Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદના કોટેશ્વર રોડથી એરપોર્ટ વચ્ચે મેટ્રો દોડશે:6 કિમીના નવા ફેઝને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, 1 અંડરગ્રાઉન્ડ સહિત પાંચ સ્ટેશન બનશે; મેટ્રો નેટવર્કની લંબાઈ વધીને 78 કિમી થશે

    2 days ago

    અમદાવાદમાં વર્ષ 2030માં યોજાનારા કોમનવેલ્થ ગેમ્સ પહેલા અમદાવાદ મેટ્રોલના ફેઝ-2Aને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં ફેઝ 2(A)ને મંજૂરી આપી દીધી છે. કોટેશ્વર રોડથી એરપોર્ટ સુધીના આ ફેઝની લંબાઈ 6 કિમીની હશે. જેમાં 4 એલિવેટેડ અને એક અંડરગ્રાઉન્ડ સ્ટેશન હશે. ફેઝ 2(A) કાર્યરત થતાં, અમદાવાદ-ગાંધીનગર પાસે 77.63 કિમીનું સક્રિય મેટ્રો રેલ નેટવર્ક હશે. ફેઝ 2(A) કોરિડોરમાં સ્ટેશનોના નામ - આશ્રમ રોડ, કોટેશ્વર પ્રાચીન મંદિર, સાબરમતી રિવર, સરદાર નગર અને એરપોર્ટ છે.આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 2,168 કરોડ છે. મંજૂર થયેલા કોરિડોરનો રૂટ આજે જે મંજૂર થયો છે, તે કોટેશ્વરથી લઈને એરપોર્ટ સુધીનો કોરિડોર છે.આશ્રમ રોડ, કોટેશ્વર પ્રાચીન મંદિર, સાબરમતી, સરદાર નગર અને એરપોર્ટ. આમાં પાંચ સ્ટેશન હશે અને આ આખો રૂટ 6 કિલોમીટરનો છે. નવો ફેઝ કાર્યરત થતા એરપોર્ટ સુધી કેનેક્ટિવિટી મળશે અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટના ફેઝ 2(A)માં આશરે 6.032 કિમીના નવા મેટ્રો કોરિડોરના વિકાસની પરિકલ્પના કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય એરપોર્ટ સુધી અવિરત કનેક્ટિવિટી પ્રદાન કરીને અને હાલમાં કાર્યક્ષમ પરિવહન સુવિધાનો અભાવ ધરાવતા મુખ્ય રહેણાંક અને વ્યાપારી વિસ્તારોને જોડીને જાહેર પરિવહનને નોંધપાત્ર રીતે વધારવાનો છે. આ તબક્કાનો ઉદ્દેશ્ય હાલના અમદાવાદ-ગાંધીનગર કોરિડોર સાથે રહેણાંક અને વ્યાપારી હબ સહિતના મુખ્ય વિસ્તારોને સીમલેસ રીતે સંકલિત કરવાનો છે. વધુમાં, વર્લ્ડ પોલીસ ગેમ્સ 2029 અને કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે આસપાસના વિસ્તારમાં રમતગમતની સુવિધાઓ પણ વિકસાવવામાં આવે તેવી શક્યતા છે.આ મહત્વપૂર્ણ વિસ્તારોને મેટ્રો નેટવર્ક સાથે જોડીને, ફેઝ 2(A) માત્ર કનેક્ટિવિટીમાં જ વધારો નહીં કરે પરંતુ આર્થિક પ્રવૃત્તિઓ, પ્રવાસન અને સ્થાનિક રહેવાસીઓ તેમજ મુલાકાતીઓ બંને માટે શહેરી ગતિશીલતાને સરળ બનાવશે. શહેરીજનોને ટ્રાફિક્માં રાહત મળશે મેટ્રો રેલ એક કાર્યક્ષમ વૈકલ્પિક માર્ગ પરિવહન તરીકે અને એરપોર્ટ સુધી મેટ્રો રેલ નેટવર્કના વિસ્તરણ તરીકે ફેઝ 2(A) સાથે, અમદાવાદની અંદર ખાસ કરીને પ્રભાવશાળી સાબિત થશે. રોડ ટ્રાફિકમાં ઘટાડો થવાથી વાહનોની અવરજવર સરળ બની શકે છે, મુસાફરીના સમયમાં ઘટાડો થઈ શકે છે, એકંદર માર્ગ સુરક્ષામાં વધારો થઈ શકે છે. મુસાફરીના સમયમાં ઘટાડો અને એરપોર્ટ, રેલવે સ્ટેશનો અને બસ ડેપો જેવા શહેરના વિવિધ ભાગોમાં સુધારેલી પહોંચ વ્યક્તિઓને તેમના કાર્યસ્થળો અને ગંતવ્ય સ્થાનો પર વધુ કાર્યક્ષમ રીતે પહોંચવાની મંજૂરી આપીને ઉત્પાદકતામાં વધારો કરી શકે છે. ઉપરાંત, ઉન્નત કનેક્ટિવિટી સ્થાનિક વ્યવસાયોને પ્રોત્સાહિત કરી શકે છે, ખાસ કરીને નવા મેટ્રો સ્ટેશનો નજીકના વિસ્તારોમાં, જે અગાઉ ઓછા સુલભ પ્રદેશોમાં રોકાણ અને વિકાસને પણ આકર્ષિત કરી શકે છે. અમદાવાદમાં રિંગરોડની માફક મેટ્રોનો સર્કયુલર રૂટ બનાવવાનું આયોજન ઈસ્ટ-વેસ્ટ, નોર્થ-સાઉથ કોરિડોર અને ગાંધીનગર સુધી પહોંચ્યા બાદ મેટ્રોનો હવે ત્રીજો ફેઝ વધુ વિસ્તરશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન શહેરનાં ત્રણ નવા અને ખૂબ જ મહત્ત્વપૂર્ણ કોરિડોર માટે ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર) બનાવડાવી રહી છે. 1) થલતેજ ગામથી ગોધાવી મેટ્રો થલતેજ ગામ સુધી પહોંચી ચૂકી છે. અહીંથી હવે તે શહેરના દક્ષિણ ભાગમાં ઝડપી ગતિએ વિકસી રહેલા રહેલા બોપલ, શેલા, શીલજ જેવા વિસ્તારોને કવર કરી ગોધાવી સુધી જશે.ડીપીઆર બન્યા પછી 2030-31 સુધી ત્રીજો ફેઝ પૂરો કરવાનો પ્લાન 2) શીલજ સર્કલથી સનાથલ આ કોરિડોર નવા ડેવલપ થઈ રહેલારહેણાક વિસ્તારને ઔદ્યોગિક વિસ્તાર સનાથલ સાથે જોડશે. તેનાથી નોકરિયાતો અને ઇન્ડસ્ટ્રીમાં કામ કરનારા લોકોનેસરળતાથી કનેક્ટિવિટી મળશે. 3) RTO-જીવરાજ-નારોલ-મેમ્કો આ સૌથી લાંબો અને મહત્ત્વપૂર્ણ રૂટ હશે. તે આરટીઓથી જીવરાજ પાર્ક, જીવરાજ પાર્કથી નારોલ અને નારોલથી મેમ્કોને જોડશે. તેનાથી આખા શહેરના મધ્યમાં મેટ્રો રૂટની એક રિંગ બની જશે. તેનાથી શહેરના મધ્યમાં ટ્રાફિકનો ભાર ઓછો થશે અને હજારો લોકોને ટ્રાન્સપોર્ટેશનનો સસ્તો વિકલ્પ મળશે.
    Click here to Read More
    Previous Article
    નરેન્દ્ર મોદીનો PM તરીકે 4399 દિવસનો કાર્યકાળ:નેહરુનો રેકોર્ડ તૂટ્યો, કેબિનેટે તાળીઓ પાડીને મીટિંગમાં સ્વાગત કર્યું; થોડીવારમાં NDAની બેઠક
    Next Article
    ઉમરગામમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો:ભારે પવન સાથે વરસાદ, ગરમીથી રાહત; જનજીવન પ્રભાવિત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment