Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં પ્રિ-મોન્સુન કામગીરી માત્ર કાગળ પર!:કરોડોના ખર્ચે સફાઇના દાવાઓ વચ્ચે મેયરના વિસ્તારમાં સ્થાનિકો પરેશાન, ઓનલાઈન ફરિયાદ અને મેયરને રજુઆત છતાં કોઈ જવાબ નહીં

    1 week ago

    રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ચોમાસા પહેલાં કરોડો રૂપિયાના ખર્ચે પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત વોંકળા સફાઇના મોટા-મોટા દાવાઓ કરવામાં આવે છે. શાસકો અને અધિકારીઓ ફિલ્ડ વિઝિટના નામે ફોટો સેશન કરાવીને સંતોષ માની લે છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ તદ્દન જુદી અને આઘાતજનક છે. રાજકોટ મહાનગરપાલિકાના ચોપડે પ્રિ-મોન્સુન કામગીરી 80% પુર્ણ થઇ હોવાનું દેખાડવામાં આવ્યું છે, પણ શહેરના હૃદય સમાન અને ખુદ મેયર ડો. નેહલ શુકલના વોર્ડ નં. 7માં આવેલા રજપુતપરા વિસ્તારમાં સ્થિતિ અત્યંત દયનીય છે. આ વિસ્તારમાં આવેલો રાજકોટનો સૌથી મહત્વનો ગણાતો મુખ્ય વોંકળો ગંદકી, કચરો અને પ્લાસ્ટિકના ગંજથી ખદબદી રહ્યો હોય સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ચોમાસામાં પાણી ભરાવાનો ભય હોવાથી આ વિસ્તારનાં નાગરિક દ્વારા ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી હતી. જોકે જવાબમાં પ્રથમવાર તેમને કમ્પ્લેઇન સોલ્વ થયાનું અને બીજીવાર લેખિત ફરિયાદ કરવાનું જણાવાતા અને મેયરને લખેલા પત્રનો કોઈ જવાબ નહીં મળતા સ્થાનિકોએ જાતે જ સફાઈ કરવાની તૈયારી શરૂ કરી છે. વોંકળામાં ગંદકીના થર ને 20 ફૂટ જેટલો કચરો સ્થાનિક રહેવાસી અને જાગૃત નાગરિક ડો. સંજય રાજગુરુએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, વોંકળામાં ગંદકીના થર જામી ગયા છે અને આશરે 20 ફૂટ જેટલો કચરો ખડકાયેલો છે. આ ભયંકર ગંદકીના કારણે સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઇ રહી છે. એટલું જ નહીં, આ ગંદકીના ગંજ હવે મચ્છરોના ઉત્પત્તિ કેન્દ્રો બની ગયા છે, જેના કારણે સ્થાનિક બાળકો, યુવાનો અને વૃદ્ધો મોટા પાયે બીમારીનો ભોગ બની રહ્યા છે. વળી, વોંકળામાં મોટા પાયે ગેરકાયદેસર દબાણો થઇ ગયા હોવાના કારણે વરસાદી પાણીના વહેણ સંપૂર્ણપણે અટકી ગયા છે. 'રાજકોટ સિટિઝન એપ' પર ઓનલાઈન ફરિયાદ છતાં જવાબ નહીં આગામી ચોમાસામાં જો ધોધમાર વરસાદ પડશે, તો આસપાસના રહેણાંક મકાનો અને દુકાનોમાં વોંકળાના ગંદા પાણી ભરાઇ જવાની ભીતિ છે. જેને લઈને અમારા દ્વારા મનપાની 'રાજકોટ સિટિઝન એપ' પર ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં વોંકળાની ગંદકીના પુરાવા રૂપે ફોટોગ્રાફ્સ રજૂ કર્યા હતા. જોકે ઓનલાઇન ફરિયાદ કર્યાના થોડા સમય બાદ તંત્ર તરફથી અમને એવો મેસેજ મળી ગયો કે તમારી ફરિયાદનો નિકાલ થઇ ગયો છે અને પ્રશ્ન સોલ્વ થઇ ગયો છે! મેયર ડો. નેહલ શુક્લને લેખિતમાં અરજી કરી આ સાંભળીને અમને આશ્ચર્ય થયું, એટલે પોતે વોંકળા પાસે જઇને રૂબરૂ સ્થળ તપાસ કરી. જે જગ્યાનો ફોટો પાડીને અમે ફરિયાદમાં મોકલ્યો હતો, ત્યાં પરિસ્થિતિ એવી ને એવી જ હતી. સફાઇ કામગીરીના નામે એક તણખલું પણ હટાવવામાં આવ્યું નહોતું. અધિકારીઓએ ઓફિસમાં બેઠા બેઠા કાગળ પર ફરિયાદ ઉકેલી નાખી હતી. જેને લઈને ઓનલાઇન ફરિયાદ 'રી-ઓપન' (ફરી ચાલુ) કરી, ત્યારે તંત્ર દ્વારા રૂબરૂ કોર્પોરેશન કચેરીએ આવીને લેખિતમાં અરજી આપવા જણાવાયું હતું. જેને લઈને પોતે મેયર ડો નેહલ શુક્લને લેખિતમાં અરજી કરી છે. ‘રજૂઆતો કરવા છતાં પણ તંત્રના પેટનું પાણી હલ્યું નથી’ ડો. સંજયે વધુમાં જણાવ્યું કે, વોંકળામાં માત્ર કચરો જ ઉપાડવાનો છે અને સફાઇ જ કરવાની છે, તેના સ્પષ્ટ ફોટા અને લોકેશન આપવા છતાં સામાન્ય જનતાએ વારંવાર સરકારી કચેરીઓના ધક્કા ખાવાની શું જરૂર છે? જો બધું કામ રૂબરૂ જઇને જ કરાવવાનું હોય, તો ડિજિટલ ઇન્ડિયા અને કરોડોના ખર્ચે બનેલી મોબાઇલ એપ્લિકેશનનો અર્થ શું રહે છે? ઓનલાઇન સિસ્ટમથી કોઇ પરિણામ ન મળતાં આખરે પોતે મેયર ડો. શુકલને પત્ર લખ્યો છે. પત્રની નકલ આરએમસી એડમિનિસ્ટ્રેટર અને આરએમસી કમિશનરને પણ મોકલવામાં આવી છે. આટલી ઉચ્ચ સ્તરીય રજૂઆતો કરવા છતાં પણ તંત્રના પેટનું પાણી હલ્યું નથી. જેને લઈને સ્થાનિકોએ જાતે જ સફાઈ કરવાનો નિર્ણય કર્યો છે. કોર્પોરેશનના ચોપડે સફાઇના 'ગપગોળા' જેવા આંકડા એક તરફ વાસ્તવિકતા આટલી ભયાનક છે, ત્યારે બીજી તરફ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શાસકો અને જનતાની આંખમાં ધૂળ નાખતો એક આંકડાકીય અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. આ સરકારી ચોપડા મુજબ શહેરનાં કુલ 63 વોંકળામાંથી 57 વોંકળા સંપૂર્ણ સાફ થઇ ગયા છે. પ્રિ-મોન્સુન ડ્રાઇવ અંતર્ગત અત્યાર સુધીમાં 4018 ટનથી વધુ કચરો અને ગાર કાઢવામાં આવ્યો છે. આ કચરો વહન કરવા માટે 533 ડમ્પર અને 112 ટ્રેક્ટરના ફેરા કરવામાં આવ્યા છે. શહેરના કુલ 40 વોંકળાઓની સફાઇની કામગીરી 100% પૂર્ણ થઇ ગઇ છે. મેયરના પોતાના જ વોર્ડમાં ડિજિટલ ફરિયાદોનો અનાદર ઉલ્લેખનીય છે કે, સરકારી ચોપડે દર્શાવવામાં આવેલા આ આંકડા અને રજપુતપરાની ગ્રાઉન્ડ રિયાલિટી વચ્ચે આસમાન-જમીનનો તફાવત છે. મેયરના પોતાના જ વોર્ડમાં જો ડિજિટલ ફરિયાદોનો આવો અનાદર થતો હોય અને નાગરિકોને વારંવાર લેખિત ફરિયાદ કરવાની જરૂર પડતી હોય તો સામાન્ય વિસ્તારોની સ્થિતિ કેટલી બદતર હશે તેની કલ્પના કરી શકાય છે. ત્યારે આગામી સમયમાં આ વોકળાની યોગ્ય સફાઈ ક્યારે કરવામાં આવે છે તે જોવું રહ્યું.
    Click here to Read More
    Previous Article
    વાવડી ગામની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો:વલ્લભીપુર બસ સ્ટેન્ડ પાસેથી ભાવનગર અને સુરતનો શખ્સ ઝડપાયો; ₹12.16 લાખના દાગીના રિકવર
    Next Article
    મીઠાખળીમાં ખુલ્લી તલવારો સાથે ચાર શખસો દુકાન પર ત્રાટક્યા:મેયર બંગલા નજીક 200 મીટરના અંતરે બનેલી ઘટનાથી વેપારીઓમાં ભારે ફફડાટ, નવરંગપુરા પોલીસે તપાસ શરૂ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment