Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં સ્વચ્છતા જાગૃતિ રેલી યોજાઈ:મહાનગરપાલિકા દ્વારા આયોજન, રાજકીય અગ્રણીઓ જોડાયા

    1 सप्ताह पहले

    મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના સંકલ્પ સાથે ‘સ્વચ્છતા જાગૃતિ રેલી’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય નગરજનોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ કેળવવાનો અને પર્યાવરણની જાળવણી માટે પ્રેરિત કરવાનો હતો. આ રેલીનો પ્રારંભ મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતેથી થયો હતો. ત્યાંથી નીકળીને રેલી સરદારબાગ થઈને શનાળા રોડ પર આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતે પહોંચીને પૂર્ણ થઈ હતી. રેલી દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો અને નાગરિકોએ મોરબીને સ્વચ્છ રાખવાના સૂત્રોચ્ચારો કર્યા હતા. આ જાગૃતિ રેલીમાં મોરબીના રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. જેમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયા, મહામંત્રી નિર્મલભાઈ જારીયા, મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પંડસુંબીયા, દંડક જયેશભાઈ દેસાઇ અને શાસક પક્ષના નેતા અર્પિતાબા જાડેજા મુખ્યત્વે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મહાનગરપાલિકાના વિવિધ વોર્ડના કોર્પોરેટરો, ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોરબીના વિવિધ સમાજના મોભીઓ અને અગ્રણીઓ પણ આ રેલીમાં ઉત્સાહભેર જોડાયા હતા. મોરબી મહાનગરપાલિકાએ તમામ નગરજનોને અપીલ કરી છે કે સ્વચ્છતા એ માત્ર તંત્રની જ નહીં, પરંતુ સૌની સામૂહિક જવાબદારી છે. સૌ સાથે મળીને મોરબીને સ્વચ્છ અને હરિયાળું બનાવવાનો સંકલ્પ લેવો જોઈએ.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં 70 થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ સન્માનિત:વરીયા પ્રજાપતિ શિક્ષણ સમિતિએ 'વિદ્યારત્ન અભિવાદન સમારોહ' યોજ્યો
    Next Article
    R Madhavan Says He Has Always Been Loyal To His Wife Sarita: 'I Am Extremely Attracted To Attractive Girls'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment