Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચીકુ - આંબાના બગીચાની આડમાં ગાંજાનું વાવેતર:રાજકોટના ત્રંબામાં ખેતરમાંથી રૂ.13 લાખની કિંમતનો 26 કિલો માદક પદાર્થ પકડાયો, ગાંજાનું વાવેતર કરતા ખેડૂતની ધરપકડ

    1 day ago

    રાજકોટ - ભાવનગર હાઇવે પર આવેલ ત્રંબા ગામની સીમમાં પિયુષ રૈયાણી નામના શખ્સે આંબા અને ચીકુના બગીચાની આડમાં ગાંજાનું વાવેતર કરી નાખ્યું હતું. જે અંગેની બાતમીના આધારે આજીડેમ પોલીસે દરોડો પાડતા ગાંજાના 37 છોડ મળી આવ્યા હતા. જેથી પોલીસે રૂ.13 લાખનો માદક પદાર્થ પકડી પાડ્યો હતો અને બાગનું સંચાલન કરતા આરોપી ખેડૂતની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ ACP ભાવેશ જાધવે જણાવ્યું હતું કે, આજીડેમ પોલીસ મથક વિસ્તારના ત્રંબા ગામમાં પિયુષ શંકરભાઈ રૈયાણીનું પોણા એક વીઘાનું ખેતર છે. જેમાં તેણે ચીકુ અને આંબાના ખેતરની વચ્ચે ગાંજાનું છોડનું વાવેતર કર્યુ હતુ. જે અંગેની બાતમી મળતા આજીડેમ પોલીસના સ્ટાફે ત્યાં રેડ પાડી અને NDPS એક્ટ મુજબનો ગૂનો દાખલ કરેલો છે. આ સાથે જ ગાંજાના છોડ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ બગીચામાં 37 છોડ હતા. જેનું 26 કિલો જેટલું વજન છે. આ ગાંજો 3 થી 6 મહિના પહેલા વાવવામાં આવ્યો હતો. હવે આજીડેમ અને આસપાસના ખેતરોમાં ચેકીંગ કરવામાં આવશે અને કોઈએ આ પ્રકારના ગાંજાના છોડનું વાવેતર કર્યુ હશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ખેતર માલિક કોણ છે? તે જાહેર થયું નથી અને ખેતર માલિક સામે ગૂનો દાખલ થશે કે નહીં તે બાબતે પણ જવાબ આપવાને બદલે ઇન્વેસ્ટિગેશન ઓફિસર આની તપાસ કરશે તેવું જણાવ્યું હતું. ત્રંબા ગામના શાંતિધામ સ્મશાનથી આગળ વાડી તરફ જવાના કાચા રસ્તે આવેલ બાબુભાઈ રૈયાણીની વાડીમાં પિયુષભાઈ રૈયાણીએ ગેરકાયદેસર રીતે નાર્કોટીકસ (માદકપદાર્થ) નું વાવેતર કર્યું છે તેવી ચોક્કસ બાતમી મળતાં આજીડેમ પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો. પોલીસની ટીમે વાડીમાં પ્રવેશ કરતા એક શખ્સ હાજર જોવા મળ્યો હતો. તેની પુછપરછ કરતા તેણે પોતાનું નામ પિયુષ શંભુ રૈયાણી (ઉ.વ.35)હોવાનું જણાવ્યુ હતુ. હતું. જે બાદ પોલીસે વાડી(ખેતર) બાબતે પુછતા તેના કાકા બાબુભાઇ રૈયાણીની વાડી આવેલી છે. જેમાં પોતે આંબા તથા ચીકુનો બગીચો ભાડેથી રાખેલો હોવાનુ જણાવ્યુ હતું. જે બાદ ખેતરમાં ગજાના વાવેતર બાબતે પુછતા પોતે અલગ અલગ ઝાડ – થડના ખામણામાં વચ્ચે છુટક-છુટક ગાંજાના છોડનું વાવેતર કરેલ હોવાનું જણાવ્યુ હતુ અને સેઢાની લગોલગ અલગ અલગ ખામણાઓ કરીને તેમાં અલગ અલગ ફળોના વૃક્ષો વાવેલા હતા. જે વાવેતરમાં તપાસ અલગ અલગ ખામણાઓમાં વાવેલા વૃક્ષોના થડની સાથે ગાંજાના છોડ વાવેલા જોવા મળ્યા હતા. જે અલગ અલગ ખામણાઓમાં વાવેલા કુલ 37 લીલા અણીદાર પાંદડા વાળા છોડનું વાવેતર કરેલું મળી આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    રૂવાવી ગામમાં કાયમી તલાટી નિમણૂક માટે રજૂઆત:ઇન્ચાર્જ તલાટીથી વહીવટી કામો ખોરવાતા ડેલીગેટની માંગ
    Next Article
    નવસારીમાં ગેરકાયદે ખનન પર કલેક્ટરની કાર્યવાહી:આમડપોરના નગીન ઓડને ₹8 કરોડથી વધુનો દંડ, 3 લાખ ટન ખનન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment