Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાસિરનગરમાં ભૂતિયા ડિમોલિશનનો સુરત મનપા કચેરીએ વિરોધ:સ્થાનિકો અને કોંગ્રેસના ઉગ્ર ધરણા, એક્ઝિક્યુટિવ એન્જિનિયર એક સપ્તાહની રજા પર

    3 days ago

    સુરતના નાસિરનગરમાં વહીવટી તંત્ર દ્વારા કરાયાલા કથિત 'ભૂતિયા ડિમોલિશન'ના વિરોધમાં સ્થાનિક રહીશો અને કોંગ્રેસના કાર્યકરોએ મહાનગરપાલિકની મુખ્ય આફિસ 'તાપી ભવન' ખાતે હલ્લાબોલ કરી ઉગ્ર ધરણા પ્રદર્શન કર્યું હતું. કોઇપણ પૂર્વ સૂચના કે વૈકલ્પિક આવાસની વ્યવસ્થા કર્યા વિના જ ગરીબ પરિવારોના મકાનો તોડી પાડવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરી આંદોલનકારીઓએ વહીવટી તંત્ર સામે પક્ષપાતી વલણ અને માનવતાહીન કાર્યવાહીના ગંભીર આક્ષેપો લગાવ્યા છે. પીડિતોને તાત્કાલિક વૈકલ્પિક રહેઠાણ આપવા, નુકસાનીનું યોગ્ય વળતર ચૂકવવા અને જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ સાથે તંત્રને રજૂઆત કરવામાં આવી છે, જ્યારે બીજી તરફ કચેરી પરિસરમાં તંગદિલી ટાળવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. વિવાદ વકરતા એક્ઝિક્યુટિવ એન્જિનિયર એક સપ્તાહની રજા પર નાસિરનગર ડિમોલિશન પ્રકરણમાં કેન્દ્ર સ્થાને રહેલા સેન્ટ્રલ ઝોનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર આજે સવારથી અચાનક એક સપ્તાહની રજા પર ઉતરી ગયા છે. માથા પર રૂમાલ બાંધીને ડિમોલિશન પ્રક્રિયા દરમિયાન ઘટનાસ્થળે હાજર જયંગ રામજીવાલા દ્વારા વિવાદ વકરતાં પોતાને બચાવવાનાં ભરપૂર પ્રયાસ કર્યા હતા. જોકે, સોશિયલ મીડિયામાં ડિમોલિશન કામગીરી દરમિયાન તેમનો વીડિયો વાઈરલ થતા તેઓની હાલત કફોડી બની છે. છેલ્લા ત્રણ દિવસથી ડિમોલિશન પ્રતિક્રિયા દરમિયાન સેન્ટ્રલ ઝોન અને મહાનગરપાલિકાનો બચાવ કરવા છતાં બિલ્ડરનાં કથિત લાભ માટે જ આખો કારસો રચાયો હોવાની આશંકાએ જોર પકડ્યું છે. જયંગ રામજીવાલા હવે રજા ઉપર ઉતરી જવાથી અનેક શંકાઓ અને સવાલો ઊભા થયા છે. ટોરેન્ટ પાવરના કર્મચારીઓ નાસિરનગરમાં મીટર કાપી ગયા આજે નાસિરનગરના લોકો તાપી ભવન ખાતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે સ્થાનિકે બળાપો કાઢતા કહ્યું- આજે નાસિરનગરમાં ટોરેન્ટ પાવર દ્વારા લાઈટ બિલો પણ આપી દેવામાં આવ્યા છે. લોકોને 1700થી 2000 સુધીના બિલ આવ્યા છે. ટોરેન્ટ પાવરે પણ પોતાની માનવતા નેવે મૂકી દીધી છે કે લોકો રસ્તા પર આવી ગયા છે અને બિલ પકડાવી ગયા અને સામે એક સવાલ એ પણ થાય છે કે ટોરેન્ટ પાવરમાં મીટર કાઢવાની કોઈએ અરજી આપી ન હતી. આમ છતાં ટોરેન્ટ પાવરના કર્મચારીઓ આવીને નાસિરનગરના મીટર કાપી ગયા હતા. એટલે આ કોના કહેવાથી મીટર કાપ્યા તે પણ એક સવાલ છે.
    Click here to Read More
    Previous Article
    મહારાષ્ટ્ર સરહદે ધર્માંતરણના આરોપ,10 જૂને દહાણું બંધ:ગુજરાત જેવો કડક કાયદો લાવવા હિન્દૂ સંગઠનોની માંગ
    Next Article
    ભેળસેળિયાઓએ તો હદ વટાવી:રાજકોટમાં શુદ્ધ ઘીમાં પણ વનસ્પતિ તેલની મિલાવટ ! કેવડવાડી, 'ક્રિષ્ના ઘી ભંડાર'નાં માલિક સામે કાયદેસરની કાર્યવાહી શરૂ, આઈસ્ક્રીમનાં ત્રણ નમુનાઓ લેવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment