Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાલુ એમ્બ્યુલન્સમાં હાઈ રિસ્ક મહિલાની સફળ ડિલિવરી:ભીલાડ નજીક ગળામાં ગર્ભનાળ વીંટળાયેલી હોવા છતાં બાળક-માતા સુરક્ષિત

    1 week ago

    108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા ભીલાડ નજીક ચાલુ એમ્બ્યુલન્સમાં એક હાઈ રિસ્ક ગર્ભવતી મહિલાની સફળ ડિલિવરી કરવામાં આવી છે. બાળકના ગળામાં ગર્ભનાળ વીંટળાયેલી હોવા છતાં માતા અને બાળક બંને સુરક્ષિત છે. આ ઘટનાએ 108 એમ્બ્યુલન્સ સેવાની સમયસૂચકતા અને કાબેલિયત ફરી એકવાર સાબિત કરી છે. પ્રસૂતાને હાઈ રિસ્ક થર્ડ ગ્રેવિડા પ્રાપ્ત વિગતો અનુસાર, નંદીગામના રહેવાસી રોઝી મુસ્તાક ખાન નામની ગર્ભવતી મહિલાને અચાનક પ્રસૂતિની પીડા ઉપડી હતી. તેઓ 'હાઈ રિસ્ક થર્ડ ગ્રેવિડા' હોવાથી પરિવારજનોએ તાત્કાલિક 108 ઈમરજન્સી સેવાનો સંપર્ક કર્યો હતો. ભીલાડ 108ના EMT દીક્ષિતા પટેલ અને પાયલોટ પ્રગ્નેશ પટેલ ઘટનાસ્થળે પહોંચી દર્દીને ભીલાડની સરકારી હોસ્પિટલ લઈ જવા રવાના થયા હતા. એમ્બ્યુલન્સને રસ્તામાં ઊભી રાખી અંદર જ ડિલિવરી કરાવાઈ હોસ્પિટલ પહોંચતા પહેલાં જ મહિલાની પ્રસૂતિ પીડા વધી ગઈ હતી. પરિસ્થિતિની ગંભીરતા જોતા, EMT દીક્ષિતા પટેલે એમ્બ્યુલન્સને રસ્તામાં ઊભી રાખી અંદર જ ડિલિવરી કરાવવાનો નિર્ણય લીધો. પ્રસૂતિ દરમિયાન બાળકના ગળામાં ગર્ભનાળ વીંટળાયેલી હોવાનું જણાયું, જે એક જટિલ પરિસ્થિતિ હતી. તેમ છતાં, દીક્ષિતા પટેલે પોતાની કુશળતા અને સૂઝબૂઝથી સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવી. કોન્ફરન્સ કોલમાં ડોક્ટરે તબીબી માર્ગદર્શન આપ્યું ડિલિવરી પછી તરત જ, EMT દીક્ષિતા પટેલે 108ની હેડ ઓફિસના ડોક્ટર રામાણીનો કોન્ફરન્સ કોલ દ્વારા સંપર્ક કર્યો. ડોક્ટર રામાણીના તબીબી માર્ગદર્શન હેઠળ માતાને જરૂરી ઓક્સિટોસિન ઇન્જેક્શન અને અન્ય તાત્કાલિક સારવાર પૂરી પાડવામાં આવી. માતા અને નવજાત બાળક બંનેને સુરક્ષિત ત્યારબાદ માતા અને નવજાત બાળક બંનેને સુરક્ષિત રીતે ભીલાડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. 108 ટીમની આ તત્પરતા અને પ્રશંસનીય કામગીરી બદલ મહિલાના પરિવારજનોએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ‘Singappen’: Vijay launches specialised force for women’s safety with Rs 354-crore allocation, drone surveillance
    Next Article
    નવસારીમાં હોટલની આડમાં પોશડોડા પાવડર વેચાણ:રાજસ્થાનનો શખ્સ ઝડપાયો, 5 વિસ્તારોમાં NDPSના દરોડા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment