Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વોન્ટેડ પૂર્વ વિદ્યાર્થી ધ્રુવલ દેસાઈ જામકંડોરણાથી ઝડપાયો:રાજકોટની શિક્ષિકાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, ફરિયાદ નોંધાતા વારાણસીમાં ફિનાઈલ પી બાદ શિક્ષિકાના અંગત પળોના ફોટા વીડિયો વાયરલ કર્યા'તા

    1 week ago

    રાજકોટમાં શિક્ષિકાએ તેના પૂર્વ વિદ્યાર્થી સામે લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યાની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં વર્ષ 2012માં જે વિદ્યાર્થીને ધો.10માં અભ્યાસ કરાવ્યો હતો તે જ વિદ્યાર્થીએ 12 વર્ષ બાદ શિક્ષિકાનો સોશિયલ મીડિયામાં કોન્ટેક્ટ કરી ત્યારબાદ લગ્નની લાલચ આપી દોઢ વર્ષ સુધી અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ આચર્યું હતું બાદમાં રૂપિયા પડાવી લગ્ન કરવાની ના પાડતા શિક્ષિકાએ ફરિયાદ નોંધાવતા આરોપી પૂર્વ વિદ્યાર્થીએ વારાણસીમાં ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરી વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં શિક્ષિકાના ફોટા વિડીયો વાયરલ કરી દેતા વધુ એક ફરિયાદ નોંધાઈ હતી જે બાદ અઢી મહિનાથી તે નાસ્તો ફરતો હતો દરમિયાન આરોપી ધ્રુવલ દેસાઈ જામકંડોરણા આવ્યો હોવાથી ગાંધીગ્રામ પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ એસીપી આર એસ બારીઆએ જણાવ્યું હતું કે, માર્ચ મહિનામાં એક શિક્ષિકાએ લગ્નની લાલચ આપી દુષ્કર્મ અંગે ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી જે કેસમાં આરોપી ધ્રુવલ દેસાઈનું નામ આપ્યું હતું. ફરિયાદમાં જણાવ્યા મુજબ ભોગ બનનાર પાસે આરોપી અગાઉ અભ્યાસ કરી ચુક્યો હતો અને 12 વર્ષ બાદ બંનેનો સોશિયલ મીડિયા થકી સંપર્ક થયો હતો. બાદમાં આરોપી ધ્રુવલે તેને લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરી તેની પાસેથી રૂ.7 લાખ પડાવી લીધા બાદ બીજી યુવતી સાથે લગ્ન કરી લીધા હતા અને ભોગબનનાર સાથે ચેટિંગ તેમજ અંગત ફોટા વિડીયો વાઇરલ કરી દેતા અલગથી ફરિયાદ નોંધાઈ હતી જે બંને ગુનામાં વોન્ટેડ ધ્રુવલ દેસાઈ જામકંડોરણા હોવાથી પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદમાં દુષ્કર્મ પીડિત શિક્ષિકાએ જણાવ્યું હતું કે, હું જે સ્કૂલમાં ભણાવું છું તે જ સ્કૂલના પૂર્વ વિદ્યાર્થી ધ્રુવલ દેસાઈએ ફેસબુક મારફતે મારી સાથે કોન્ટેક્ટ કર્યો હતો. હું જ્યારે વર્ષ 2012માં સ્કૂલમાં શિક્ષિકા તરીકે જોડાઈ ત્યારે પૂર્વ વિદ્યાર્થી તરીકે ધ્રુવલ ધો.10માં અભ્યાસ કરતો હતો. જે બાદ ધ્રુવલને મારા સ્કૂલના સ્ટાફ તેમજ મિત્રો દ્વારા ખ્યાલ આવ્યો કે, હું ડિવોર્સી છું અને એકલી રહું છું જેથી ધ્રુવલે જૂન 2024માં મારો કોન્ટેક્ટ કર્યો અને ડિસેમ્બર 2025 સુધી લગ્નની લાલચ આપી દોઢ વર્ષ સુધી મારી સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. જોકે, ધ્રુવલે માર્ચ 2025માં તેની મહિલા મિત્ર સાથે સગાઈ કરી લીધી હતી. તેની ખબર ધ્રુવલે મને પડવા દીધી ન હતી અને મને એમ કહ્યું કે, હું તારી સાથે જ લગ્ન કરવા માંગું છું. ધ્રુવલે દોઢ વર્ષમાં મને આખું ગુજરાત અને ચારધામની યાત્રા કરાવી હતી. 10 દિવસ થાઈલેન્ડ પણ લઈ ગયો હતો. દોઢ વર્ષમાં સવાર, બપોર અને સાંજ એમ ત્રણ ટાઇમ મારા ઘરે આવતો હતો મને વાઈફની જેમ જ ટ્રીટ કરતો હતો. સોના-ચાંદીના દાગીના સહિત 6 લાખ આપ્યા હતા આરોપી ધ્રુવલે ભોગ બનનાર પીડિતાને કહ્યું હતું કે આપણે વિદેશમાં સ્થાયી થવું છે જેથી નોકરી પણ મુકાવી દીધી હતી. આ દરમિયાન શિક્ષિકાએ તેને રોકડ અને સોના-ચાંદીના દાગીના સહિત 6 લાખ રૂપિયા આપ્યા હતા. આ પણ વાંચો: વિદ્યાર્થીએ ઝેર પીને વીડિયો બનાવી કહ્યું-મને હિડન BF બનાવ્યો'તો શિક્ષિકા દ્વારા નોંધાવવામાં આવેલી દુષ્કર્મની ફરિયાદ બાદ, આરોપી વિદ્યાર્થીએ આજે સોશિયલ મીડિયા પર 16 મિનિટનો વીડિયો વાઇરલ કરી ઝેર પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. વીડિયોમાં યુવકે ગંભીર આક્ષેપો કર્યા હતા કે, ડિવોર્સી શિક્ષિકાએ તેને 'હિડન બોયફ્રેન્ડ' બનાવી રાખ્યો હતો અને હવે વિદેશ સેટ થવા માટે રૂપિયા પડાવવા ખોટી ફરિયાદ કરી બદનામ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    ગીરમાં 8 સાવજોના હરોળબદ્ધ કેટ વોકનો અદભૂત VIDEO:વાયરસના પ્રકોપ વચ્ચે તંદુરસ્ત, યુવાન સિંહો જોઈને પ્રવસીઓ આનંદમાં, સિંહ પ્રજાતિ પર વાયરસનું સંકટ ઘટ્યું
    Next Article
    અનાથ આશ્રમના નામે ઘોઘાના યુવાન સાથે ઠગાઈ:25 લાખની સોનાની માળા આપવાની લાલચ આપી બે ગઠિયા 45 હજાર પડાવી ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment