Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોમાસા પૂર્વે પોરબંદર ફાયર બ્રિગેડ સજ્જ:મોન્સૂન કંટ્રોલ રૂમ શરૂ

    1 week ago

    ચોમાસાની ઋતુ નજીક આવતા જ પોરબંદર મનપાના કમિશનર એચ.જે. પ્રજાપતિની સૂચનાથી ફાયર સ્ટેશન ઓફિસર અભય મહેતાના માર્ગદર્શનમાં ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા સંભવિત આફતોને પહોંચી વળવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ભારે વરસાદ, પૂરની સ્થિતિ કે વાવાઝોડા જેવી કટોકટીના સમયે તાત્કાલિક બચાવ કામગીરી - રેસ્ક્યુ કોલ માટે વિશેષ મોન્સૂન કંટ્રોલ રૂમ કાર્યરત કરી દેવામાં આવ્યો છે. ફાયર વિભાગ દ્વારા તમામ આધુનિક સાધનો અને વાહનોના મેન્ટેનન્સની ચકાસણી પણ પૂર્ણ કરી લેવામાં આવી છે જેથી કટોકટીના સમયે કોઈ ખામી સર્જાય નહીં.​ફાયર વિભાગ દ્વારા ગત 1 જૂનથી જ મોન્સૂન કંટ્રોલ રૂમ ચોવીસેય કલાક કાર્યરત કરી દેવામાં આવ્યો છે. કોઈપણ પરિસ્થિતિમાં તાકીદે મદદ મળી રહે તે માટે 24 કલાક દરમિયાન 3 અલગ-અલગ શિફ્ટમાં સ્ટાફ ફરજ બજાવશે. આ માટે ફાયર બ્રિગેડનો 25 જેટલો હાઈલી ટ્રેઇન્ડ સ્ટાફ પણ ખડેપગે રાખવામાં આવ્યો છે. ચોમાસા દરમિયાન પોરબંદર વાસીઓની સુરક્ષા માટે ફાયર બ્રિગેડ સંપૂર્ણપણે સજ્જ છે અને કોઈપણ આપત્તિજનક સ્થિતિને પહોંચી વળવા એલર્ટ મોડ પર છે તેવો તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે. પૂર અને પાણીના રેસ્ક્યુ માટે અત્યાધુનિક સાધનો તૈયાર‎ જો શહેરમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાય અથવા કોઈ જગ્યાએ પાણી ભરાઈ જાય, તો નાગરિકોના રેસ્ક્યુ માટે ફાયર વિભાગે રેસ્ક્યુ બોટ, OBM મશીન (આઉટબોર્ડ મોટર)લાઇફ જેકેટ, રેસ્ક્યુ બોયા તેમજ વાવાઝોડા કે ભારે પવનના કારણે વૃક્ષો અથવા હોર્ડિંગ્સ ધરાશાયી થવાની ઘટનાઓમાં રોડ બ્લોકેજ તાત્કાલિક દૂર કરવા માટે ચેઇન શો મશીન એટલેકે ઝાડ કાપવાનું આધુનિક મશીન, વુડ કટર, રોપ લેડર સજ્જ કરવામાં આવ્યું છે. ઇમરજન્સીમાં અહીં સંપર્ક કરો ટોલ ફ્રી નંબર: 101, લેન્ડલાઇન નંબર: 0286 2249850 તેમજ નોડલ અધિકારી મોબાઈલ નંબર: 63583 18790 પર મુશ્કેલીના સમયે નાગરિકો આ નંબરો પર ચોવીસ કલાક સંપર્ક કરી શકશે.
    Click here to Read More
    Previous Article
    આપઘાત:ભુજ અને માનકુવામાં યુવાને ફાંસો ખાઈ જિંદગી ટુંકાવી લીધી
    Next Article
    Rajasthan PTET Admit Card 2026 Out, Direct Link To Download Hall Ticket Here

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment