Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનગઢમાં મહિલાનો મૃતદેહ મળ્યો:ડમ્પ સાઈટ પાસે આવેલી ટેકરી પાસેથી મૃતદેહ મળતા પોલીસે તપાસ શરૂ કરી, હત્યા કરાયાની આશંકા

    1 week ago

    તાપી જિલ્લાના સોનગઢ ટાઉન વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ડમ્પ સાઇટ નજીક આવેલી એક ટેકરી પરથી ૩૯ વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં મહિલાની હત્યા થઈ હોવાનું જણાઈ રહ્યું છે.મૃતક મહિલાની ઓળખ મનિષાબેન ઉર્ફે ચકુ કેતનભાઈ રસિકભાઈ ધાનાણી (ઉ.વ. ૩૯) તરીકે થઈ છે. તેઓ મૂળ અમદાવાદના ઠક્કરબાપાનગરના રહેવાસી હતા અને હાલ સોનગઢના પીપળ ફળિયામાં રહેતા હતા. તેમનો મૃતદેહ ડમ્પ સાઇડની પશ્ચિમ દિશામાં આવેલી ટેકરી પરથી મળ્યો હતો. મૃતદેહના ગળે દુપટ્ટા વડે ટૂંપો આપેલો હોવાનું અને કપાળ તેમજ આંખ નીચેના ભાગે ઘસારાના નિશાન હોવાનું સામે આવ્યું છે.ફરિયાદી રામચંદ્ર ઉર્ફે ભયલું મનહરભાઈ કોંકણીએ પોલીસને જણાવ્યું કે મનિષાબેન સવારે કામ પર ગયા હતા, પરંતુ મોડે સુધી ઘરે પરત ફર્યા નહોતા. રાત્રિના સમયે ફરિયાદીના સાળા પરિક્ષિત શ્યામભાઈ કોંકણીએ મોબાઇલમાં ફોટો બતાવી પૂછપરછ કરતા આ ઘટના પ્રકાશમાં આવી હતી. ત્યારબાદ પરિવારજનો ઘટનાસ્થળે દોડી ગયા હતા, જ્યાં મહિલા મૃત હાલતમાં મળી આવી હતી. આ મામલે સોનગઢ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૩(૧) હેઠળ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સોનગઢ પોલીસના ઇન્સ્પેક્ટર દ્વારા ઘટનાની ગંભીર નોંધ લઈ આરોપીને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં જળાશયો, ખુલ્લા પ્લોટની સફાઈ:ચોમાસા પૂર્વે વહીવટી તંત્રની સ્વચ્છતા ઝુંબેશ
    Next Article
    પુત્રની શાંતિ માટે પિતા બન્યો હત્યારો:હેરાન કરતી પુત્રવધૂ અને તેની માતાને ઘરે જઈ રહેંસી નાખી; પછી એ જ છરીથી પોતાના હાથ-પગ-ગળું કાપ્યા; હાલત ગંભીર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment