Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરખેજમાં પ્રેમીએ જ યુવતીની ગળું દબાવી હત્યા કરી:શરૂઆતમાં આત્મહત્યા અંગે તપાસ કરી, પીએમ રિપોર્ટ બાદ હત્યાનો ખુલાસો થયો

    1 week ago

    અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલ ફતેવાડી આર.સી. રોડ પર 6 જૂને સવારે મકાનમાંથી યુવતીની લાશ મળી હતી. યુવતીની તેના જ ઘરમાંથી શંકાસ્પદ હાલતમાં ગળા પર ઇજાના નિશાન સાથે લાશ મળી હતી. મૃતકના પરિવારે યુવતીના પ્રેમી પર શંકા વ્યક્ત કરી હતી. પોલીસે શરૂઆતમાં આત્મહત્યા મામલે તપાસ કરી પરંતુ, જ્યારે પીએમ રિપોર્ટ આવ્યો ત્યારે હત્યાની જાણ થઈ હતી. પ્રેમી શંકાના કારણે યુવતીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે, સરખેજ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. યાસીન સીમા પર નાની-નાની વાતોમાં શંકા કરતો સરખેજમાં રહેતી સીમા પઠાણ નામની યુવતીના પાંચ મહિના અગાઉ છૂટાછેડા થયા હતા.સીમાના બે બાળકો છે. સીમા બાળકો સાથે માતાના ઘરે રહે છે. આ દરમિયાન સીમાને યાસીન કુરેશી સાથે પ્રેમ સંબંધ હતો. બંને અવારનવાર મળતા હતા.સીમા અને યાસીન લગ્ન પણ કરવાના હતા પરંતુ, યાસીન સીમા પર નાની-નાની વાતોમાં શંકા કરતો હતો. સીમા સાથે યાસીનના અવારનવાર ઝગડા પણ થાય છે. 6 જૂને વહેલી સવારે સીમાનો ભાઈ સીમાના ઘરે નાહવા ગયો ત્યારે સીમાની તેના જ ઘરમાં લાશ પડી હતી.સીમાના ગાળામાં ઇજાના નિશાન પણ હતા અને લોહી પણ જામી ગયું હતું. પરિવારે પોલીસને જાણ કરતા સ્થળ પર પહોંચી હતી. પોલીસે શરૂઆતમાં આત્મહત્યા અંગે તપાસ શરૂ કરી હતી. જોકે, પરિવારે હત્યાની જ શંકા વ્યક્ત કરી હતી. યાસીનની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઇ એલ. એલ. ચાવડાએ જણાવ્યું હતું કે, આ બનાવના દિવસે અકસ્માતે મોત નોંધવામાં આવ્યું હતું. હત્યાની શંકા હતી પરંતુ, પીએમ રીપોર્ટની રાહ જોતા હતા. પીએમ.રિપોર્ટ આવતા હત્યાની જાણ થઈ હતી. સીમાના પ્રેમી યાસીન પર શંકા હતી જેથી, યાસીનની અટકાયત કરી પૂછરપછ કરતા યાસીનને સીમા પર શંકા હતી. જેના કારણે હત્યા કરી હોવાનું સ્વીકાર્યું છે. હાલ યાસીનની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ખડગેએ કહ્યું-NEETમાં યુવાનો સાથે છેતરપિંડી થઈ, શિક્ષણ મંત્રી રાજીનામું આપે:શરદ પવારે કહ્યું- એકજુથ રહેવું જરૂરી, I.N.D.I.A.ની બેઠકમાં સોનિયા,રાહુલ, મમતા, અખિલેશ હાજર
    Next Article
    સુરેન્દ્રનગર મેયરે 300 સફાઈકર્મીઓના બાકી પગારનો કર્યો નિકાલ.:બે મહિનાથી અટકેલા પગાર અને અન્ય પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment