Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યોગેશ કાકાના ઉત્તરાધિકારી કોણ?:માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ હવે નવું કોણની ચર્ચાએ જોર પકડ્યું, વર્તમાન અને પૂર્વ શહેર પ્રમુખ મજબૂત દાવેદાર

    6 days ago

    વડોદરા શહેરના માંજલપુરના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલનું ગત 2 જૂનના રોજ નિધન થયા બાદ રવિવારે તેઓની પ્રાર્થના સભા યોજાઈ હતી. આ પ્રાર્થના સભામાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પરિવારજનોને સાંત્વના આપી હતી. જોકે, પ્રાર્થના સભામાં અને તે બાદ પણ એક ચર્ચાએ જોર પકડ્યું હતું કે, હવે કાકાના ઉત્તરાધિકારી કોણ? યોગેશ કાકા બાદ ડો. જયપ્રકાશ સોની અને ડો. વિજય શાહના નામ પણ ચર્ચામાં સતત 8 ટર્મ સુધી ચૂંટાયા બાદ યોગેશ પટેલનું નિધન થયું છે. યોગેશ કાકાના નિધનથી ત્રીજી વખત વિધાનસભા ખંડિત થઇ છે. રવિવારના રોજ યોગેશ પટેલને શ્રધ્ધાસુમન અર્પણ કરવા માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જોકે, પ્રાર્થના સભામાં અને ત્યાર બાદ પણ લોકોમાં એક ચર્ચા હતી કે હવે માંજલપુરની કમાન કોણે સોંપવામાં આવશે? નવા નામોમાં ભાજપના વર્તમાન શહેર પ્રમુખ ડો. જયપ્રકાશ સોની અને પૂર્વ શહેર પ્રમુખ ડો. વિજય શાહના નામો ચર્ચામાં જોવા મળ્યા હતા. કેટલાક લોકો આ બંનેને પ્રબળ દાવેદાર માની રહયા છે. પૂર્વ મેયર નિલેશ રાઠોડ અને પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામ પટેલ પણ રેસમાં સ્વ. યોગેશ પટેલના ખાસ વ્યક્તિઓમાં પૂર્વ મેયર નિલેશ રાઠોડનું નામ મોખરે છે. આ ઉપરાંત પૂર્વ કાઉન્સિલર ઘનશ્યામ પટેલ પણ યોગેશ પટેલના અંગત માનવામાં આવતા હતા. ત્યારે યોગેશ કાકાના ઉત્તરાધિકારી તરીકે આ બંને રાજકારણીઓના નામ પણ ચર્ચામાં જોવા મળી રહ્યા છે. જોકે, આ ઉપરાંત મહિલાઓના નામ ઉપર પસંદગીનો કાળાશ ઢોળાય તો મહિલા મોરચાના શહેર અધ્યક્ષ સ્નેહલ પટેલનું નામ પણ ચર્ચામાં જોવા મળી રહ્યું છે. જો યોગેશ પટેલની આસપાસના વર્તુળમાંથી નિમણુંક ન અપાય તો પૂર્વ ધારાસભ્ય જીતુ સુખડિયાના પુત્ર હિરેન સુખડીયા કે જેઓ હાલમાં જ કોર્પોરેટર તરીકે ચૂંટાયા છે તેઓનું નામ પણ ચર્ચામાં ચાલી રહ્યું છે. શિવજી કી સવારીમાં ઉત્તરાધિકારી બનનાર મયંક પટેલ પણ ચર્ચામાં જો કોઈ હોદ્દો ભોગવી ચૂકેલા હોદ્દેદારોની બાદબાકી થાય તો સત્યમ શિવમ સુન્દરમ, શિવજી કી સવારીમાં જેમ કાકાના ઉત્તરાધિકારી તરીકે ક્રેડાઇના મયંક પટેલની પણ પસંદગી થઇ શકે છે તેવી ચર્ચા ચાલી રહી છે. જો કે હાલમાં સંગઠન શું વિચારી રહ્યું છે તેના ઉપર સૌની નજર છે. હજુ આગામી વિધાનસભાની ચૂંટણીને અંદાજે દોઢ વર્ષ જેટલો સમય છે, આગામી ડિસેમ્બર 2027માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે ત્યારે ત્યાં સુધીમાં આ બેઠક ઉપર કોઈ નવા નામની અપેક્ષા જોવા મળી રહી છે. આ ટર્મમાં યોગેશ કાકાનું નામ અંતિમ ક્ષણે જાહેર કરાયું હતું વિધાનસભાની આ ટર્મમાં માંજલપુર વિધાનસભાના ઉમેદવાર તરીકે યોગેશ પટેલનું નામ અંતિમ ક્ષણે જાહેર કરવામાં આવ્યું હતું. યોગેશ કાકા ભાજપે જાહેર કરેલા વાય મર્યાદાના નિયમમાં બંધ બેસતા ન હતા તેમ છતાં અંતિમ ક્ષણે તેઓના નામ ઉપર મહોર મારવામાં આવી હતી. આ ટર્મમાં યોગેશ કાકા સિવાય પૂર્વ સ્થાયી ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ, કે.પી.પટેલ, અને હિમાંશુ પટેલના નામો ચર્ચામાં હતા જેઓની ટિકિટ કાપી સીધી કાકાને ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સૂર્યનું નક્ષત્ર પરિવર્તન:વૃષભ-વૃશ્ચિક સહિત ચાર રાશિએ સાવધાન રહેવું, જાણો નુકસાન ટાળવા માટે ખાસ ઉપાયો
    Next Article
    મોડાસા નાગરિક બેન્ક ચૂંટણી પરિણામ જાહેર:વિશ્વાસ પેનલનો બહુમતીથી વિજય, પરિવર્તન પેનલના માત્ર બે ઉમેદવાર જીત્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment