Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન ઝુંબેશ શરૂ:મેયર ઉત્તમ સુરાણીએ શાકમાર્કેટ વિસ્તારમાં સફાઈ અભિયાન ચલાવ્યું

    1 week ago

    રાજ્ય સરકારના "સ્વચ્છ ગુજરાત, પ્લાસ્ટિક ફ્રી ગુજરાત" અભિયાન અંતર્ગત મોરબીને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ ઝુંબેશ આજથી શરૂ થઈને 14મી તારીખ સુધી ચાલશે. આ અભિયાનના ભાગરૂપે આજે મોરબીના નગરદરવાજા ચોક અને શાકમાર્કેટ વિસ્તારમાં પ્લાસ્ટિક કલેક્શન માટે વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશનો મુખ્ય હેતુ શહેરમાંથી પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવાનો છે. આ સફાઈ અભિયાનમાં મોરબી મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર ઉત્તમ સુરાણી, ડેપ્યુટી કમિશનર સોની, સામાજિક કાર્યકરો, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ જોડાયા હતા. નગરદરવાજા ચોકથી શાકમાર્કેટ સુધીના વિસ્તારમાં પ્લાસ્ટિક સહિતનો કચરો એકત્રિત કરીને સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. મેયર ઉત્તમ સુરાણીએ સ્થળ પર જઈને સફાઈ કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં સતત ત્રીજા દિવસે હત્યા, મામાએ ભાણિયાને પતાવી દીધો:પ્રેમ પ્રકરણમાં છરીના 6 ઘા માર્યાની આશંકા; દર 37 કલાકે એક મર્ડર
    Next Article
    કોમ્પ્યુટર ટ્રેનર વ્યાજખોરોના ચુંગલમાં ફસાયો:2 શખસે ફર્નિચરના ધંધા માટે 1 લાખ આપ્યા બાદ ચક્રવૃદ્ધિ વ્યાજની માંગણી કરી, ગેરેજમાંથી સામાન અને લેપટોપ લઈ ગયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment