Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ:ખાનગી શાળાઓએ વિદ્યાર્થીઓના સ્વાગત માટે અનોખી તૈયારીઓ કરી

    1 week ago

    આજે રાજ્યભરની સાથે અમરેલી જિલ્લાની શાળાઓમાં પણ નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો હતો. લાંબી ઉનાળાની રજાઓ બાદ વિદ્યાર્થીઓ ફરી એકવાર શાળાના પરિસરમાં પહોંચતા શિક્ષકો અને શાળા સંચાલકો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ખાસ કરીને નર્સરી, કે.જી. અને ધોરણ-1માં પ્રવેશ લેનારા નાના બાળકો માટે પ્રથમ દિવસને યાદગાર બનાવવા અનેક ખાનગી શાળાઓએ સર્જનાત્મક આયોજન કર્યું હતું. શાળાના પ્રવેશદ્વારે કાર્ટૂન કેરેક્ટર, એનિમેટેડ પાત્રો અને વિવિધ આકર્ષક કોસ્ચ્યુમમાં શિક્ષકો તથા સ્ટાફ દ્વારા બાળકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મનપસંદ કાર્ટૂન પાત્રોને સામે જોઈ બાળકોના ચહેરા પર ખુશી અને ઉત્સાહ સ્પષ્ટ જોવા મળ્યો હતો. અમરેલી જિલ્લાની શાળા પરિસરમાં રંગબેરંગી સજાવટ, બલૂન ડેકોરેશન, સ્વાગત ગેટ અને આકર્ષક ફોટો પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા હતા. બાળકોને શાળામાં પ્રવેશતા જ ચોકલેટ, મીઠાઈ અને વિવિધ ભેટસોગાદ આપી તેમનું મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. સાથે જ શૈક્ષણિક કીટ, પુસ્તકો, સ્ટેશનરી સહિતની જરૂરી સામગ્રી પણ આપવામાં આવી હતી. નાના વિદ્યાર્થીઓ માટે વિવિધ રમૂજી પ્રવૃત્તિઓ, ગીત-સંગીત અને મનોરંજનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી પ્રથમ દિવસે બાળકોમાં શાળાનો ડર દૂર થાય અને તેઓ આનંદપૂર્વક શૈક્ષણિક જીવનની શરૂઆત કરી શકે. શિક્ષકો દ્વારા બાળકો સાથે મિત્રતાભર્યો વ્યવહાર કરીને તેમને વર્ગખંડ અને શાળાના વાતાવરણ સાથે પરિચિત કરાવવામાં આવ્યા હતા. પ્રથમ દિવસે બાળકો સાથે વાલીઓમાં પણ ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. પોતાના સંતાનોને શાળાના નવા વાતાવરણમાં ખુશ અને આનંદિત જોઈ વાલીઓએ શાળાઓની આ પહેલને બિરદાવી હતી. વાલીઓનું કહેવું હતું કે આવા સ્વાગતથી બાળકોમાં શાળા પ્રત્યે સકારાત્મક ભાવના વિકસે છે અને તેઓ ઉત્સાહપૂર્વક અભ્યાસ તરફ આગળ વધે છે. આ રીતે અમરેલીની અનેક ખાનગી શાળાઓએ નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતને ઉત્સવ સમાન બનાવી દીધી હતી. બાળકોના હાસ્ય, ઉત્સાહ અને આનંદથી સમગ્ર શાળા પરિસર ગુંજી ઉઠ્યું હતું અને નવા શૈક્ષણિક સત્રની એક યાદગાર શરૂઆત થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    INDIA bloc Meeting Live Updates: Opposition leaders turn up for meet, discussions set to begin soon
    Next Article
    રેશમિયા તળાવમાં માછલીઓ તડપી રહી, નાયબ કલેક્ટરે લીધો નિર્ણય:પાણી સુકાતા ચોટીલા SDMએ તાત્કાલિક ટેન્કર મોકલવાની સૂચના આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment