Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યભરના વાલીઓને મોંઘવારીનો વધુ એક માર:સ્કૂલ વાનના ભાડામાં 200 રૂપિયા અને સ્કૂલ રિક્ષાના ભાડામાં 100 રૂપિયાનો વધારો

    1 week ago

    રાજ્યભરના વાલીઓને વધુ એક મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. CNGમાં ભાવમાં સતત વધારો થતા સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા ભાડામાં પણ વધારો કરવામાં આવ્યો છે. આજે સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠક મળી હતી. જેમાં સ્કૂલ વાનના ભાડામાં 200 રૂપિયા અને સ્કૂલ રિક્ષાના ભાડામાં 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. CNGના ભાવમાં વધારો થતા સ્કૂલ વર્ધી સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ-ડીઝલ ભાવની સાથે સાથે CNGના ભાવમાં પણ વધારો થતા હવે CNG નો ભાવ પણ પેટ્રોલ અને ડીઝલની સમક્ષક પહોંચી ગયો છે. જેથી, CNGના ભાવમાં વધારો થતા સ્કૂલ વર્ધી સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. જે પ્રમાણે CNGનો ભાવ પહોંચી ગયો છે એવી સ્થિતિમાં હાલના ભાડા દર પર વાન અને રિક્ષા ચલાવવી મુશ્કેલ બની રહી છે. જોકે, સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા ભાડામાં દર ત્રણ વર્ષે વધારો કરવો તેવું નક્કી કરવામાં આવ્યું હતું. વર્ષ 2024માં સ્કૂલ વર્ધીના ભાડામાં 200 રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો હતો. જેથી વાલીઓ પર બોઝ ન પડે તે માટે 2027માં ભાડામાં વધારો કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ વર્ષ 2024માં કરેલા ભાડામાં વધારા બાદ અંદાજે 12 રૂપિયા જેટલો CNGના ભાવમાં વધારો થઈ ગયો છે. 11 જૂન 2024ના ભાડામાં વધારો કરાયો ત્યારે CNG નો ભાવ 76 રૂપિયા હતો, જે અત્યારે વધીને 88 રૂપિયા પહોંચી ગયો છે. જેથી અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા સાંજે બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં અમદાવાદ સહિત રાજ્યભરના સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. જેમાં વધતા જતા CNGના ભાવ વધારાને લઈને ભાડામાં કેટલો વધારો કરવો તેને લઈને ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. જેથી યુનિફોર્મ સહિતની વસ્તુઓમાં ભાવ વધારા બાદ હવે વાલીઓના માથે સ્કૂલ વર્ધીના ભાડાનો પણ બોઝ સહન કરવો પડશે.
    Click here to Read More
    Previous Article
    અયોધ્યા રામ મંદિરમાંથી 7 કરોડની ચોરીનો દાવો:અખિલેશે કહ્યું- સરકારનું મૌન શંકાસ્પદ; ચંપત રાયે કહ્યું- કોઈ ગડબડી મળી નથી
    Next Article
    બોટાદમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ વૃક્ષારોપણ કર્યું:કૃષ્ણ સાગર તળાવનું સફાઈ અભિયાન, પ્રગતિપથ યાત્રા યોજાઈ; અધિકારીઓ બસમાં પહોંચ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment