Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુદ્ધ ફરી શરૂઃ અમેરિકાની ઈરાન પર એરસ્ટ્રાઇક:હેલિકોપ્ટર તોડી પાડવાના બદલામાં હુમલો; જવાબમાં ઈરાને બહેરીનમાં અમેરિકી બેઝ પર હુમલો કર્યો

    1 week ago

    અમેરિકી સેનાએ મંગળવારે રાત્રે ઈરાન પર હવાઈ હુમલા કર્યા. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ કહ્યું કે આ કાર્યવાહી હોર્મુઝ સ્ટ્રેટ પાસે અમેરિકી અપાચે હેલિકોપ્ટર તોડી પાડવાના જવાબમાં કરવામાં આવી હતી. આ પહેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે પેટ્રોલિંગ કરી રહેલા અમેરિકી AH-64 અપાચે હેલિકોપ્ટરને ઈરાને તોડી પાડ્યું હતું. જોકે, તેમણે કહ્યું કે બંને પાયલટ સુરક્ષિત છે. ટ્રમ્પે લખ્યું, “અમેરિકાએ આ હુમલાનો જવાબ આપવો જ પડશે. ”બીજી તરફ, ઈરાનની રેવોલ્યુશનરી ગાર્ડ (IRGC) એ દાવો કર્યો છે કે તેણે જવાબી કાર્યવાહીમાં બહેરીનમાં સ્થિત અમેરિકી સૈન્ય ઠેકાણા અને અમેરિકી નૌકાદળના ફિફ્થ ફ્લીટ મુખ્યાલયને ડ્રોનથી નિશાન બનાવ્યા હતા. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું કે ઈરાની સેના દરેક હુમલાનો જવાબ આપશે. તેમણે અમેરિકાને ચેતવણી આપતા કહ્યું, “જો સુરક્ષિત રહેવા માંગતા હો તો અમારો વિસ્તાર છોડી દો.” જોકે, હેલિકોપ્ટર દુર્ઘટના અંગે અલગ-અલગ દાવાઓ છે. એક અમેરિકી અધિકારીના જણાવ્યા અનુસાર, અપાચે હેલિકોપ્ટર એક ઈરાની ડ્રોન સાથે અથડાયા બાદ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ઘટનાની તપાસ ચાલુ છે. છેલ્લા 24 કલાકના 5 મોટા અપડેટ્સ… 1. અમેરિકાએ ઈરાન પર હવાઈ હુમલા કર્યા: હોર્મુઝ સ્ટ્રેટ પાસે અમેરિકી અપાચે હેલિકોપ્ટર પડ્યા બાદ અમેરિકાએ ઈરાન પર જવાબી હુમલા કર્યા. ટ્રમ્પે આરોપ લગાવ્યો કે હેલિકોપ્ટર ઈરાને પાડ્યું હતું, જ્યારે તેહરાને દરેક હુમલાનો જવાબ આપવાની ચેતવણી આપી. 2. ટ્રમ્પે કહ્યું- 2 અઠવાડિયામાં ઈરાન પર ‘સંપૂર્ણ જીત’ની જાહેરાત કરશે: રિપબ્લિકન રેલીમાં ટ્રમ્પે દાવો કર્યો કે અમેરિકા ઈરાન વિરુદ્ધ આગળ છે અને આગામી બે અઠવાડિયામાં "ટોટલ વિક્ટરી" (સંપૂર્ણ વિજય) જાહેર કરશે. તેમણે કહ્યું કે આનાથી તેલની કિંમતો પણ નીચે આવશે. 3. ઇઝરાયલની ચેતવણી- જરૂર પડ્યે ફરી હુમલો કરશે: ઇઝરાયલી સેના પ્રમુખ એયાલ જામિરે કહ્યું કે તાજેતરનું ઓપરેશન માત્ર શરૂઆત હતી. જરૂર પડ્યે ઇઝરાયલ ઇરાન પર વધુ મોટા હુમલા કરવા તૈયાર છે. 4. ટ્રમ્પ-નેતન્યાહુના સંબંધોમાં વધ્યું અંતર: ઇરાન-ઇઝરાયલ તણાવ વચ્ચે ટ્રમ્પે નેતન્યાહુને ચેતવણી આપી કે સંઘર્ષ વધારવાથી ઇઝરાયલ આંતરરાષ્ટ્રીય સ્તરે અલગ પડી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે બંને નેતાઓ વચ્ચેના મતભેદો હવે ખુલ્લેઆમ સામે આવવા લાગ્યા છે. 5. હોર્મુઝ પાસે અમેરિકી અપાચે હેલિકોપ્ટર ક્રેશ: AH-64 અપાચે હેલિકોપ્ટર હોર્મુઝ સ્ટ્રેટ પાસે સમુદ્રમાં પડી ગયું. બંને પાયલટને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા. અમેરિકી સેનાએ પહેલીવાર સમુદ્રમાં ડ્રોન બોટનો ઉપયોગ કરીને રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું. દુર્ઘટનાની તપાસ ચાલુ છે. ઇરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    Surya Namaskar may help reverse key diabetes nerve disorder, says new study
    Next Article
    3 બાળકો સામે જ પિતા જીવતા સળગ્યા, VIDEO:માતા-પત્ની પણ જોતા રહ્યા; વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર રિવર્સમાં આવતી પીકઅપની પાછળ ઈકો ઘૂસી, 5 ઘાયલ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment