Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આહવામાં સામૂહિક સ્વચ્છતા અભિયાન:નાયબ મુખ્ય દંડક અને કલેક્ટરના નેતૃત્વમાં જન કલ્યાણ કાર્યક્રમો યોજાયા

    1 day ago

    ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે સામૂહિક સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. આ અભિયાન ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ અને જિલ્લા કલેક્ટર એન.ડી. પરમારના નેતૃત્વ હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘12 વર્ષ વિકાસનાં, વિશ્વાસનાં અને જન કલ્યાણનાં’ ઉજવણી કાર્યક્રમોની શ્રેણી અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, સખી મંડળની બહેનો અને સફાઈકર્મીઓએ ભાગ લીધો હતો. અભિયાનની શરૂઆત આહવા બસ સ્ટેન્ડથી થઈ હતી. ત્યારબાદ શહીદ સ્મારક, બેંક ઓફ બરોડા વિસ્તાર અને મુખ્ય માર્ગો પર સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અભિયાનમાં જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશભાઈ ગામીત, આહવા ગ્રામ પંચાયતના સરપંચ હરિચંદભાઈ ભોયે, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. તબીયાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી હિરલ પટેલ, હિસાબી અધિકારી આર.બી. ચૌધરી સહિતના અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો પણ જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ અને જિલ્લા કલેક્ટર એન.ડી. પરમારે જાતે ઝાડુ પકડી શ્રમદાન કર્યું હતું. ખુલ્લામાં પડેલો કચરો, પ્લાસ્ટિક અને સૂકા પાંદડાઓ એકત્ર કરીને તેનો યોગ્ય નિકાલ કરાયો હતો. શહીદ સ્મારક વિસ્તારમાં થયેલા દબાણો દૂર કરાવી સ્થળની સ્વચ્છતા જાળવવા પણ સૂચનાઓ અપાઈ હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર એન.ડી. પરમારે જણાવ્યું હતું કે, સ્વચ્છતા માત્ર સરકારની નહીં, પરંતુ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે. તેમણે ઉમેર્યું કે, સ્વચ્છતા આપણા જીવનનો અભિન્ન ભાગ બને અને દરેક વ્યક્તિ પોતાના આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવામાં યોગદાન આપે તે જરૂરી છે. કલેક્ટરે નાગરિકોને ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં સક્રિયપણે જોડાવા અપીલ કરી હતી. વેપારીઓને તેમની દુકાનોની આસપાસ સ્વચ્છતા જાળવવા અને ગંદકી ન ફેલાવવા માટે માર્ગદર્શન અપાયું હતું. સમગ્ર અભિયાન દરમિયાન સ્વચ્છતા અંગે જાગૃતિનો સકારાત્મક સંદેશ ફેલાયો હતો. કાર્યક્રમના અંતે સૌએ સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ ડાંગના નિર્માણ માટે સતત સહયોગ આપવાનો સંકલ્પ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મહિલાઓને હોમમેકર નહીં પણ રાષ્ટ્ર નિર્માતા કહો- સુપ્રીમ કોર્ટ:તેઓ પરિવારનો પાયો મજબૂત કરે છે, તેમના કામની કિંમત દર મહિને ₹30,000 જેટલી
    Next Article
    Man In Hyderabad Gets Wife Killed Over Sending Money To Her Parents

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment