Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવકના આપઘાત કેસમાં નવો ખુલાસો:પત્નીનો પ્રેમી ટોમી લઈ મારવા દોડતા વિપુલ રાઠોડે દોટ મૂકી રાંદરડા તળાવમાં ઝંપલાવી દિધું'તું, આરોપી કિશન સોલંકીની ધરપકડ

    1 week ago

    રાજકોટના યુવરાજનગરમાં યુવકના આપઘાત કેસમાં નવો ખુલાસો થયો છે જેમાં પત્નીનો પ્રેમી લોખંડની ટોમી લઈ મારવા દોડતા વિપુલ રાઠોડે દોટ મૂકી રાંદરડા તળાવમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાનું સામે આવતા આજીડેમ પોલીસે આરોપી કિશન સોલંકી સામે મરવા મજબુર કર્યાની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી લોખંડની ટોમી અને રીક્ષા જપ્ત કરી રિમાન્ડ મેળવવા તપાસ તજવીજ હાથ ધરી છે. બનાવ અંગે યુવરાજનગરમાં રહેતાં મૂળ ચોટીલાના રામપરા ગામના વતની રંજનબેન ભરતભાઈ રાઠોડ (ઉ.વ.45)એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે કિશન ટપુ સોલંકીનું નામ આપતાં આજીડેમ પોલીસે મરવા મજબુર કર્યાની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ફરીયાદીએ જણાવ્યું હતું કે, સૌથી મોટો દીકરો વિપુલ (ઉ.વ.26) હતો તેણે આશરે 6 વર્ષ પહેલા ગંજીવાડાના સુરેશભાઈ રોજાસરાની દીકરી પાયલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. વિપુલને સંતાનમા 5 વર્ષની એક દીકરી અને દીકરો છે. પાયલને અગાઉ બબલુ સાથે પ્રેમ સંબંધ હતો અને આ બાબતે દિકરા વિપુલને જાણ થતા તેઓ બન્ને વચ્ચે અવાર નવાર ઝઘડા થતા જેથી છેલ્લા દોઢેક વર્ષથી પાયલ તેના માવતરે રીસામણે જતી રહી હતી અને બન્ને છોકરા પણ તેની સાથે લઇ ગઈ હતી. પાયલ તથા તેની માં કૈલાશબેન ઉર્ફે લાલની રાણી સાથે તેઓ માંડાડુંગર રાધિકા સોસાયટી તથા ગંજીવાડામાં રહેતા હતા. થોડા સમય પહેલા પાયલને તેના કુટુંબી માસીના દીકરા કિશન ટપુ સોલંકી સાથે પણ અનૈતિક સંબંધ હોવાની દીકરા વિપુલને જાણ થઇ હતી. આ કારણે દીકરા વિપુલ તથા કીશનને એકાદ મહીના પહેલા પણ ઝઘડો થયો હતો. ગઈ તા.06.06.2026ના રોજ સવારના 7 વાગ્યે વિપુલ ફાકી ખાવા જવાનુ કહી ઘરેથી નીકળ્યો હતો. જે બાદ 9 વાગ્યે દીકરી કીરણ તથા જમાઈ વિપુલ બન્ને ઘરે આવ્યા ત્યારે વિપુલ ઘરની શેરી નજીક ગીરધર બાપાના ડેલા પાસે કિશન સાથે તેની રીક્ષામાં બેઠો હતો. સાંજના 7.30 વાગ્યે રવિને વિપુલના સાસુ કૈલાશબેનએ ફોન કરી કહ્યું કે, વિપુલ તથા કિશનને ઝઘડો થયો હતો અને કિશન ટોમી લઇ વિપુલને મારવા દોડેલ જેથી વિપુલ ડરી જતા પોતાની જાતે રાંદરડા તળાવમાં કુદી ગયો છે જે વાત કરતાં જ ફરીયાદી અને પરીજનો સાગરનગર રાંદરડા તળાવ બાજુ વિપુલને શોધવા ગયા અને ત્યાં રાંદરડા તળાવ પાસે વીપુલના ચંપલ પડેલ હતા. આસપાસના લોકોના જણાવ્યા મુજબ વિપુલ તથા કીશનને ઝઘડો થતા કિશન ટોમી લઇને મારવા દોડતા વિપુલ રાંદરડા તળાવમા કુદી ગયો હતો. રાત્રીના વિપુલની લાશ ન મળતા આજીડેમ પોલીસ સ્ટેશનમાં વિપુલ ગુમ થયા અંગેની જાણ કરી હતી. બીજા દિવસે ફાયરના માણસોએ રાંદરડા તળાવમાં તપાસ કરતા વિપુલની લાશ રાંદરડા તળાવમાથી મળી આવી હતી. પોલીસે ફોરેન્સીક પીએમ કરાવતાં વિપુલનુ મોત પાણીમા ડુબી જવાને લીધે થયું હોવાનુ તબીબે જણાવ્યું હતુ જેથી આરોપી ટોમી લઈ પાછળ મારવા દોડતા પુત્ર વિપુલે તળાવમાં ઝમલાવી આપઘાત કરી લેતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી આજીડેમ પોલીસે ગુનો નોંધી આરોપી કિશન સોલંકીની ધરપકડ કરી ટોમી અને રીક્ષા કબ્જે કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સાયબરફ્રોડના નાણાં મ્યુલ એકાઉન્ટમાં જમા કરાવનાર ભાવનગરના શખ્સની ધરપકડ:IDBIના મ્યુલ એકાઉન્ટમાં 91,644 આવ્યા અને સગેવગે કરી નાખ્યા
    Next Article
    કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા બોટાદની મુલાકાતે:ભક્તિ પાર્ક સોસાયટીમાં પ્રબુદ્ધ નાગરિકો સાથે કરી ચર્ચા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment