Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગર-ગાંભોઈ હાઈવે પર અકસ્માત;ત્રણ મહિલાના મોત:રિક્ષા ચાલકે અચાનક ટર્ન લેતાં સામેથી આવતી કારની ટક્કરથી ફુરચા ઊડી ગયા;કાર ચાલક સહિત બે ઈજાગ્રસ્ત

    1 week ago

    હિંમતનગરના ગાંભોઈ-રણાસણ સ્ટેટ હાઈવે પર હાથરોલ ગામ નજીક મંગળવારે એક કાળજું કંપાવી દેનારો માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી રીક્ષાના ચાલકે અચાનક ટર્ન લેતા સામેથી આવતી કાર સાથે તેની જોરદાર ટક્કર થઈ હતી. આ પ્રચંડ અકસ્માતમાં રીક્ષામાં સવાર ત્રણ મહિલા મુસાફરોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે કાર ચાલક સહિત અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થતાં પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પૂરપાટ ઝડપે વળાંક લેવો કાળ સાબિત થયો પ્રાથમિક વિગતો અનુસાર, આ દુર્ઘટના પાછળ રીક્ષા ચાલકની ગફલતભરી ડ્રાઇવિંગ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. હાઈવે પરથી પસાર થતી વખતે રીક્ષા ચાલકે અચાનક અને પૂરપાટ ઝડપે ટર્ન લીધો હતો, જેના કારણે સામેથી આવી રહેલી કારના ચાલકને બ્રેક મારવાનો સમય જ ન મળ્યો અને બંને વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. ટક્કર એટલી પ્રચંડ હતી કે રીક્ષાના ફુરચા ઊડી ગયા હતા અને તેમાં સવાર ત્રણેય મહિલાઓએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખસેડાયા અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તોની ગંભીર સ્થિતિને જોતા તાત્કાલિક ઇમર્જન્સી સેવા 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા કાર ચાલક અને અન્ય એક વ્યક્તિને વધુ સારવાર અર્થે તાત્કાલિક હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. ગાંભોઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ ભયાનક અકસ્માતની માહિતી મળતા જ ગાંભોઈ પોલીસ સ્ટેશનનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્થિતિને કાબૂમાં લઈને ત્રણેય મૃતક મહિલાઓના શવને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. આ સાથે જ પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધીને કાયદેસરની આગળની તપાસ તેજ કરી છે. ક્રેનની મદદથી હાઈવેનો વાહનવ્યવહાર પૂર્વવત કરાયો ટ્રાફિક જામની સમસ્યા અને પોલીસની કામગીરી: સ્ટેટ હાઈવે પર બપોરના સમયે સર્જાયેલા આ અકસ્માતના કારણે રસ્તાની બંને બાજુએ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને મોટો ટ્રાફિક જામ સર્જાયો હતો. મુસાફરો અટવાઈ ન પડે તે માટે પોલીસે તાત્કાલિક ક્રેન મંગાવીને રોડ વચ્ચે પડેલા ક્ષતિગ્રસ્ત વાહનોને બાજુ પર ખસેડ્યા હતા. પોલીસની સમયસૂચકતાના કારણે થોડા જ સમયમાં હાઈવે પરનો વાહનવ્યવહાર ફરી રાબેતા મુજબ શરૂ કરાયો હતો.
    Click here to Read More
    Previous Article
    ગિરનારના ઘનઘોર જંગલમાં વન્યજીવોની ગણતરીનો પ્રારંભ:બે દિવસ તૃણાહારી પ્રાણીઓની વસ્તી ગણાશે; 150થી વધુનો સ્ટાફ આધુનિક સાધનો સાથે તૈનાત
    Next Article
    ગિફ્ટ સિટી પાસેની 190 કરોડની જમીનમાં કબજો જમાવ્યો:18 વીઘાના ખોટા દસ્તાવેજો બનાવ્યા, અમદાવાદના ભૂમાફિયા સામે નડિયાદના ખેડૂતે ફરિયાદ નોંધાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment