Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આશા પારેખને રિવિલિંગ ડ્રેસ પહેરવાનું કહેવામાં આવ્યું હતું:ડિરેક્ટર પર ભડકતા કહ્યું- શું તમારી દીકરીને આ કોસ્ચ્યુમ ગમશે?

    1 week ago

    વેટરન એક્ટ્રેસ આશા પારેખે તાજેતરમાં જણાવ્યું કે એક ફિલ્મનાં ડાન્સ નંબર માટે તેને રિવિલિંગ કોસ્ચ્યુમ પહેરવાનું સૂચન કરવામાં આવ્યું હતું, જેનો તેણે વિરોધ કર્યો હતો. ફિલ્મ ‘પેડ્ડી’માં જ્હાનવી કપૂરના પ્રેઝન્ટેશનને લઈને ચર્ચા ચાલી રહી છે. ફિલ્મમાં જ્હાનવીના પાત્રને કેમેરાના કેટલાક એંગલ અને ક્લોઝ-અપ શોટ્સ દ્વારા ઓબ્જેક્ટિફાય કરવામાં આવ્યા હોવાના આરોપો વચ્ચે આશા પારેખ અને જયા બચ્ચને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓની રજૂઆતને લઈને પોતાના અનુભવો શેર કર્યા. ‘ડેક્કન ક્રોનિકલ’ને આપેલા ઇન્ટરવ્યુમાં આશા પારેખે જણાવ્યું, "મને યાદ છે, એકવાર એક ડિરેક્ટરે મને એક ડાન્સ નંબર માટે ખૂબ જ રિવિલિંગ ડ્રેસ પહેરવાનું કહ્યું હતું. મેં તેમની આંખોમાં જોઈને પૂછ્યું, 'જો તમારી દીકરી આ ડ્રેસ પહેરે તો શું તમને સારું લાગશે?' આ પછી તે ડ્રેસ ચૂપચાપ હટાવી દેવામાં આવ્યો." આશા પારેખે આગળ કહ્યું, "આજની હિરોઈનો ખૂબ જ સુંદર છે. તેમને પોતાને આ રીતે બતાવવાની કોઈ જરૂર નથી. જુઓ, સંજય લીલા ભણસાલી પોતાની હિરોઈનોને કેટલી સુંદરતાથી રજૂ કરે છે. તેમની ફિલ્મોમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગે છે. પરંતુ બીજા કેટલાક ડિરેક્ટર તે જ એક્ટ્રેસને અલગ રીતે બતાવે છે અને તેમનો ખોટો ફાયદો ઉઠાવે છે." એક ડિરેક્ટરે જયાને ઑબ્જેક્ટિફાય કરી હતી જયા બચ્ચને કહ્યું કે તેમની સાથે કોઈએ પણ સીમાઓ ઓળંગવાનો પ્રયાસ કર્યો નથી. તેમણે જણાવ્યું કે ફક્ત એક જ વાર તેમને કોઈ ડિરેક્ટરે ઑબ્જેક્ટિફાય કરી હતી, જેના પછી તેમણે તે ફિલ્મમેકર સાથે ફરીથી કામ કર્યું ન હતું. તો, કરીનાએ કહ્યું, "પડદા પર આકર્ષક દેખાવાનો અર્થ નાના કે રિવિલિંગ કપડાં પહેરવાનો નથી. કોઈ એક્ટ્રેસને ફક્ત તેના શરીર દ્વારા બતાવવી પણ જરૂરી નથી." તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘પેડ્ડી’ના કેટલાક દ્રશ્યોને લઈને સોશિયલ મીડિયા પર ટીકા થઈ હતી, ત્યારબાદ ડિરેક્ટર બુચ્ચી બાબુ સનાએ દર્શકોની માફી માંગી અને વિવાદાસ્પદ દ્રશ્યો હટાવી દેવામાં આવ્યા.
    Click here to Read More
    Previous Article
    ‘Visitors find it unpleasant’: Varanasi to push meat shops out of city; SP asks: Why not liquor?
    Next Article
    'બિરયાનીના 370 વસૂલીશ' કહેનાર વ્યક્તિની નોકરી ગઈ:કોમેડિયન પ્રાણિત મોરેના શોની ક્લિપ વાઇરલ થયા પછી કંપનીની કાર્યવાહી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment