકાત લઈ શકે છે. તલાટીની આ અનિયમિતતાના કારણે ગ્રામજનોને સામાન્ય વહીવટી કામો, દાખલા મેળવવા અને સરકારી યોજનાઓના લાભ લેવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ગ્રામજનોના હિત અને વહીવટી સુવિધા માટે કાયમી તલાટીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, પાટણ જિલ્લા પંચાયત ડેલીગેટ મનીષાબેન પટેલે જિલ્લા પંચાયત પ્રમુખને રૂબરૂ રજૂઆત કરી છે. તેમણે રૂવાવી ગામમાં વહેલી તકે કાયમી તલાટી-કમ-મંત્રીની નિમણૂક કરવા માટે સંબંધિત તંત્રને આદેશ આપવા માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    માથાભારે મહાવીરસિંહ ચોથા માળેથી પટકાયાના CCTV:GFના નંબર મામલે ઝઘડો થતા પોલીસ પહોંચતા જ ભાગ્યો, પગ લપસતા ફ્લેટમાંથી ખાબક્યો ને મોત મળ્યું
    Next Article
    ચીકુ - આંબાના બગીચાની આડમાં ગાંજાનું વાવેતર:રાજકોટના ત્રંબામાં ખેતરમાંથી રૂ.13 લાખની કિંમતનો 26 કિલો માદક પદાર્થ પકડાયો, ગાંજાનું વાવેતર કરતા ખેડૂતની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment