Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારે ભાર વિનાનું ભણતર કર્યું ખરું,પુસ્તકો વિના જ ભણવાનું શરૂ:બોર્ડના વિદ્યાર્થીઓ તો મોટી મુશ્કેલીમાં મૂકાયા, કહ્યું-રિવિઝનમાં કરવું ખૂબ મુશ્કેલ, ટેસ્ટ પણ કેમ આપીશું?

    1 week ago

    રાજ્યમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે. જોકે,સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં હજુ સુધી તમામ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ થયા નથી. બીજી તરફ બજારમાં પણ અનેક ધોરણોના પુસ્તકોની અછત સર્જાતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો ચિંતિત બન્યા છે. જોકે શાળામાં પુસ્તક પહોંચતા હજુ પણ સમય લાગી શકે છે. જેથી પુસ્તક વગર અભ્યાસ કરવો વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ થઈ ગયું છે. રાજ્યની તમામ ગ્રાન્ટેડ શાળાઓમાં હજુ સુધી તમામ વિષયોના પુસ્તકો પહોંચ્યા નથી. જેના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે જરૂરી પુસ્તકો તો મળ્યા પણ નથી. જેથી નવું સત્રની શરૂઆતમાં જ વિદ્યાર્થીઓ પુસ્તક વગર જ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. શાળામાં તો શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યા છે પરંતુ ઘરે રિવિઝન કરવા માટે વિદ્યાર્થીઓને પુસ્તકની જરૂરિયાત ખૂબ હોય છે. બજારમાં પણ પુસ્તકો ન હોવાથી નિરાશા હાથ લાગે છે બીજી તરફ જે વાલીઓ બજારમાંથી પુસ્તકો ખરીદીને બાળકોને અભ્યાસ કરાવવા માંગે છે તેઓને પણ નિરાશા હાથ લાગી રહી છે. શહેરો સહિત અનેક વિસ્તારોના પુસ્તક વિક્રેતાઓ પાસે ધોરણ 1થી 12ના 10 જેટલા પુસ્તકો મળી રહ્યા નથી. કેટલાક ધોરણો અને વિષયોના પુસ્તકોનો પૂરતો જથ્થો ઉપલબ્ધ નથી. પરિણામે વાલીઓને એક દુકાનથી બીજી દુકાન સુધી ચક્કર કાપવા પડી રહ્યા છે. ઘણા વિદ્યાર્થીઓ હાલમાં જૂના પુસ્તકો અથવા શિક્ષકો દ્વારા આપવામાં આવતી નોટ્સના આધારે અભ્યાસ કરી રહ્યા છે. નવા અભ્યાસક્રમ મુજબનું શિક્ષણ શરૂ થઈ ગયું હોવા છતાં જરૂરી પુસ્તકોના અભાવે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ અંગે અમદાવાદના એક વિદ્યાર્થી હેમલ કોષ્ટિએ જણાવ્યું હતું કે, અત્યારે હું ધોરણ 12માં અભ્યાસ કરું છું. જેથી પુસ્તકો ન મળવાથી ઘરે રિવિઝન કરવું ખૂબ જ અઘરું થઈ જાય છે. સેલ્ફ સ્ટડી થઈ શકતી નથી. શાળામાં તો શિક્ષકો ભણાવી દે છે પરંતુ ઘરે રિવિઝન કરવું પુસ્તક વગર અઘરું થઈ જાય છે. વિદ્યાર્થીઓને પુસ્તક જ ન મળે તો બેઝ કઈ રીતે તૈયાર કરી શકશે. રિવિઝન કરવા અને ટ્યુશન માટે પુસ્તકની ખૂબ જ જરૂર: વિદ્યાર્થિની જ્યારે વિદ્યાર્થિની જિયા પટેલે જણાવ્યું હતું કે, પુસ્તક વગર તૈયારી કરવી ખૂબ અઘરી છે. કારણ કે આ વખતે અમારે બોર્ડ પણ છે. તેમજ અત્યારે શાળાઓ શરૂ થઈ ગઈ છે. જો કે શાળામાં પુસ્તકની એટલી બધી જરૂર ન પડે, પરંતુ ઘરે ગયા પછી રિવિઝન કરવા અને ટ્યુશન માટે પુસ્તકની ખૂબ જ જરૂર હોય છે. તેમજ ટ્યુશનમાં પણ ટેસ્ટ લેવાતો હોય છે તો તે પણ કઈ રીતે આપવા જેથી પુસ્તક વગર તૈયારી કરવી ખૂબ અઘરી થઈ ગઈ છે.બોર્ડ છે જેથી ભણવું તો પડશે જ પરંતુ પુસ્તક વગર કઈ રીતે તૈયારી કરવી. કોઈ ટોપિકમાં ડાઉટ હોય તો તે પુસ્તક વગર સોલ્વ થઈ શકતો નથી: વિદ્યાર્થિની વિદ્યાર્થિની હેતવી મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, પુસ્તકો બજારમાં પણ મળી રહ્યા નથી. તેમજ વિદ્યાર્થીઓ સુધી પણ પહોંચ્યા નથી. પુસ્તક વગર વાંચવું અને તૈયારી કરવી મુશ્કેલ છે. શિક્ષકો તો શાળાના વિષય સમજાવી દે છે પરંતુ ઘરે જઈને તેની તૈયારી પુસ્તકમાંથી જ કરવાની હોય છે. વિદ્યાર્થીઓને કોઈ ટોપિકમાં ડાઉટ હોય તો તે પુસ્તક વગર સોલ્વ થઈ શકતો નથી. બજારમાં પણ પુસ્તકો મળી રહ્યા નથી. જેથી આ પ્રોબ્લેમ જલ્દી સોલ્વ થાય એટલું સારું છે. વાંચવું સમજવું પુસ્તક વગર મુશ્કેલ છે. વડોદરામાં જૂના પુસ્તકો દ્વારા ભણાવવાનું શરૂ જ્યારે વડોદરા શહેરની ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં હાલ સુધી પાઠ્યપુસ્તકો આવ્યા નથી જેના કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે હજુ પાઠ્યપુસ્તક આવતા એક સપ્તાહ જેટલો સમય લાગશે તેવું જિલ્લા શિક્ષણ અધિકારીઓ જણાવ્યું હતું. તો શાળાના આચાર્યએ જુના પાઠ્યપુસ્તકો થકી વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી રહ્યા છે તેમ જણાવ્યું હતું
    Click here to Read More
    Previous Article
    મેયરની મુલાકાત છતાં પણ સમસ્યા યથાવત:રાજકોટમાં જન્મ-મરણનાં દાખલા કઢાવવા આવનારા અરજદારો પરેશાન, અધિકારીએ કહ્યું- સર્વર ખૂબ ધીમું ચાલે છે, ગાંધીનગર રજૂઆત કરી
    Next Article
    પાટણમાં ઓડ સમાજના વિદ્યાર્થીઓનું સન્માન:ધોરણ 10, 12 અને કોલેજ પાસ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment