Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સતિઆઈમાં ભમોદરિયા હડિયા પરિવારનો સાતમો સ્નેહમિલન સમારોહ યોજાયો:સુરતમાં હડિયા પરિવારના 'સપ્તમ સરિતા' કાર્યક્રમમાં પારિવારીક સન્માન અને મેગા રક્તદાન નું આયોજન

    6 days ago

    સતીઆઈ માં ભમોદરિયા હડિયા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત દ્વારા 7 જૂન, 2026ના રોજ આનંદ ફાર્મ, સુરત ખાતે સાતમો સ્નેહમિલન સમારોહ 'સપ્તમ સરિતા' યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ભોજન ખર્ચના દાતાશ્રીઓ ધરાઈ ગામના ડૉ. દેવશીભાઈ બીજલભાઈ, શામજીભાઈ દાનાભાઈ અને લાલજીભાઈ ચકુરભાઈનું મોમેન્ટો અને પ્રશંસાપત્ર આપી વિશેષ સન્માન કરાયું હતું. આ પ્રસંગે પરિવારના 10 નવનિયુક્ત સરકારી અધિકારીઓનું શાલ અને પ્રશંસાપત્ર દ્વારા સન્માન કરાયું હતું. ઉપરાંત, પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિઓ બદલ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમારોહની સફળતામાં યોગદાન આપનાર સ્વયંસેવકોનું પણ વિશેષ સન્માન કરાયું હતું. ટ્રસ્ટ દ્વારા તેમને સ્મૃતિભેટ આપી તેમની નિઃસ્વાર્થ સેવા અને સમર્પણને બિરદાવવામાં આવ્યા હતા. પરિવારની બાળાઓ અને યુવા પ્રતિભાઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિત સૌને આકર્ષિત કર્યા હતા. બાળકો દ્વારા 'દીકરી વ્હાલનો દરિયો' અને 'માતા-પિતાનું ઋણ' જેવા પ્રેરણાદાયી વિષયો પર વક્તવ્યો અપાયા હતા, જેની સૌએ પ્રશંસા કરી હતી. કાર્યક્રમની પૂર્ણાહુતિ માતાજી સતીઆઈમાંની મહાઆરતીથી થઈ હતી. સામાજિક જવાબદારીના ભાગરૂપે સેવિયર વોલન્ટરી બ્લડ સેન્ટર એન્ડ રિસર્ચ સેન્ટરના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં પરિવારના અનેક સભ્યોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. આ ઉપરાંત, સુરાપુરા દાદાની દેરી ખાતે હવનના આયોજન માટે પરિવારજનો દ્વારા દાન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે પરિવારના વિકાસ, એકતા અને સમાજસેવાના વિવિધ કાર્યો અંગે માહિતી અપાઈ હતી તેમજ આગામી કાર્યક્રમોની રૂપરેખા પણ રજૂ કરાઈ હતી. સ્નેહ, સંસ્કાર, સેવા, શિક્ષણ અને સામાજિક જવાબદારીના મૂલ્યોને ઉજાગર કરતો આ સાતમો સ્નેહમિલન સમારોહ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ કાર્યક્રમ પરિવારજનોમાં એકતા અને જોડાણને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ બન્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ભૂપેન્દ્ર પટેલ અને સંઘવીને દિલ્હીનું તેડું:Dy.CM રવાના, CM આવતીકાલ સુધીમાં પહોંચશે, સુરતના ભુતિયા ડિમોલિશન સહિતના મુદ્દાઓ પર ચર્ચાની શક્યતા
    Next Article
    જામનગરમાં ABVPની ચીમકી:FRC નિયમોનું પાલન ન થતાં ખાનગી શાળાઓ સામે ઉગ્ર આંદોલનની ચેતવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment