Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિદ્યેશ્વર મંદિરે અધિક માસમાં વિષ્ણુ પુરાણ કથા:ત્રિવેદી પરિવારે સ્વજનોની શાંતિ અને વિશ્વ કલ્યાણ માટે આયોજન કર્યું

    1 day ago

    ભાવનગરના વિદ્યાનગર વિસ્તારમાં આવેલા વિદ્યેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર અધિક માસ નિમિત્તે સાત દિવસીય 'શ્રી વિષ્ણુ પુરાણ કથા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક મહોત્સવ 1 જૂનથી શરૂ થઈને 7 જૂને સંપન્ન થયો હતો. કથાનો સમય દરરોજ સાંજે 4 થી 6 વાગ્યાનો હતો. આ વિષ્ણુ પુરાણ કથાના મુખ્ય આયોજક ડૉ. પ્રતીક્ષાબેન ત્રિવેદી અને તેમનો સમગ્ર પરિવાર હતો. અધિક માસમાં ભગવાન વિષ્ણુની આરાધનાનું વિશેષ મહત્વ હોવાથી, પરિવારે કૈલાશવાસી સ્વજનોના આત્માની શાંતિ અને વિશ્વ કલ્યાણની ભાવના સાથે આ દિવ્ય કથાનું આયોજન કર્યું હતું. વિદ્યેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાયેલી આ કથાનું રસપાન કથાકાર ભાવેશબાપુ દ્વારા કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી કૃષ્ણેશ્વર મહાદેવ મંદિરના મહંત શ્રી જીતેન્દ્રગીરી બાપુ (લાલાબાપુ), રોનકગીરી બાપુ, શૈલેષગીરી બાપુ, મુકેશગીરી બાપુ, પ્રવિણગીરી બાપુ, વિજયગીરી બાપુ સહિત શ્રી કૃષ્ણેશ્વર મહાદેવ મંદિર પરિવારના સભ્યો અને અન્ય મહંતો પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ વિસ્તારના અનેક રહીશોએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વિષ્ણુ પુરાણ કથાનું શ્રવણ કર્યું હતું. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ડૉ. પ્રતીક્ષાબેન ત્રિવેદી અને તેમના સમગ્ર ત્રિવેદી પરિવાર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    અદાણી એનર્જી સૌથી મોટી સ્માર્ટ મીટર કંપની બની:₹3,050 કરોડમાં ઇન્ટેલિસ્ટમાર્ટ ખરીદી, હવે કંપની પાસે 4.7 કરોડ સ્માર્ટ મીટરનો પોર્ટફોલિયો હશે
    Next Article
    આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી:આગામી બે દિવસ ગરમીનો પારો યથાવત, 42 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ; 16 રાજ્યોમાં મોનસૂનની એન્ટ્રી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment