Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાંતીવાડા હાઇવે ફોરલેનિંગ: ખેડૂતો જમીન સંપાદનથી નારાજ:વધુ જમીન સંપાદનનો આરોપ, બજાર ભાવે વળતરની માંગ

    1 week ago

    બનાસકાંઠાના દાંતીવાડા તાલુકામાં દાંતીવાડાથી કુચાવાડા હાઇવેને ફોરલેન કરવાની કામગીરી સામે ખેડૂતોમાં નારાજગી પ્રવર્તી રહી છે. ખેડૂતોએ સરકાર પર જરૂરિયાત કરતાં વધુ જમીન સંપાદિત કરવાનો આરોપ લગાવ્યો છે. ખેડૂતોની મુખ્ય માંગ છે કે જમીન સંપાદન જરૂરિયાત મુજબ જ કરવામાં આવે અને જંત્રી ભાવને બદલે બજાર ભાવ મુજબ વળતર ચૂકવવામાં આવે. આ મુદ્દે ખેડૂતોએ સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે. મોટી સંખ્યામાં ખેડૂતો દાંતીવાડા ખાતે એકત્ર થયા હતા અને પોતાની માંગણીઓ રજૂ કરી હતી. તેમણે પ્રાંત મામલતદાર અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને તેમની માંગણીઓ સ્વીકારવા રજૂઆત કરી હતી. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનશે. આ અંગે ખેડૂત જોશી અશોકભાઈએ જણાવ્યું હતું કે, ચંડીસરથી કુચાવાડા સુધીના હાઇવે માટે સરકારે સિક્સ લેનનું સંપાદન કર્યું છે, જ્યારે રોડવેઝની મંજૂરી ફોર લેન માટેની છે. તેમણે માંગ કરી કે સંપાદન ફોર લેન પૂરતું સીમિત રાખવામાં આવે. જોશી અશોકભાઈએ વધુમાં જણાવ્યું કે, ખેડૂતો જંત્રી કિંમતને બદલે શહેરી વિસ્તારના ભાવ મુજબ વળતર ઈચ્છી રહ્યા છે. તેમણે ચેતવણી આપી કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો ચંડીસરથી કુચાવાડા સુધીના તમામ ખેડૂતો ભૂખ હડતાળ પર ઉતરશે.
    Click here to Read More
    Previous Article
    ટ્રાફિકની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે:રાજકોટનાં નવનિર્મિત સાંઢીયા પુલને ટૂંક સમયમાં ખુલ્લો મુકવા તૈયારી, સીએમ કે ડે. સીએમનાં હસ્તે લોકાર્પણ કરાશે : સ્ટે. ચેરમેન
    Next Article
    જામનગરમાં 35 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી નિધન:શાંતિનગરના અનિરુદ્ધસિંહ ગોહિલને છાતીમાં દુખાવો ઉપડ્યો, હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment