Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    3 બાળકો સામે જ પિતા જીવતા સળગ્યા, VIDEO:માતા-પત્ની પણ જોતા રહ્યા; વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર રિવર્સમાં આવતી પીકઅપની પાછળ ઈકો ઘૂસી, 5 ઘાયલ

    1 week ago

    વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોઈચા નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પીકઅપ વાહનની પાછળ ઇકો કાર ધડાકાભેર ઘૂસી જતાં કારમાં આગ લાગી હતી. આગની જ્વાળાઓમાં કારચાલક જીવતો સળગી ગયો હતો. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી બચાવ અને તપાસની કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માતમાં કારચાલક પોતાની માતા, પત્ની અને બાળકો સામે જ જીવતો સળગતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. ટક્કર થતાં ઈકો સળગી અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોઈચા નજીક ગઇકાલે(9 જૂન) સાંજે ભયાનક માર્ગ અકસ્માત સર્જાતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. મળતી માહિતી મુજબ, આગળ જઈ રહેલી પીકઅપ વાનની પાછળ ઇકો કાર ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી પ્રચંડ હતી કે અકસ્માત બાદ ઇકો કારમાં તુરંત આગ ભભૂકી ઊઠી હતી. કાર ચાલક સળગી ગયો અકસ્માત બાદ ઇકો કારના ચાલકને બહાર નીકળવાનો સમય ન મળતાં તે આગની જ્વાળાઓમાં જીવતો સળગી ગયો હતો. આગના કારણે ઇકો કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. કારમાં સવાર અન્ય પાંચ લોકો ગંભીર રીતે દાઝી જતાં તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાઇવે પર જામ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. અકસ્માત અને આગના કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. અકસ્માતનું કારણ જાણવા તપાસ દરમિયાન, ભાદરવા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માત અંગેની તપાસ શરૂ કરી હતી. પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ ચાલી રહી છે. પિલવાઈ ગામે પરિવાર આવ્યો હતો મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ખાટુરા ગામના રહેવાસી અને હાલમાં મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પિલવાઈ ગામે રહેતા સવિતાબેન નાથાભાઈ પરમારે ભાદરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની દીકરી જકાબેન, જમાઈ જગદીશભાઈ સોમાભાઈ વાઘેલા, દીકરીના સાસુ અલ્લુબેન તથા ત્રણ સંતાનો ઇકો કાર લઈને પિલવાઈ ગામે મહેમાનગતિએ આવ્યા હતા. પીકઅપ બોલેરોનો ચાલક પ્રથમ લેનમાં પૂરઝડપે રિવર્સમાં આવતો હતો 9 જૂનના રોજ તમામ લોકો ઇકો કારમાં પિલવાઈથી વડોદરા આવવા નીકળ્યા હતા. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પરથી પસાર થતાં તેઓ ઇન્ડિયન પેટ્રોલ પંપ આગળ દિલ્હી-મુંબઈ હાઇવે તરફ જવાના કટ નજીક પહોંચ્યા હતા. તે દરમિયાન પીકઅપ બોલેરોનો ચાલક હાઇવેની પ્રથમ લેનમાં પૂરઝડપે રિવર્સમાં આવી રહ્યો હતો. પરિણામે ઇકો કાર પીકઅપના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી. પગ સ્ટીયરિંગ નીચે ફસાઈ જતાં બહાર નીકળી શક્યા નહી અકસ્માત બાદ ઇકો કારમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. સવિતાબેન, તેમની દીકરી જકાબેન, દીકરીના સાસુ અલ્લુબેન તથા ત્રણ સંતાનો સમયસર કારમાંથી બહાર નીકળી ગયા હતા. જોકે, કાર ચલાવી રહેલા જગદીશભાઈ સોમાભાઈ વાઘેલાનો પગ સ્ટીયરિંગ નીચે ફસાઈ જતાં તેઓ બહાર નીકળી શક્યા નહોતા. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં તેઓ કાર સાથે જ સળગી ગયા હતા અને પરિવારની સામે જ તેમનું મોત નીપજ્યું હતું. જકાબેનના બંને પગ દાઝી ગયા અકસ્માતમાં સવિતાબેનને જમણા પગના ઘૂંટણના ભાગે સામાન્ય ઈજા પહોંચી હતી. જકાબેનના બંને પગ દાઝી ગયા હતા, જ્યારે અલ્લુબેન સોમાભાઈ વાઘેલાને જમણા હાથ અને જમણા પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્રણ સંતાનોમાંથી રેશ્માબેનને મોઢાના ભાગે સામાન્ય ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા ઘટના બાદ તમામ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મૃતક જગદીશભાઈ વાઘેલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એસએસજી હોસ્પિટલના પીએમ રૂમમાં રાખવામાં આવ્યો હતો. ફરિયાદના આધારે ભાદરવા પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    યુદ્ધ ફરી શરૂઃ અમેરિકાની ઈરાન પર એરસ્ટ્રાઇક:હેલિકોપ્ટર તોડી પાડવાના બદલામાં હુમલો; જવાબમાં ઈરાને બહેરીનમાં અમેરિકી બેઝ પર હુમલો કર્યો
    Next Article
    Air India pilot lost licence, job and marriage. 15-year fight ends in win

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment