Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ વૃક્ષારોપણ કર્યું:કૃષ્ણ સાગર તળાવનું સફાઈ અભિયાન, પ્રગતિપથ યાત્રા યોજાઈ; અધિકારીઓ બસમાં પહોંચ્યા

    1 week ago

    બોટાદ ખાતે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ અને તળાવ સફાઈ અભિયાન યોજાયું હતું. આ ઉપરાંત, સર્કિટ હાઉસ ખાતે પ્રગતિપથ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાના હસ્તે બોટાદના કૃષ્ણ સાગર તળાવ પાસે ફોરેસ્ટ ગાર્ડનમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળું ગુજરાતના સંકલ્પને મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. વૃક્ષારોપણ બાદ કૃષ્ણ સાગર તળાવ ખાતે સફાઈ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં આગેવાનો અને અધિકારીઓએ સ્વયં ભાગ લીધો હતો. ત્યારબાદ બોટાદ સર્કિટ હાઉસ ખાતે 'પ્રગતિપથ યાત્રા'નું આયોજન થયું હતું, જેમાં વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અને જનહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પર્યાવરણ સંરક્ષણ અને ડીઝલ-પેટ્રોલ બચાવવાના સંદેશને આગળ વધારવા માટે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલ, જિલ્લા કલેક્ટર, જિલ્લા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ સહિતના પદાધિકારીઓ અને હોદ્દેદારો બસમાં મુસાફરી કરીને કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમો દ્વારા પર્યાવરણ જાગૃતિ, સ્વચ્છતા અને ઇંધણ બચતનો સંદેશ જનજન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    રાજ્યભરના વાલીઓને મોંઘવારીનો વધુ એક માર:સ્કૂલ વાનના ભાડામાં 200 રૂપિયા અને સ્કૂલ રિક્ષાના ભાડામાં 100 રૂપિયાનો વધારો
    Next Article
    નગરપાલિકાના શાસકોની ભૂલ નવસારી મનપાના મેયરે સુધારી!:વિદ્યાકુંજ કોન્વેન્ટ સ્કૂલ પાસે રબરના બમ્પર હટાવાયા, અશોક ધોરાજીયાએ ઊભા રહીને કામગીરી કરાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment