Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેચમાં ફરી વરસાદ શરૂ થતા ઇનિંગ્સ શરૂ થવામાં વિલંબ:ઈન્ડિયા-A માટે પ્રભસિમરન, ગાયકવાડ અને તિલકની ફિફ્ટી; વૈભવ સૂર્યવંશીએ 22 બોલમાં 44 રન બનાવ્યા

    1 day ago

    ઈન્ડિયા-Aએ ટ્રાઈ નેશન વન-ડે સિરીઝની બીજી મેચમાં અફઘાનિસ્તાન-Aને જીતવા માટે 350 રનનો ટાર્ગેટ આપ્યો છે. ગુરુવારે દામ્બુલામાં અફઘાન ટીમે ટૉસ જીતીને બોલિંગ લીધી હતી. ઈન્ડિયા-Aએ 49 ઓવરમાં 9 વિકેટ પર 349 રન બનાવ્યા. વરસાદના કારણે બંને ઇનિંગ્સમાં એક-એક ઓવરનો ઘટાડો કર્યો છે. વરસાદના કારણે બીજી ઇનિંગ્સ શરૂ થવામાં વિલંબ થઈ રહ્યો છે. વૈભવ સૂર્યવંશીએ 22 બોલમાં 44 રન બનાવ્યા ઓપનર વૈભવ સૂર્યવંશીએ બોલર્સ ફ્રેન્ડલી કન્ડિશન્સમાં પ્રભસિમરન સિંહ સાથે ઝડપથી રન બનાવ્યા. બંનેએ 43 બોલમાં 74 રનની ઓપનિંગ પાર્ટનરશીપ કરી. 22 બોલમાં 44 રનના સ્કોર પર વૈભવ આઉટ થયા બાદ પ્રિયાંશ આર્યા (8 રન) પણ જલદી આઉટ થયો. આયુષ બદોની તો ખાતું પણ ખોલાવી શક્યો નહીં. 3 ભારતીય બેટર્સે ફિફ્ટી ફટકારી ભારતીય ટીમ તરફથી ઓપનર પ્રભસિમરન સિંહ (84 રન), ઋતુરાજ ગાયકવાડ (66 રન) અને તિલક વર્મા (66 રન)એ ફિફ્ટી ફટકારી. સૂર્યાંશ શેડગેએ 40 રન બનાવ્યા. અમરઝાઈએ 5 વિકેટ ઝડપી અફઘાનિસ્તાન તરફથી અબ્દુલ્લા અહમદઝઈએ 5 વિકેટ ઝડપી. ફરમાનુલ્લાહ સફીને 3 સફળતા મળી. એક વિકેટ કેપ્ટન ઇમરાન મીરને મળી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ઈન્ડિયા-A: વૈભવ સૂર્યવંશી, પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્ય, ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા (કેપ્ટન), આયુષ બદોની, સૂર્યાંશ શેડગે, અરશદ ખાન, વિપરાજ નિગમ, અનુકૂલ રોય, અંશુલ કમ્બોજ. અફઘાનિસ્તાન-A: ઇમરાન મીર (કેપ્ટન), હસન ઇસાખિલ, ખાલિદ તનિવાલ, ઇજાઝ અહેમદ અહેમદઝઈ, બહીર શાહ, ઇશાક રહીમી (વિકેટકીપર), ખલીલ ગુરબાઝ, ઝહીર ખાન, અબ્દુલ્લાહ અહેમદઝઈ, મોહમ્મદ ઇબ્રાહિમ અને ફરમનુલ્લાહ સફી.
    Click here to Read More
    Previous Article
    Anti-radicalisation cells, counselling: How UP varsities will curb ‘religious conversions’
    Next Article
    શોપિંગના બદલાતા ટ્રેન્ડ્સ: ભાવ, સુવિધા અને વેલ્યુ ફોર મની:ચા ઓછી અને કોફી વધુ પસંદ; ભારતીયોની થાળી અને બાસ્કેટ, બંને બદલાઈ રહ્યા છે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment