Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં ABVPની ચીમકી:FRC નિયમોનું પાલન ન થતાં ખાનગી શાળાઓ સામે ઉગ્ર આંદોલનની ચેતવણી

    6 days ago

    જામનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા ખાનગી શાળાઓમાં ફી નિયમન કમિટી (FRC)ના નિયમોના ઉલ્લંઘન અંગે જિલ્લા શિક્ષણાધિકારી (DEO)ને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. ABVPએ ચેતવણી આપી છે કે જો આગામી સાત દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ABVP જામનગરના નગર મંત્રી ઉત્સવ પંડ્યાએ જણાવ્યું હતું કે, FRC દ્વારા ખાનગી શાળાઓ માટે ફીના ચોક્કસ નિયમો અને માળખું નિર્ધારિત કરવામાં આવ્યું છે. તેમ છતાં, જામનગરની મોટાભાગની ખાનગી શાળાઓ આ નિયમોનું પાલન કરતી નથી અને વાલીઓ પાસેથી મનસ્વી રીતે ફી વસૂલી રહી છે. આવેદનપત્રમાં ABVPએ જણાવ્યું છે કે FRC દ્વારા નિર્ધારિત ફી ધોરણો માત્ર કાગળ પર જ સીમિત છે અને તેનું અમલીકરણ થતું નથી. ઘણી ખાનગી શાળાઓ FRCના નિયમોમાં રહેલી છટકબારીઓનો ઉપયોગ કરીને વધુ ફી વસૂલી રહી છે, જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઉત્સવ પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, જો આગામી સાત દિવસમાં શહેરની તમામ ખાનગી શાળાઓમાં FRCના નિયમોનું કડક અમલીકરણ શરૂ નહીં થાય, તો ABVP દ્વારા શાળાઓ સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસે તો તેની સંપૂર્ણ જવાબદારી સ્થાનિક પ્રશાસનની રહેશે.
    Click here to Read More
    Previous Article
    સતિઆઈમાં ભમોદરિયા હડિયા પરિવારનો સાતમો સ્નેહમિલન સમારોહ યોજાયો:સુરતમાં હડિયા પરિવારના 'સપ્તમ સરિતા' કાર્યક્રમમાં પારિવારીક સન્માન અને મેગા રક્તદાન નું આયોજન
    Next Article
    રાહે પબ્લિક સ્કૂલમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ:વિદ્યાર્થીઓ સાથે પ્રથમ દિવસની ઉજવણી કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment