Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂર્વમાં પ્રિ- મોન્સુન અંગે ચર્ચા:ગુજરાત પ્રદેશ પ્રમુખે કહ્યું- વરસાદી પાણીનો વર્ષોથી ઉકેલ લાવી શક્યા નથી, હવે કાયમી ઉકેલ લાવો

    1 week ago

    ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને નિકોલ વિધાનસભાના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા દ્વારા નિકોલ વિધાનસભા વિસ્તારમાં આવતા ઓઢવ, વિરાટનગર, ગોમતીપુર અને અમરાઈવાડી વોર્ડમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવવા અને પ્રિ- મોન્સુન કામગીરીને લઈને મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ અને પૂર્વ વિસ્તારના કોર્પોરેટરો સાથે મહત્વની બેઠક કરવામાં આવી હતી. 16 જેટલા વોટર લોગીંગ સ્પોટ પર પાણી ભરાય છે. જેમાં કાયમી પાણીનો નિકાલ થાય તેના માટેની સૂચના આપી હતી. વર્ષોથી સત્તામાં હોવા છતાં પણ આ રીતે પાણીના નિકાલની વ્યવસ્થા કરી શક્ય નથી તો હવે કાયમી ઉકેલ લાવવા માટે કહ્યું હતું. વિરાટનગરમાં 7 અને ઓઢવમાં 5 પાણી ભરાવવાના સ્પોટ નિકોલ વિધાનસભા વિસ્તારમાં ઓઢવ, વિરાટનગર ગોમતીપુર અને અમરાઈવાડી વોર્ડ આવે છે. ભાજપ પ્રદેશ પ્રમુખ અને નિકોલ વિધાનસભાના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા દ્વારા પ્રિ મોનસૂનની બેઠક કરવામાં આવી હતી. બેઠકમાં ઓઢવ, વિરાટનગર, ગોમતીપુર અને અમરાઈવાડી વોર્ડમાં આવેલા વરસાદી પાણીની જગ્યાઓની ચર્ચા કરવામાં આવી હતી. 16 જેટલા વરસાદી પાણી ભરાવવાના સ્પોટ આવેલા છે જેમાં સૌથી વધારે વિરાટનગર વિસ્તારમાં 7 અને ઓઢવના 5 જેટલા સ્પોટ આવેલા છે. ઝડપથી પાણીનો નિકાલ થાય તેની સૂચના આપી જ્યારે ગોમતીપુર અને અમરાઈવાડીમાં બે જેટલા સ્પોટ પર વધારે પાણી ભરાય છે. ગોમતીપુર ફાયર બ્રિગેડ રોડ, વિરાટ નગર જીવરાજ પાર્ક ચોકઠું, સીએમએસ ચાર રસ્તા સહિત અલગ અલગ જગ્યાઓ ઉપર બે કલાક સુધી વરસાદી પાણીનો નિકાલ થતો નથી, ત્યારે આવા વિસ્તારોમાં ઝડપથી પાણીનો નિકાલ થાય તેના માટે સૂચના આપી હતી. પ્રિ-મોનસુન કામગીરી અંતર્ગત કેચપીટની સફાઈ અને મશીન હોલના સફાઈની કામગીરી કરવામાં આવી હોવા અંગે અધિકારીઓ દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી હતી. વરસાદી પાણીનો નિકાલ ખારીકટ કેનાલમાં કરવામાં આવે મેયર હિતેશ બારોટ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું હતું કે, પ્રિ-મોન્સુનને લઈને બેઠક કરવામાં આવી હતી. ખાસ કરીને વરસાદી પાણીનો નિકાલ ખારીકટ કેનાલમાં કરવામાં આવે છે અને મોટાભાગનો વિસ્તાર નિકોલ વિધાનસભામાં આવે છે, ત્યારે ખારીકટ કેનાલની કામગીરીને લઈને ચર્ચા થઈ જેમાં કામગીરી હાલમાં પૂર્ણ થઈ છે અને વરસાદી પાણીનો નિકાલ ખારીકટ કેનાલમાં કેવી રીતે કરવામાં આવશે અને કેવી વ્યવસ્થા છે તેને લઈને ચર્ચા કરવામાં આવી હતી. ત્રણથી સાત કિલોમીટર લાંબી લાઈનો નાખવામાં આવી છે, ત્યારે ઝડપથી પાણીનો નિકાલ થાય તે મુજબ સૂચના આપવામાં આવી હતી. બેથી ત્રણ કલાકમાં પાણી ઉતરી જાય વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પ્રિ-મોન્સુનની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટેની સૂચના આપી છે જે વિસ્તારોમાં પાંચથી સાત કલાક સુધી પાણી ભરાય છે અને ત્યાં કેવી રીતે પાણી ઉતરશે અને તે માટેનું આયોજન શું છે તેને લઈને ચર્ચા કરવામાં આવી હતી. મોટાભાગના વરસાદી પાણી ભરાવાના સ્પોર્ટમાં કામગીરી કરવામાં આવી છે અને બેથી ત્રણ કલાકમાં પાણી ઉતરી જાય તે પ્રકારે કામગીરી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    જિલ બાઈડને વર્ણવ્યું વ્હાઇટ હાઉસનું દર્દ:પુસ્તકમાં લખ્યું-શક્તિશાળી ઉંબરા પર અમે એકલા હતા, વફાદારીને લાગણીઓ કરતાં વધુ મહત્વ આપ્યું
    Next Article
    સુરત SBI લૂંટ કેસમાં માસ્ટરમાઈન્ડ પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા:કુંદનનો પિતરાઈ ભાઈ ચંદન જ મુખ્ય મદદગાર નીકળ્યો, લૂંટનો 'કેપ્ટન' એલેક્સ હોવાનો ખુલાસો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment