Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ ધારાસભ્યએ મુખ્યમંત્રીને રજૂઆત કરી:જિલ્લાના તળાવો, ચેકડેમો અને કેનાલોમાં પાણી છોડવા માંગ

    1 day ago

    બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. તેમણે બોટાદ જિલ્લાના તમામ તળાવો, ચેકડેમો ભરવા અને કેનાલોમાં પાણી છોડવાની માંગ કરી છે. ધારાસભ્યએ જણાવ્યું કે બોટાદ જિલ્લાના ખેડૂતોએ આગોતરું વાવેતર કર્યું છે. જોકે, વરસાદ મોડો આવવાને કારણે કિંમતી બિયારણ બળી જવાની શક્યતા છે. આ રજૂઆત સૌની યોજના અંતર્ગત કરવામાં આવી છે. જેમાં ગોમા ડેમ, કાનીયાડ ડેમ, ભીમડાદ ડેમ અને સુખભાદર ડેમ જેવા જળાશયોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, બોટાદનું કૃષ્ણસાગર તળાવ, તાજપર તળાવ, ઢાંકણીયા તળાવ, પીપળીયા ગામ તળાવ, ગોરડકા તળાવ, ઉગામેડી તળાવ, અડતાળા તળાવ, લાખણકા તળાવ, તતાણા તળાવ અને ટાટમ તળાવ સહિતના ચેકડેમો અને તળાવો ભરવા તથા તમામ કેનાલોમાં પાણી છોડવા વિનંતી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    Rajasthan BSTC Pre Deled Result 2026 LIVE Updates: Results out, download at predeledraj2026.com
    Next Article
    રાજકોટ ભાજપના નેતાની જમીન ખાલસા થશે:બક્ષીપંચ મોરચા પ્રમુખે કહ્યું - રૂ.7 કરોડની 9 વિઘા સાંથણીની જમીનનો પ્રીમિયમ ભર્યા વિના દસ્તાવેજ કર્યો તે મારી ભૂલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment