Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામા મસ્જિદમાં મૂર્તિઓ મળી આવી હોવાના વીડિયો અંગે તપાસની માગ:ટ્રસ્ટીઓ-મુસ્લિમ સમાજના આગેવાનોની કલેક્ટરને રજૂઆત, ખોટી માહિતી ફેલાવનાર સામે કાર્યવાહીની માગ

    एक दिन पहले

    ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના ભોંયરામાંથી પ્રાચીન મૂર્તિઓ મળી આવ્યાના દાવા અને તેના સંબંધિત વીડિયો-ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ વિવાદ સર્જાયો છે. આ મામલે આજે જામા મસ્જિદના ટ્રસ્ટીઓ અને મુસ્લિમ સમાજના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. તેઓએ વાયરલ સામગ્રી પ્રસારિત કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે. વાયરલ થયેલા ફોટા અને વીડિયોમાં જૈન તીર્થંકર મલ્લિનાથ સહિત હિન્દુ દેવી-દેવતાઓની પ્રાચીન મૂર્તિઓ મળી હોવાના દાવા કરવામાં આવ્યા હતા. આ ઘટનાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થતાં મામલો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો હતો. મુસ્લિમ સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા ફોટા અને વીડિયોની સત્યતા તેમજ હકીકત અંગે સરકારી તંત્ર અને પુરાતત્વ વિભાગ દ્વારા તપાસ થવી જોઈએ. કોઈ સત્તાવાર તપાસ પૂર્ણ થયા વિના ભ્રામક માહિતી ફેલાવવી અને ધાર્મિક ભાવનાઓને ઉશ્કેરવાનો પ્રયાસ ગંભીર બાબત છે. જામા મસ્જિદ ટ્રસ્ટ દ્વારા સ્પષ્ટપણે જણાવાયું છે કે, ભવિષ્યમાં પણ આ સ્થળ જામા મસ્જિદ તરીકે જ અસ્તિત્વમાં રહેશે. મસ્જિદની કાનૂની અને ધાર્મિક સ્થિતિ અંગે કોઈ શંકાને સ્થાન નથી. ટ્રસ્ટના પ્રતિનિધિઓએ ઉમેર્યું હતું કે, કેટલાક તત્વો સોશિયલ મીડિયા દ્વારા અફવાઓ ફેલાવી સમાજમાં અશાંતિ અને ભયનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ટ્રસ્ટીઓએ જિલ્લા કલેક્ટરને રજૂઆતમાં માંગ કરી હતી કે, વાયરલ થયેલા ફોટા અને વીડિયો અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે. તેમજ કોઈપણ પ્રકારની ખોટી માહિતી ફેલાવી કોમી સૌહાર્દને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. હાલમાં મૂર્તિઓની વાસ્તવિકતા, તેનો ઇતિહાસ અને તે સ્થળ સાથેનો સંબંધ સત્તાવાર તપાસનો વિષય છે. આ સમગ્ર મામલે હવે જિલ્લા વહીવટી તંત્ર, પુરાતત્વ વિભાગ અને કાયદો-વ્યવસ્થા જાળવનારી એજન્સીઓની કાર્યવાહી પર સૌની નજર મંડાઈ છે. વિવિધ સમાજોના આગેવાનો પણ શાંતિ અને સૌહાર્દ જાળવવાની અપીલ કરી રહ્યા છે. જેથી કોઈપણ પ્રકારની અફવા કે ગેરસમજના કારણે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ન બગડે.
    Click here to Read More
    Previous Article
    ધર્મ સગરે નેશનલ પેરા સ્વિમિંગમાં ગોલ્ડ સહિત 3 મેડલ જીત્યા:બેંગ્લોર ખાતે ગુજરાત અને સાબરકાંઠાનું ગૌરવ વધાર્યું
    Next Article
    IT payers, dead women receiving Gruha Lakshmi benefits: Karnataka to introduce biometric verification

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment