Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંત્રી રિવાબા જાડેજા રાસ-ગરબા રમ્યા:જામનગરના ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરે ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો

    2 days ago

    રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ જામનગરના ગાંધીનગર વિસ્તારમાં આવેલા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરે આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી હતી. પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં તેમણે મહિલાઓ સાથે રાસ-ગરબા રમ્યા હતા. સ્થાનિક મહિલા સત્સંગ મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમણે ભગવાન ઇન્દ્રેશ્વર મહાદેવનું પૂજન-અર્ચન કર્યું હતું અને રાજ્યની સુખ, શાંતિ તથા સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. આ ધાર્મિક પ્રસંગે ઉપસ્થિત મહિલા ભક્તો સાથે રિવાબા જાડેજા પણ રાસ-ગરબાની રમઝટમાં જોડાયા હતા. આ દરમિયાન મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. આ તકે મહિલા મંડળ દ્વારા મંત્રીનું ગુલાલ લગાવીને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલા ભક્તો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ પ્લેનક્રેશને એક વર્ષ પૂર્ણ:વીડિયો બનાવનાર ચશ્મદીદ આર્યન અને નીલમ અસારી આજે પણ ડર અનુભવે છે
    Next Article
    પીએમ મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થતા સેવાકાર્ય:શહેર ભાજપે મહાપુરુષોની પ્રતિમાની સાફ-સફાઈ કરી, પુષ્પાંજલિનો વિશેષ કાર્યક્રમ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment