Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પત્નીનો પ્રેમી ટોમી લઈ મારવા દોડતા યુવકે તળાવમાં ઝંપલાવ્યું:આરોપી કિશન સોલંકીની ધરપકડ, યુવરાજનગરમાં યુવકના આપઘાત કેસમાં નવો ખુલાસો

    1 week ago

    રાજકોટના યુવરાજનગરમાં યુવકના આપઘાત કેસમાં નવો ખુલાસો થયો છે. જેમાં પત્નીનો પ્રેમી લોખંડની ટોમી લઈ મારવા દોડતા વિપુલ રાઠોડે દોટ મૂકી રાંદરડા તળાવમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાનું સામે આવતા આજીડેમ પોલીસે આરોપી કિશન સોલંકી સામે મરવા મજબુર કર્યાની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપીની ધરપકડ કરી લોખંડની ટોમી અને રીક્ષા જપ્ત કરી રિમાન્ડ મેળવવા તપાસ તજવીજ હાથ ધરી છે. મૃતકની પત્ની રિસામણે જતી રહી હતી બનાવ અંગે યુવરાજનગરમાં રહેતાં મૂળ ચોટીલાના રામપરા ગામના વતની રંજનબેન રાઠોડ (ઉ.વ.45)એ નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે કિશન સોલંકીનું નામ આપ્યું છે. આજીડેમ પોલીસે મરવા મજબુર કર્યાની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ફરીયાદીએ જણાવ્યું હતું કે, સૌથી મોટો દીકરો વિપુલ (ઉ.વ.26) હતો, તેણે આશરે 6 વર્ષ પહેલા ગંજીવાડાના સુરેશભાઈ રોજાસરાની દીકરી પાયલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. વિપુલને સંતાનમા 5 વર્ષની એક દીકરી અને દીકરો છે. પાયલને અગાઉ બબલુ સાથે પ્રેમ સંબંધ હતો અને આ બાબતે દિકરા વિપુલને જાણ થતા તેઓ બન્ને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. જેથી છેલ્લા દોઢેક વર્ષથી પાયલ તેના માવતરે રીસામણે જતી રહી હતી અને બંન્ને છોકરા પણ તેની સાથે લઇ ગઈ હતી. પત્નીને અન્ય સાથે પ્રેમસંબંધ હોવાની ઝઘડા થતા પાયલ તથા તેની માં કૈલાશબેન ઉર્ફે લાલની રાણી સાથે તેઓ માંડાડુંગર રાધિકા સોસાયટી તથા ગંજીવાડામાં રહેતા હતા. થોડા સમય પહેલા પાયલને તેના કુટુંબી માસીના દીકરા કિશન સોલંકી સાથે પણ અનૈતિક સંબંધ હોવાની દીકરા વિપુલને જાણ થઈ હતી. આ કારણે દીકરા વિપુલ તથા કીશનને એકાદ મહીના પહેલા પણ ઝઘડો થયો હતો. 6 જૂનના રોજ સવારના 7 વાગ્યે વિપુલ ફાકી ખાવા જવાનુ કહી ઘરેથી નીકળ્યો હતો. જે બાદ 9 વાગ્યે દીકરી કીરણ તથા જમાઈ વિપુલ બન્ને ઘરે આવ્યા હતા. ત્યારે વિપુલ ઘરની શેરી નજીક ગીરધર બાપાના ડેલા પાસે કિશન સાથે તેની રીક્ષામાં બેઠો હતો. પત્નીના પ્રેમી સાથે યુવકનો ઝઘડો થયો સાંજના 7.30 વાગ્યે રવિને વિપુલના સાસુ કૈલાશબેનએ ફોન કરી કહ્યું કે, વિપુલ તથા કિશનને ઝઘડો થયો હતો અને કિશન ટોમી લઈને વિપુલને મારવા દોડ્યો હતો. જેથી વિપુલ ડરી જતા પોતાની જાતે રાંદરડા તળાવમાં કુદી ગયો છે. જે વાત કરતાં જ ફરીયાદી અને પરિવારજનો સાગરનગર રાંદરડા તળાવ બાજુ વિપુલને શોધવા ગયા અને ત્યાં રાંદરડા તળાવ પાસે વીપુલના ચંપલ જોવા મળ્યા હતા. કિશન ટોમી લઈ મારવા દોડતા વિપુલ તળાવમાં કૂદી પડ્યો આસપાસના લોકોના જણાવ્યા મુજબ વિપુલ તથા કીશનને ઝઘડો થતા કિશન ટોમી લઈને મારવા દોડતા વિપુલ રાંદરડા તળાવમા કુદી ગયો હતો. રાત્રીના વિપુલની લાશ ન મળતા આજીડેમ પોલીસ સ્ટેશનમાં વિપુલ ગુમ થયા અંગેની જાણ કરી હતી. બીજા દિવસે ફાયરના માણસોએ રાંદરડા તળાવમાં તપાસ કરતા વિપુલની લાશ રાંદરડા તળાવમાથી મળી આવી હતી. પોલીસે ફોરેન્સીક પીએમ કરાવતાં વિપુલનુ મોત પાણીમા ડુબી જવાને લીધે થયું હોવાનુ તબીબે જણાવ્યું હતુ. જેથી આરોપી ટોમી લઈ પાછળ મારવા દોડતા પુત્ર વિપુલે તળાવમાં ઝમલાવી આપઘાત કરી લીધાની ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી આજીડેમ પોલીસે ગુનો નોંધી આરોપી કિશન સોલંકીની ધરપકડ કરી ટોમી અને રીક્ષા કબ્જે કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મવડીમાં ઓપરેશન ડિમોલિશન હાથ ધરાશે:રૂ.20 કરોડની સરકારી જમીન પર કાચા-પાકા 24 મકાનોનું દબાણ દૂર કરવા નોટિસ
    Next Article
    Torrential rains LIVE | દેશમાં ચોમાસાની એન્ટ્રી બાદથી મેઘરાજા આક્રમક | Heavy Rains | Gujarat Monsoon

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment