Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પુત્રની શાંતિ માટે પિતા બન્યો હત્યારો:હેરાન કરતી પુત્રવધૂ અને તેની માતાને ઘરે જઈ રહેંસી નાખી; પછી એ જ છરીથી પોતાના હાથ-પગ-ગળું કાપ્યા; હાલત ગંભીર

    1 सप्ताह पहले

    ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વ્હોરાવાડ અને કોઠી વિસ્તારમાં એક ચોંકાવનારી ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અહીં અલગ-અલગ મકાનોમાં રહેતી માતા અને પુત્રી પર પુત્રીના સસરાએ ચપ્પુ એ વડે ઘાતકી હુમલો કર્યો હતો, જેમાં ગંભીર ઈજાઓ થવાના પગલે માતા અને પુત્રી બંનેના કરુણ મોત નીપજ્યા છે. પોતાની પુત્રવધૂ અને વેવાણ પર હુમલો કર્યા બાદ સસરાએ પોતે પણ આપઘાતનો પ્રયાસ કરતાં તે પણ ગંભીર ઈજાગ્રસ્ત થયા છે અને હાલ ICUમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યાં છે. આ ઘાતકી હુમલાનું કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે, ત્યારે ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ડો.યુસુફ ઝનોરવાલાના પિતા ઝૈનુલ અબ્બાસ ઝનોરવાલાએ બંને હત્યાઓ કરી પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મૂજબ ભરૂચના વ્હોરવાડ કોઠી વિસ્તારમાં ડો.યુસુફ ઝનોરવાલાના પિતા ઝૈનુલ અબ્બાસ ઝનોરવાલાએ કોઈ અગમ્ય કારણોસર તેમની પુત્રવધૂ અલીફિયા યુસુફભાઈ ઝનોરવાલા અને પુત્રવધૂની માતા શહેનાઝબેન નમકવાલા ઉપર ચપ્પુ વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા છે. જ્યારે ઝૈનુલ ઝનોરવાલા એ પણ પોતાના પર હુમલો કરી આપઘાત કરવાની કોશીશ કરતા તે ગંભીર રીતે ઘાયલ થતા તેને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં આઇસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે.આ મામલે પોલીસના ઉપરી અધિકારીઓ પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. પહેલા પુત્રવધૂ ને અને બાદમાં વેવાણને પતાવી દીધી હત્યારા સસરા ઝૈનુલ અબ્બાસ ઝનોરવાલાએ પહેલા કોઠી વિસ્તારમાં રહેતી પોતાની પુત્રવધૂ અલીફિયાની ચપ્પુ વડે હત્યા કરી અને બાદમાં વ્હોરાવાડ રહેતી પુત્રવધૂની માતા (વેવાણ)શહેનાઝબેન નમકવાલાની હત્યા કરી એન એજ હથિયારથી પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હત્યારો સસરો ભરૂચ સિવિલમાં સારવાર હેઠળ પૂત્રવધૂ અને વેવાણની હત્યા કરનાર સસરા ઝૈનુલ અબ્બાસ ઝનોરવાલા હાલ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બંનેની હત્યા કરીને ઝૈનુલ અબ્બાસ ઝનોરવાલા પોતાના બંને હાથ, પગ અને ગળા પર છરી મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ડો.યુસુફ ઝનોરવાલા ખાનગી ક્લિનિક ચલાવે છે ડો.યુસુફ ઝનોરવાલા BHMSડિગ્રી ધરાવે છે, હોમિયોપેથી ડૉક્ટર છે અને ફેમિલી ફિઝિશિયન તરીકે કોઠી વિસ્તારમાં બુરહાની ક્લિનિક નામે ખાનગી હોસ્પિટલ ચલાવે છે. ડો.યુસુફ-અલીફિયાને સંતાનમાં બે દીકરીઓ છે.
    Click here to Read More
    Previous Article
    સોનગઢમાં મહિલાનો મૃતદેહ મળ્યો:ડમ્પ સાઈટ પાસે આવેલી ટેકરી પાસેથી મૃતદેહ મળતા પોલીસે તપાસ શરૂ કરી, હત્યા કરાયાની આશંકા
    Next Article
    AC અને LED TV બારોબર સસ્તામાં વેચી દીધા:વડોદરામાં વિજય સેલ્સના વેરહાઉસમાંથી 17 લાખ રૂપિયાની કિંમતના AC અને LED TV ગાયબ, ડિલિવરીના ટેમ્પો ડ્રાઇવર સામે પોલીસ ફરિયાદ, 2 આરોપીની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment