Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દહાણુંબંધના એલાનને સજ્જડ પ્રતિસાદ:વેપારીઓએ સ્વયંભૂ પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને વિરોધ નોંધાવ્યો; મહિલા તસ્કરી નેટવર્કની તપાસની માંગ ઊઠી

    1 day ago

    ગુજરાતના છેવાડાના વલસાડ જિલ્લા અને તેને અડીને આવેલા મહારાષ્ટ્રના સરહદી વિસ્તારોની પાંચ જેટલી હિન્દુ અને જૈન સમાજની દીકરીઓને કથિત રીતે પ્રેમજાળમાં ફસાવી, તેમનું ધર્માંતરણ કરાવીને વિદેશ ભગાડી જવાના ત્રણથી વધુ કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા. ત્યાર બાદ ઉમરગામ નજીક આવેલા મહારાષ્ટ્રના બોરડી, પાલઘર અને દહાણું વિસ્તારમાં લવ જેહાદની આડમાં આંતરરાષ્ટ્રીય મહિલા તસ્કરી (વુમન ટ્રાફિકિંગ)નું મોટું નેટવર્ક સક્રિય હોવાનો પણ પર્દાફાશ થયો હતો. જેના પગલે દીકરીઓની સુરક્ષા સામે ઉઠેલા સવાલોને લઈને હિન્દુ સંગઠનો દ્વારા આજે મહારાષ્ટ્રના દહાણું વિસ્તારમાં 'બંધ'નું એલાન આપવામાં આવ્યું હતું જેને સજ્જડ પ્રતિસાદ મળ્યો હતો હિંદુ યુવતીઓનું ધર્માંતરણ કરાવીને વિદેશ ભગાડી જવાના ત્રણથી વધુ કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. આ ઘટનાઓને પગલે સ્થાનિક હિન્દુ સમાજમાં રોષ જોવા મળ્યો છે. આ કોઈ સામાન્ય પ્રેમ પ્રકરણ નહીં, પરંતુ યુવતીઓને વિદેશ સપ્લાય કરવાનું આંતરરાષ્ટ્રીય રેકેટ હોવાની આશંકા સેવાઈ રહી છે. આ ગંભીર કૃત્ય અને દીકરીઓની સુરક્ષા સામે ઉઠેલા સવાલોને લઈને હિન્દુ સંગઠનો દ્વારા આજે મહારાષ્ટ્રના દહાણું વિસ્તારમાં 'બંધ'નું એલાન આપવામાં આવ્યું હતું. સવારથી જ વેપારીઓએ સ્વયંભૂ પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને વિરોધ નોંધાવ્યો હતો. જેને પગલે હંમેશાં ગ્રાહકોથી ધમધમતી મુખ્ય બજારોમાં સન્નાટો છવાઈ ગયો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. વલસાડ જિલ્લાના હિન્દુ સંગઠનના આગેવાનો અને અગ્રણીઓએ આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરી જિલ્લા પોલીસવડા (SP)ને એક આવેદનપત્ર પાઠવ્યું છે. સંગઠનોએ ઉગ્ર માંગ કરી છે કે આ માત્ર સ્થાનિક ગુનો નથી, પરંતુ સ્ત્રીઓની તસ્કરીનું આંતરરાષ્ટ્રીય ષડયંત્ર છે. આ નેટવર્કનાં મૂળ ક્યાં સુધી જોડાયેલાં છે તેની તપાસ માટે ઉચ્ચસ્તરીય (હાઈ-લેવલ) તપાસ સમિતિની રચના કરવામાં આવે અને દોષિતો સામે કડક કાયદાકીય પગલાં ભરી દીકરીઓને ન્યાય અપાવવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    સિધ્ધરાજ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અપર્ણ:ધો.1 થી 10 ના વિદ્યાર્થીઓને નોટબુક, ચોપડા અપાયા
    Next Article
    શહેરમાં 59 સ્કૂલ વાહનોને ₹ 5.37 લાખનો દંડ:નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે આરટીઓનું સરપ્રાઈઝ ચેકિંગ, પરમિટ ભંગના સૌથી વધુ 43 કેસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment