Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મવડીમાં ઓપરેશન ડિમોલિશન હાથ ધરાશે:રૂ.20 કરોડની સરકારી જમીન પર કાચા-પાકા 24 મકાનોનું દબાણ દૂર કરવા નોટિસ

    1 week ago

    રાજકોટમાં સરકારી જમીનો પર અનઅધિકૃત રીતે ખડકાયેલા દબાણોને હટાવવા માટે કલેકટર તંત્ર દ્વારા કમર કસી દેવામાં આવી છે. જેમાં શહેરના મવડી વિસ્તારની સર્વે નં.194 પૈકીની 4500 ચોરસ મીટર જમીન પર ગેરકાયદેસર રીતે કબ્જો જમાવી બાંધકામો ખડકી દેનારા 24 જેટલા દબાણકારોને સરકારી જમીન પરથી દબાણ દૂર કરવા માટેની નોટિસ ફટકારવામાં આવી છે. જેની અંદાજિત કિંમત રૂ.20 કરોડ જેટલી થાય છે. 24 દબાણકારોને દબાણ દૂર કરવાની નોટિસ મવડી વિસ્તારમાં કાચા - પાકા 24 મકાનો લાંબા સમયથી ખડકાઈ ગયા છે. જે સરકારી જમીન ઉપર દબાણરૂપ હોવાથી જીલ્લા કલેકટર ડો.ઓમ પ્રકાશના માર્ગદર્શનમાં દક્ષિણ મામલતદાર રાજેન્દ્રસિંહ સરવૈયા દ્વારા નોટિસ આપવામાં આવી છે જેમાં મકાનોના કોઈ પુરાવા હોય તો તે રજુ કરવા માટેનું પણ કહેવામાં આવ્યું છે. થોડા દિવસોમાં આ દબાણકારોને હિયરિંગ માટે બોલાવવામાં આવશે. દબાણ થયેલા જમીનની કિંમત 20 કરોડ જે બાદ પણ દબાણકારો દ્વારા દબાણ દૂર કરવામાં નહીં આવે તો અંદાજિત 4500 ચોરસ મીટર સરકારી જમીનો પર કબ્જો જમાવી ખડકાયેલા 24 મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવશે. મવડીની આ જમીનનું મુલ્ય હાલના મોંઘવારીના સમયમાં ઉંચકાયેલુ હોય આ સરકારી જમીનની કિંમત રૂ.20 કરોડને પાર પહોંચી ગયું હોવાનું જાણવા મળ્યું છે. જો દબાણકારો દ્વારા દબાણ દૂર નહીં થાય તો પોલીસ પ્રોટેક્શન સાથે ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    The cooking oil controversy: What new study on oleic acid and pancreatic cancer reveals
    Next Article
    પત્નીનો પ્રેમી ટોમી લઈ મારવા દોડતા યુવકે તળાવમાં ઝંપલાવ્યું:આરોપી કિશન સોલંકીની ધરપકડ, યુવરાજનગરમાં યુવકના આપઘાત કેસમાં નવો ખુલાસો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment