Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી:આગામી બે દિવસ ગરમીનો પારો યથાવત, 42 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ; 16 રાજ્યોમાં મોનસૂનની એન્ટ્રી

    1 day ago

    દેશના 16 રાજ્યોમાં મોનસૂનની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે, ત્યારે ગુજરાતમાં પણ દક્ષિણ ગુજરાતમાં આજે 1દ જૂને વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 13 જૂનથી રાજ્યમાં વિધિવત વરસાદી માહોલ જામવાની શક્યતા છે. જો કે, આ પહેલાં આગામી બે દિવસ સુધી ગરમીનો પારો યથાવત રહેશે. જ્યારે 42 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર નોંધાયું છે. આમ, રાજ્યભરમાં એક તરફ અસહ્ય ઉકળાટ અને બીજી તરફ ચોમાસાના આગમનની આતુરતા વચ્ચે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. આગામી દિવસોમાં ગરમીનો પારો યથાવત રહેવાની સંભાવના હવામાન વિજ્ઞાન વિભાગના જણાવ્યા અનુસાર, સમગ્ર ગુજરાત રાજ્ય, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં આગામી સાત દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. હાલમાં નીચલા સ્તરે દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમી પવન ફૂંકાઈ રહ્યા છે અને આગામી દિવસોમાં ગરમીનો પારો યથાવત રહેવાની સંભાવના છે. જો કે, રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળી શકે છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે કોઈ પણ પ્રકારની ગંભીર હવામાન ચેતવણી જાહેર કરી નથી. દક્ષિણ ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે આગાહી મુજબ, આગામી 3 દિવસ એટલે કે 13 જૂનની સવાર સુધી દક્ષિણ ગુજરાતના માત્ર ગણતરીના જિલ્લાઓ જેમ કે ડાંગ, તાપી, નવસારી અને વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહેશે. 13 જૂનથી વરસાદી માહોલ જામશે ત્યારબાદ, 13 જૂનથી વરસાદનો વ્યાપ વધશે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓ અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર; દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલી અને સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. તો ઉત્તર ગુજરાત પ્રદેશના બાકીના જિલ્લાઓ અને સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવમાં શુષ્ક હવામાન રહેવાની શક્યતા છે. 14થી 15 જૂન સુધીમાં ઉત્તર ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે, જેમ કે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર; દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલી અને સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાત પ્રદેશના બાકીના જિલ્લાઓ અને સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવમાં શુષ્ક હવામાન રહેવાની શક્યતા છે. રાજ્યના બાકીના ભાગોમાં હાલ પૂરતું સૂકું હવામાન હવામાન વિભાગે જણાવ્યું છે કે, આ વરસાદ મુખ્યત્વે નીચલા સ્તરે ફૂંકાતા દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમી પવનોને કારણે થશે, તેમજ 11 જૂનથી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રમાં સક્રિય થનારું નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આગામી પરિસ્થિતિ પર અસર કરી શકે છે. 16થી 18 જૂન દરમિયાનના હવામાન આઉટલુકમાં કોઈ મોટા ફેરફારની આશા નથી, જેથી રાજ્યના બાકીના ભાગોમાં હાલ પૂરતું સૂકું હવામાન જળવાઈ રહેશે. અમદાવાદમાં ગરમી-બફારનું પ્રમાણ પણ યથાવત્ રહેવાની શકયતા તાપમાનની વાત કરીએ તો, અમદાવાદમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 1.1 ડિગ્રી વધુ છે. આગામી દિવસોમાં પણ અમદાવાદમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે અને મહત્તમ તાપમાન 42 ડિગ્રીની આસપાસ જ જળવાઈ રહેશે. અમદાવાદમાં ચોમાસાની રાહ જોતા લોકોને હજુ ગરમીમાંથી રાહત મળે તેવા સંકેત દેખાતા નથી. અઠવાડિયા સુધી અમદાવાદમાં ગરમી 42 ડિગ્રી આસપાસ રહેશે તેમજ બફારનું પ્રમાણ પણ યથાવત્ રહેવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ચોમાસાની રાષ્ટ્રીય સ્થિતિ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. તે મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશના કેટલાક વધુ ભાગો અને તેલંગાણાના કેટલાક વિસ્તારોમાં પ્રવેશી ચૂક્યું છે. આગામી 2થી 3 દિવસમાં ચોમાસું બાકીના ભાગો, છત્તીસગઢ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ તરફ આગળ વધે તે માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. હાલમાં ગુજરાતના નીચલા સ્તરે મુખ્યત્વે દક્ષિણ-પશ્ચિમીથી પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે. આ પણ વાંચો યુપી-બિહારમાં વાવાઝોડા સાથે વરસાદ, 100 જગ્યાએ વૃક્ષો-પોલ ઉખડી ગયા મોનસૂને કેરળમાં દસ્તક આપ્યાના 6 દિવસમાં પૂર્વોત્તરના તમામ રાજ્યોને આવરી લીધા છે. મંગળવારે તે મિઝોરમ, મેઘાલય, સિક્કિમ અને પશ્ચિમ બંગાળ પહોંચ્યો. અત્યાર સુધીમાં 16 રાજ્યોમાં મોનસૂનની એન્ટ્રી થઈ ચૂકી છે. ગુજરાત સિવાયના બાકીના તમામ રાજ્યોમાં પ્રી-મોનસૂનની અસર છે. બિહારમાં મંગળવારે 10 જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ થયો. બેગુસરાયમાં એક ઓટો પર થાંભલો પડી ગયો. ઉત્તર પ્રદેશના ઇટાવામાં ભારે વાવાઝોડા સાથે વરસાદ થયો. 100 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું પણ ફૂંકાયું. આ દરમિયાન 100 થી વધુ જગ્યાએ વૃક્ષો-થાંભલા પડી ગયા. મહારાષ્ટ્રના નવી મુંબઈમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થતાં 5 કાર કાટમાળમાં દબાઈ ગઈ. પવને MIDC વિસ્તારમાં ટેકરીનો એક મોટો ભાગ ધસી પડ્યો હતો. આ તરફ, રાજસ્થાનના અલવરમાં રેતીનું વાવાઝોડું ઉઠ્યું. મધ્ય પ્રદેશના 26 શહેરોમાં મહત્તમ તાપમાન 40°C થી વધુ રહ્યું. દિલ્હીમાં પાલમમાં 111 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું ફૂંકાયું. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    વિદ્યેશ્વર મંદિરે અધિક માસમાં વિષ્ણુ પુરાણ કથા:ત્રિવેદી પરિવારે સ્વજનોની શાંતિ અને વિશ્વ કલ્યાણ માટે આયોજન કર્યું
    Next Article
    ગુજરાત બોર્ડની 11થી 20 જૂન સુધી પૂરક પરીક્ષા:88 બિલ્ડિંગ ને 24 હજારથી વધુ વિદ્યાર્થીઓ, સેન્ટર પર આરોગ્યની ટીમ તૈનાત રહેશે; અમદાવાદ DEOનો એક્શન પ્લાન તૈયાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment