Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાયબરફ્રોડના નાણાં મ્યુલ એકાઉન્ટમાં જમા કરાવનાર ભાવનગરના શખ્સની ધરપકડ:IDBIના મ્યુલ એકાઉન્ટમાં 91,644 આવ્યા અને સગેવગે કરી નાખ્યા

    1 week ago

    સાયબર ક્રાઇમે મ્યુલ એકાઉન્ટની તપાસ કરતા એક જ દિવસમાં 49 લાખ જમા થયા હોવાનું સામે આવ્યું છે.ખાતેદાર ઓમ પ્લાસ્ટીકના પ્રોપરાઈટર સામે સાઇબર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જેને લઈ સાયબર ક્રાઇમે મ્યુલ એકાઉન્ટના ખાતેદારની ધરપકડ કરવામાં આવી હતી. ભાવનગર સાયબર ક્રાઇમે સમન્વય પોર્ટલ પરથી પ્રાપ્ત માહિતી ના આધારે તપાસ હાથ ધરતા અલગ અલગ રાજ્યમાં થયેલા સાયબર ફ્રોડની આઠ અરજી થઇ હતી. જેના નાણા ભાવનગરની IDBI બેંકના ખાતેદાર ઓમ પ્લાસ્ટીકના પ્રોપરાઈટરના ખાતામાં રૂા. 91,644 જમા થયા હોવાનું અને નાણા NEFT, UPI મારફતે ઉપાડી લેવામા આવ્યા હોવાનું તપાસમાં ખુલતા જે મામલે ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસ મથકના પીએસઆઈ પી.એન. પરમારે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં તા.7 જૂન 2026ના રોજ ઓમ પ્લાસ્ટીકના પ્રોપરાઈટર ખાતાધારક રાહુલ મનસુખભાઈ બોરીચા સામે ફરીયાદ નોંધાવી હતી કે, સમન્વય પોર્ટલ પરથી ભાવનગર જિલ્લાના જુદા જુદા મ્યુલ એકાઉન્ટનો ડેટા મોક્લવામાં આવ્યો હતો. જેમાં વાઘાવાડી રોડ પર આવેલી IDBI બેંકના મ્યુલ. એકાઉન્ટમાં સાયબર ફ્રોડની રકમના નાણા જમા થયા હોવાનું જાણવા મળ્યુ હતુ. જેની તપાસ દરમિયાન શખ્સે ઓમ પ્લાસ્ટીક નામનું કોર્પોરેટ એકાઉન્ટ તા.19 માર્ચ 2026ના રોજ ખોલાવી જે IDBI બેંક એકાઉન્ટમાં IBIFT, RTGS, IMPS, MB NEFT, UPI મારફતે અલગ અલગ ઓનલાઈન નાણા ટ્રાન્સફર થયાનું જાણવા મળ્યુ હતું. 91,644 IDBI બેંકના મ્યુલ એકાઉન્ટના ખાતેદારના ખાતામાં જમા થયા તપાસ કરતા દેશના અલગ અલગ રાજ્યોના સાયબર ફ્રોડની કુલ આઠ અરજી થયાનું જણાઈ આવ્યુ હતું. આઠ અરજીના થયેલા ટ્રાન્જેકશન મારફતે રૂા.91,644 ની રકમ IDBI બેંકના મ્યુલ એકાઉન્ટના ખાતેદાર રાહુલ બોરીચાના ખાતામાં જમા થઈ હતી. જે ફ્રોડની રકમ ખાતેદારે NEFT, UPI મારફતે અલગ અલગ ઓનલાઈન ટ્રાન્સફર કરી સગેવગે કરી નાખી હતી. જે ફરીયાદ આધારે ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસે ઓમ પ્લાસ્ટીકના પ્રોપરાઈટર ખાતાધારક રાહુલ મનસુખભાઈ બોરીચા સામે BNS એક્ટ 317(2), 317(4), ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી ખાતેદાર રાહુલ બોરીચા ની ધરપકડ કરી લઈ તેના બેન્ક એકાઉન્ટની તપાસ કરતા એક જ દિવસની અંદર એન.સી.સી.આર.પી ની ફરિયાદ રકમ સિવાય કુલ રૂ.49 લાખ ની રકમ જમા થઈ હોવાનું ખુલવા પામ્યું હતું .જે મામલે ભાવનાગર સાઇબર ક્રાઇમ પોલીસ મથકના સ્ટાફે તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરના નિધિબેન બનાવે છે ઇકો-ફ્રેન્ડલી જૂટ ઉત્પાદનો:પર્યાવરણ જાગૃતિ અને ટકાઉ ઉત્પાદનોના ઉપયોગને પ્રોત્સાહન
    Next Article
    યુવકના આપઘાત કેસમાં નવો ખુલાસો:પત્નીનો પ્રેમી ટોમી લઈ મારવા દોડતા વિપુલ રાઠોડે દોટ મૂકી રાંદરડા તળાવમાં ઝંપલાવી દિધું'તું, આરોપી કિશન સોલંકીની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment