Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં મંત્રી, કલેક્ટર, મેયરે સ્વચ્છતા અભિયાનમાં શ્રમદાન કર્યું:નવલખી ફાટક વિસ્તારમાં મહાનગરપાલિકાનો વિશેષ કાર્યક્રમ યોજાયો

    15 hours ago

    મોરબી મહાનગરપાલિકા દ્વારા "સ્વચ્છ મોરબી - સુંદર મોરબી" સંકલ્પ હેઠળ નવલખી ફાટક વિસ્તારમાં વિશેષ સ્વચ્છતા અભિયાન અને શ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મંત્રી કાંતિલાલ અમૃતિયા, જિલ્લા કલેક્ટર સ્વપ્રિલ ખરે, મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શ્રમદાન કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. મંત્રી કાંતિલાલ અમૃતિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, શહેરમાં મંદિરોની સફાઈ, પ્લાસ્ટિક મુક્તિ અભિયાન અને ગટર સફાઈ જેવા વિવિધ સ્વચ્છતા કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ મોરબી શહેર તથા જિલ્લાના વિકાસ અને સ્વચ્છતા માટે સતત કાર્યરત છે. મંત્રીએ તમામ જનપ્રતિનિધિઓને પોતાની જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવવા અપીલ કરી હતી. જિલ્લા કલેક્ટર સ્વપ્રિલ ખરેએ માહિતી આપતા જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા 8 થી 20 જૂન દરમિયાન વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લાના શહેરો અને ગામડાઓમાં પણ સ્વચ્છતા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. કલેક્ટરે નાગરિકોને પોતાના વિસ્તારને સ્વચ્છ રાખવા અને સ્વચ્છતા ઝુંબેશમાં સક્રિયપણે જોડાવા અનુરોધ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પોલિટિક્સમાં નફરત નહીં ઈશ્કની એન્ટ્રી:સુપ્રીમ કોર્ટના પૂર્વ જજે બનાવી 'ઈશ્ક કરો પાર્ટી'; યુવાનોને પાર્ટીમાં જોડાવાની અપીલ કરી
    Next Article
    ચાંદલોડિયા ડિમોલિશન વિવાદ વકર્યો, સ્થાનિકોના ધરણા:40 વર્ષથી રહેતાં લોકોના ઘર તૂટતા બાળકો સહિતના રસ્તા પર; વૈકલ્પિક આવાસ ન મળતાં હાઇકોર્ટમાં જવાની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment