Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વોન્ટેડ ધ્રુવલ દેસાઈ જામકંડોરણાથી ઝડપાયો:શિક્ષિકાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, ફરિયાદ નોંધાતા વારાણસીમાં ફિનાઈલ પી બાદ અંગત પળોના ફોટા વીડિયો વાયરલ કર્યા'તા

    1 week ago

    રાજકોટમાં શિક્ષિકાએ તેના પૂર્વ વિદ્યાર્થી સામે લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યાની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં વર્ષ 2012માં જે વિદ્યાર્થીને ધો.10માં અભ્યાસ કરાવ્યો હતો તે જ વિદ્યાર્થીએ 12 વર્ષ બાદ શિક્ષિકાનો સોશિયલ મીડિયામાં કોન્ટેક્ટ કરી ત્યારબાદ લગ્નની લાલચ આપી દોઢ વર્ષ સુધી અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં રૂપિયા પડાવી લગ્ન કરવાની ના પાડતા શિક્ષિકાએ ફરિયાદ નોંધાવતા આરોપી પૂર્વ વિદ્યાર્થીએ વારાણસીમાં ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં શિક્ષિકાના ફોટા વિડીયો વાયરલ કરી દેતા વધુ એક ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે અઢી મહિનાથી તે નાસ્તો ફરતો હતો. આ દરમિયાન આરોપી ધ્રુવલ દેસાઈ જામકંડોરણા આવ્યો હોવાથી ગાંધીગ્રામ પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કર્યું ને સાત લાખ પડાવ્યા રાજકોટ એસીપી આર.એસ બારીઆએ જણાવ્યું હતું કે, માર્ચ મહિનામાં એક શિક્ષિકાએ લગ્નની લાલચ આપી દુષ્કર્મ અંગે ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જે કેસમાં આરોપી ધ્રુવલ દેસાઈનું નામ આપ્યું હતું. ફરિયાદમાં જણાવ્યા મુજબ ભોગ બનનાર પાસે આરોપી અગાઉ અભ્યાસ કરી ચુક્યો હતો અને 12 વર્ષ બાદ બંનેનો સોશિયલ મીડિયા થકી સંપર્ક થયો હતો. બાદમાં આરોપી ધ્રુવલે તેને લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરી તેની પાસેથી રૂ.7 લાખ પડાવી લીધા બાદ બીજી યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. એટલું જ નહીં ભોગબનનાર સાથે ચેટિંગ તેમજ અંગત ફોટા વીડિયો વાઇરલ કરી દેતા અલગથી ફરિયાદ નોંધાઈ હતી. જે બંને ગુનામાં વોન્ટેડ ધ્રુવલ દેસાઈ જામકંડોરણા હોવાથી પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધ્રુવલ શિક્ષિકાને 10 દિવસ થાઈલેન્ડ પણ લઈ ગયો હતો ફરિયાદમાં દુષ્કર્મ પીડિત શિક્ષિકાએ જણાવ્યું હતું કે, હું જે સ્કૂલમાં ભણાવું છું તે જ સ્કૂલના પૂર્વ વિદ્યાર્થી ધ્રુવલ દેસાઈએ ફેસબુક મારફતે મારી સાથે કોન્ટેક્ટ કર્યો હતો. ધ્રુવલને મારા સ્કૂલના સ્ટાફ તેમજ મિત્રો દ્વારા ખ્યાલ આવ્યો કે, હું ડિવોર્સી છું અને એકલી રહું છું જેથી ધ્રુવલે જૂન 2024માં મારો કોન્ટેક્ટ કર્યો અને ડિસેમ્બર 2025 સુધી લગ્નની લાલચ આપી દોઢ વર્ષ સુધી મારી સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. જોકે, ધ્રુવલે માર્ચ 2025માં તેની મહિલા મિત્ર સાથે સગાઈ કરી લીધી હતી. તેની ખબર ધ્રુવલે મને પડવા દીધી ન હતી અને મને એમ કહ્યું કે, હું તારી સાથે જ લગ્ન કરવા માંગું છું. ધ્રુવલે દોઢ વર્ષમાં મને આખું ગુજરાત અને ચારધામની યાત્રા કરાવી હતી. 10 દિવસ થાઈલેન્ડ પણ લઈ ગયો હતો. દોઢ વર્ષમાં સવાર, બપોર અને સાંજ એમ ત્રણ ટાઇમ મારા ઘરે આવતો હતો મને વાઈફની જેમ જ ટ્રીટ કરતો હતો.વાંચો સંપૂર્ણ સમાચાર આ પણ વાંચો: વિદ્યાર્થીએ ઝેર પીને વીડિયો બનાવી કહ્યું-મને હિડન BF બનાવ્યો'તો
    Click here to Read More
    Previous Article
    GSRTC કંડક્ટર ભરતી: વલસાડ રેડ ક્રોસ દ્વારા ફર્સ્ટ એઈડ તાલીમ:ઉમેદવારો માટે પ્રમાણપત્ર ફરજિયાત હોવાથી તાલીમ વર્ગોનું આયોજન
    Next Article
    40% of Pak smugglers pushing drugs into Punjab located in Lahore, Kasur

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment