Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરમાં 59 સ્કૂલ વાહનોને ₹ 5.37 લાખનો દંડ:નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે આરટીઓનું સરપ્રાઈઝ ચેકિંગ, પરમિટ ભંગના સૌથી વધુ 43 કેસ

    1 day ago

    વડોદરા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે જ સ્કૂલ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આજે 10 જૂને આરટીઓ વડોદરા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આ કાર્યવાહી અમલમાં મૂકવામાં આવી હતી. જેમાં 59 સ્કૂલ વાહનો સામે કાર્યવાહી કરી રૂપિયા 5.37 લાખની દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. 59 સ્કૂલ વાહન ચાલકને 5.37 લાખનો દંડ ફટકાર્યો આજે કરવામાં આવેલી કાર્યવાહીમાં એઆરટીઓ પી.આઈ. રાણાના નેતૃત્વ હેઠળ ત્રણ અલગ-અલગ ટીમ બનાવીને માંજલપુર, તરસાલી, અટલાદરા, ભાયલી, શેરખી, ગોત્રી સહિતના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન મોટર વાહન કાયદાના વિવિધ ભંગ બદલ 59 સ્કૂલ વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી અને તેમને 5,37,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. પરમિટ ભંગના 43 કેસ નોંધાયા સૌથી વધુ કાર્યવાહી પરમિટ ભંગના કેસમાં કરવામાં આવી હતી. આ કેટેગરીમાં 43 વાહન સામે 4,30,000 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. ઉપરાંત વીમા વગર, પીયુસી વગર, ડ્રાઇવિંગ લાઇસન્સ વગર તેમજ રોડ સેફ્ટી નિયમોના ભંગ માટે પણ સ્કૂલ વાહન ચાલકોને દંડ કરવામાં આવ્યા છે. વડોદરા આરટીઓની આ કાર્યવાહીથી વાલીઓ અને સ્કૂલ વ્યવસ્થાપનમાં જાગૃતિ વધે તેવી અપેક્ષા છે. અધિકારીઓએ જણાવ્યું કે વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને આવું સરપ્રાઈઝ ચેકિંગ અવારનવાર હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    દહાણુંબંધના એલાનને સજ્જડ પ્રતિસાદ:વેપારીઓએ સ્વયંભૂ પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને વિરોધ નોંધાવ્યો; મહિલા તસ્કરી નેટવર્કની તપાસની માંગ ઊઠી
    Next Article
    સર્વર બંધ થઈ જતા કરદાતાઓ કલાકો સુધી અટવાયા:વડોદરા મહાનગર પાલિકાની એડવાન્સ વેરા યોજનાના પ્રથમ જ દિવસે સર્વર ઠપ્પ થયું, લાંબા સમય સુધી લાઈનો જોવા મળી, અરજદારોમાં રોષ ફેલાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment