Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જેનિફર વિંગેટના બીજા લગ્નની ચર્ચાએ જોર પકડ્યું:સિંગાપોરના બિઝનેસમેન વિલિયમને ડેટ કરી છે એક્ટ્રેસ; ક્રિશ્ચિયન રીતિ-રિવાજ મુજબ થશે વિધિ

    1 week ago

    ટીવી એક્ટ્રેસ જેનિફર વિંગેટ ટૂંક સમયમાં બીજા લગ્ન કરી શકે છે. તે સિંગાપોરના બિઝનેસમેન વિલિયમ ઇશ્માઇલ સાથે રિલેશનશિપમાં છે. હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ અનુસાર, વિલિયમે એક હોલિડે દરમિયાન જેનિફરને પ્રપોઝ કર્યું હતું, જેના માટે તેણે પોતાની સંમતિ આપી દીધી છે. જોકે, જેનિફર કે વિલિયમ તરફથી હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. ઇન્સ્ટાગ્રામ એક્ટિવિટીથી શરૂ થઈ ચર્ચા જેનિફરના લગ્નની ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે ચાહકોએ ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક એક્ટિવિટી નોટિસ કરી. જેનિફરે સોશિયલ મીડિયા પર લગ્નના એક ડાન્સ રીલ વીડિયો પર રિએક્ટ કર્યું હતું. આ પછી ચાહકોએ જોયું કે તેણે ઇન્સ્ટાગ્રામ પર લગ્ન સંબંધિત ઘણા પેજને ફોલો કરવાનું શરૂ કરી દીધું છે. આ એક્ટિવિટી પછીથી જ સોશિયલ મીડિયા પર તેના લગ્નને લઈને અટકળો લગાવવામાં આવી રહી છે. ખ્રિસ્તી રીતિ-રિવાજ પ્રમાણે થઈ શકે છે લગ્ન જેનિફર અને વિલિયમ એકસાથે ખૂબ ખુશ છે. વિલિયમના પ્રપોઝલ પછી જેનિફરે લગ્નની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. તેઓ વેડિંગ વેન્ડર્સને શોર્ટલિસ્ટ કરી રહી છે અને તેમણે એક મૂડ બોર્ડ પણ તૈયાર કર્યું છે. બંને ખ્રિસ્તી રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. લગ્ન માટે આ વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબર અથવા ડિસેમ્બર-જાન્યુઆરીનો સમય નક્કી કરી શકાય છે. નજીકના મિત્રોને લગ્નની જાણકારી છે રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જેનિફર અને વિલિયમ હજુ લગ્ન માટે સ્થળ (વેન્યુ) શોધી રહ્યા છે. જેનિફરના નજીકના મિત્રોને આ વાતની સંપૂર્ણ જાણકારી છે. તેના ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મિત્રો જેવા કે હરલીન સેઠી અને જેનેલિયા દેશમુખ પણ આ પ્લાનિંગ વિશે જાણે છે. તાજેતરમાં જેનિફરનું નામ તેના કો-સ્ટાર કરણ વાહી સાથે પણ જોડવામાં આવ્યું હતું, પરંતુ કરણે આ સમાચારોને સંપૂર્ણપણે ખોટા અને ફેક ગણાવ્યા હતા. કરણ સિંહ ગ્રોવર સાથે થયા હતા પહેલા લગ્ન જેનિફર વિંગેટના પહેલા લગ્ન એક્ટર કરણ સિંહ ગ્રોવર સાથે થયા હતા. બંનેની મુલાકાત ટીવી સીરિયલ 'દિલ મિલ ગયે'ના સેટ પર થઈ હતી. ત્યારબાદ એપ્રિલ 2012માં બંનેએ લગ્ન કરી લીધા, પરંતુ આ સંબંધ લાંબો ટક્યો નહીં અને વર્ષ 2014માં તેમના છૂટાછેડા થઈ ગયા. ત્યારબાદ કરણ સિંહ ગ્રોવરે વર્ષ 2016માં ફિલ્મ 'અલોન'માં સાથે કામ કર્યા પછી એક્ટ્રેસ બિપાશા બાસુ સાથે લગ્ન કરી લીધા હતા.
    Click here to Read More
    Previous Article
    29 વર્ષના ઝ્વેરેવે પહેલું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું:ફ્રેન્ચ ઓપનના ફાઈનલમાં કોબોલીને હરાવ્યો, પાંચ સેટ સુધી ચાલી મેચ
    Next Article
    ભાજપ સામે 23 વિપક્ષી દળ ભેગા થયા:શરદ પવારે કહ્યું- વિપક્ષી એકતા જાળવવી જરૂરી, I.N.D.I.A.ની બેઠકમાં સોનિયા,રાહુલ, મમતા, અખિલેશ સામેલ; યુથ કોંગ્રેસે રાહુલ વિરુદ્ધના પોસ્ટરો હટાવ્યા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment