Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શોપિંગના બદલાતા ટ્રેન્ડ્સ: ભાવ, સુવિધા અને વેલ્યુ ફોર મની:ચા ઓછી અને કોફી વધુ પસંદ; ભારતીયોની થાળી અને બાસ્કેટ, બંને બદલાઈ રહ્યા છે

    1 day ago

    ભારતીય ગ્રાહકોની પસંદગી બદલાઈ રહી છે. એક તરફ લોકો ચોકલેટ, કોફી અને ઇન્સ્ટન્ટ ફૂડ પર વધુ ખર્ચ કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ કિંમત વધવાને કારણે સિગારેટનો વપરાશ ઘટાડી રહ્યા છે. ગ્રામીણ બજારોમાં ઓછી કિંમતના કારણે કેમ્પા ઝડપથી સ્થાન બનાવી રહી છે, જ્યારે પ્રીમિયમ બજારોમાં કોક અને પેપ્સીની પકડ જળવાઈ રહી છે. સિસ્ટમેટિક્સ રિસર્ચના ‘ચેનલ ચેક’ રિપોર્ટ અનુસાર આ વર્ષે કિંમત, સુવિધા અને ‘વેલ્યુ ફોર મની’ ખરીદીના સૌથી મોટા આધાર બની રહ્યા છે. 7 ઇન્ડિકેટર - ઉત્તર ભારતમાં ચોકલેટનું વેચાણ પશ્ચિમ અને પૂર્વીય રાજ્યોની સરખામણીમાં 4 ગણા વધુ ઝડપથી વધી રહ્યું છે 1. 10 રૂપિયાના બજારમાં કેમ્પાની પકડ મજબૂત - ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં 10 રૂપિયાવાળા કોલ્ડ ડ્રિંક સેગમેન્ટ પર કેમ્પાનો દબદબો વધી રહ્યો છે. આ બ્રાન્ડની માગ વાર્ષિક 40-50% વધી રહી છે. તેનો બજાર હિસ્સો 6-7% સુધી પહોંચી ગયો છે. 2. પ્રીમિયમ માર્કેટમાં કોક-પેપ્સીની ડિમાન્ડ - કોકા-કોલા અને પેપ્સીના કાર્બોનેટેડ ડ્રિંક્સની માગ વાર્ષિક 10-20%ના દરે વધી રહી છે. પ્રીમિયમ માર્કેટમાં વિતરકોને આ વર્ષે કેમ્પાની મોટી અસર અનુભવાઈ રહી નથી. 3. મેગીની ડિમાન્ડ તેજ, વેચાણ 20% સુધી વધ્યું - દેશમાં નૂડલ બ્રાન્ડ મેગીની ડિમાન્ડ વધી રહી છે. ઉત્તર ભારતમાં તેનું વેચાણ 15-20% વધી રહ્યું છે. પરંપરાગત મસાલા ફ્લેવર સાથે અન્ય વેરિઅન્ટ વેચાણ વધારવામાં મદદરૂપ સાબિત થઈ રહ્યા છે. 4. ચોકલેટ પર ખર્ચ વધવાના સ્પષ્ટ સંકેતો - ઉત્તર ભારતમાં ચોકલેટનું વેચાણ આ વર્ષે 35-40% સુધી વધી રહ્યું છે. પશ્ચિમ અને પૂર્વીય પ્રદેશોમાં પણ ચોકલેટની માગ બે આંકડામાં (10% થી વધુ) વધી રહી છે. રિપોર્ટ અનુસાર, ઘણા બજારોમાં ચા કરતાં વધુ ચોકલેટ વેચાઈ રહી છે. 5. ચાની જગ્યાએ કોફી નવી પસંદ બની - ઉત્તરી અને પૂર્વી ભારતમાં કોફીનું વેચાણ વાર્ષિક 15-20% અને પશ્ચિમ ભારતમાં 7-8% ના દરે વધી રહ્યું છે. આ ગ્રાહકોના ચામાંથી કોફી તરફ શિફ્ટ થવાનો સંકેત છે. 6. સિગારેટના ભાવ વધ્યા તો વપરાશ ઘટવા લાગ્યો - ફેબ્રુઆરી-માર્ચમાં ભાવ 25-35% વધ્યા પછી સિગારેટની માગ 5-6% ઘટી ગઈ છે. લોકો પૈસા બચાવવા માટે હવે ઓછી સિગારેટ પીવા લાગ્યા છે. આવી સ્થિતિમાં, કંપનીઓ કિંમત ઓછી રાખવા માટે ઓછી લંબાઈવાળી સિગારેટ લાવી રહી છે. 7. નકલી સિગારેટનો કારોબાર 25% સુધી પહોંચ્યો - રિપોર્ટ અનુસાર, દેશમાં ગેરકાયદેસર અને નકલી સિગારેટનું બજાર 20-25% સુધી પહોંચી ગયું છે. ભાવમાં ઝડપી વધારો થવાથી આ બિઝનેસને વધારાની વૃદ્ધિ મળી રહી છે.
    Click here to Read More
    Previous Article
    મેચમાં ફરી વરસાદ શરૂ થતા ઇનિંગ્સ શરૂ થવામાં વિલંબ:ઈન્ડિયા-A માટે પ્રભસિમરન, ગાયકવાડ અને તિલકની ફિફ્ટી; વૈભવ સૂર્યવંશીએ 22 બોલમાં 44 રન બનાવ્યા
    Next Article
    માથાભારે મહાવીરસિંહ ચોથા માળેથી પટકાયાના CCTV:GFના નંબર મામલે ઝઘડો થતા પોલીસ પહોંચતા જ ભાગ્યો, પગ લપસતા ફ્લેટમાંથી ખાબક્યો ને મોત મળ્યું

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment