Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં હોટલની આડમાં પોશડોડા પાવડર વેચાણ:રાજસ્થાનનો શખ્સ ઝડપાયો, 5 વિસ્તારોમાં NDPSના દરોડા

    1 सप्ताह पहले

    નવસારી જિલ્લામાં પોલીસે નશાના કારોબાર સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા પોલીસ વડાની સૂચના હેઠળ અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં નાર્કોટીક્સ (NDPS) અંગે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ કાર્યવાહી અંતર્ગત ગણદેવી, બીલીમોરા, ચીખલી, ખેરગામ અને વાંસદા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નશીલા પદાર્થો સાથે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. હોટલનો સંચાલક નશીલા પદાર્થનું વેચાણ કરતો હતો ગણદેવીમાં, પીએસઆઈ એન.એ. પટેલ અને સર્વેલન્સ સ્ટાફને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે મોજે એંધલ ગામની સીમમાં નેશનલ હાઇવે નંબર 48 પર આવેલી 'શ્રી ધારા આઇમાતા' હોટલનો સંચાલક નશીલા પદાર્થનું વેચાણ કરે છે. બાતમીના આધારે પોલીસે હોટલ પર દરોડો પાડીને મૂળ રાજસ્થાનના આરોપી દલીપકુમાર ભવરારામ પ્રજાપતિને ઝડપી લીધો હતો. આરોપી બહારથી પોશડોડાનો પાવડર લાવીને પોતાની હોટલ પર આવતા ગ્રાહકોને છૂટક વેચાણ કરતો હતો. પોલીસે તેની પાસેથી ₹44,415ની કિંમતનો 2.961 કિલોગ્રામ ઝાંખા કથ્થઈ રંગનો પોશડોડા પાવડર અને ₹10,000નો મોબાઈલ ફોન મળી કુલ ₹54,415નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં એક કન્ટેનર ચાલકને વોન્ટેડ જાહેર કરાયો છે. ગુનાની આગળની તપાસ એસ.ઓ.જી. નવસારીના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ. પટેલ ચલાવી રહ્યા છે. અન્ય ચાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગાંજાના જથ્થા સાથે આરોપીઓ પકડાયા ગણદેવી ઉપરાંત, નવસારી જિલ્લા પોલીસે અન્ય ચાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ ગાંજાના જથ્થા સાથે કડક કાર્યવાહી હાથ ધરી છે. બીલીમોરાના લીમડાચોક, મનોજ ટેલરની સામે રહેતા 51 વર્ષીય રાજુભાઇ ઉર્ફે ટોપી બુધ્ધીસાગર વૈદને આશરે 355 ગ્રામ ગાંજાના જથ્થા સાથે પકડવામાં આવ્યા છે. ચીખલીના ખુંધ ખાડા વિસ્તારમાં રહેતા 63 વર્ષીય મહમુદબીન મહેશન બીન આરબને આશરે 1 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે. વાંસદાના નવતાડ દેવી ફળીયા ખાતે રહેતા 20 વર્ષીય યુવક કૃણાલકુમાર કમલેશભાઇ ઠાકરેને આશરે 500 ગ્રામ ગાંજાના જથ્થા સાથે દબોચી લેવાયો છે. ખેરગામ વિસ્તારમાં પણ પોલીસે એક કિશોર પાસેથી ગાંજાની 3 નાની પડીકીઓ જપ્ત કરી કાયદેસરની તજવીજ હાથ ધરી છે. પોલીસની આ કડક કાર્યવાહીથી નવસારી જિલ્લામાં નશાના કાળા કારોબાર સાથે જોડાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    ચાલુ એમ્બ્યુલન્સમાં હાઈ રિસ્ક મહિલાની સફળ ડિલિવરી:ભીલાડ નજીક ગળામાં ગર્ભનાળ વીંટળાયેલી હોવા છતાં બાળક-માતા સુરક્ષિત
    Next Article
    વેપારીએ એપ ડાઉનલોડ કરતા જ બેંકખાતામાંથી 7.87 લાખ ઉપડી ગયા:વોટ્સએપ હેક થયુ ને એમેઝોન, પૈસા બાજાર અને વન મની જેવી એપના ઓટીપીના મેસેજ મોબાઈલમાં આવવા લાગ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment