Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉમરગામમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો:ભારે પવન સાથે વરસાદ, ગરમીથી રાહત; જનજીવન પ્રભાવિત

    2 days ago

    વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં બુધવારે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન સાથે વરસાદ વરસતા સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી, જેનાથી છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાઈ રહેલી અસહ્ય ગરમી અને બફારાથી લોકોને રાહત મળી હતી. વરસાદના કારણે રસ્તાઓ ભીના બન્યા હતા અને ભારે પવનને લીધે વાહનચાલકોને સાવધાની રાખવી પડી હતી. સવારના સમયે નોકરી-ધંધા માટે નીકળેલા લોકો તેમજ શાળાએ જતા વિદ્યાર્થીઓને વરસાદના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ઘણા વિદ્યાર્થીઓ રેઇનકોટ કે છત્રી વિના હોવાથી ભીંજાઈ ગયા હતા. વરસાદને કારણે બજારો અને મુખ્ય માર્ગો પર લોકોની અવરજવર થોડા સમય માટે ઘટી હતી. જોકે, આ પ્રિ-મોન્સૂન વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, કારણ કે તેનાથી ખેતી માટેની તૈયારીઓને ફાયદો થશે તેવી આશા છે. હવામાનમાં આવેલા આ અચાનક ફેરફારથી સમગ્ર ઉમરગામ પંથકમાં ઠંડક પ્રસરી હતી. વરસાદે ગરમીથી રાહત આપી હોવા છતાં, રોજિંદા કામકાજ અને શાળાકીય પ્રવૃત્તિઓ પર તેની અસર જોવા મળી હતી. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વાદળછાયું વાતાવરણ અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદના કોટેશ્વર રોડથી એરપોર્ટ વચ્ચે મેટ્રો દોડશે:6 કિમીના નવા ફેઝને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, 1 અંડરગ્રાઉન્ડ સહિત પાંચ સ્ટેશન બનશે; મેટ્રો નેટવર્કની લંબાઈ વધીને 78 કિમી થશે
    Next Article
    પારડીના સરોધીમાં SOGની રેડ:₹37 લાખથી વધુના 18 ગાંજાના છોડ ઝડપાયા, એકની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment